સરકાર લઈ શકે છે નોટબંધી જેવો નિર્ણય ? ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં…

Share this story

Can the government take a decision like demonetisation

  • દેશમાં ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં જ લોકોના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. સરકારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે.

દેશમાં ડિજિટલ રૂપિયોના (Digital Rupee) લોન્ચ થતાં જ લોકોના મનમાં ઘણા પ્રકારના પ્રશ્નો ઉઠવા લાગ્યા છે. સરકારે તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો છે. હવે તેની મોનિટરિંગ (monitoring) થશે અને તેના ઉપયોગ સહિત પુરી પ્રક્રિયામાં આવનાર સમસ્યાઓને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

સમય સાથે તેના દાયરાને વધારવાની પણ યોજના છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ડિજિટલ રૂપિયો દેશ જ નહી પરંતુ વિદેશમાં પણ લેણદેણનું માધ્યમ બનશે. આ દરમિયાન પ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે કે શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી નોટબંધી જેવો નિર્ણય લઈ શકે છે. આવો તેના સાથે જોડાયેલા દરેક પ્રશ્નો  વિશે તમને જણાવીએ.

સરકાર ફરીથી લઇ શકે છે નોટબંધી જેવો નિર્ણય? 

ડિજિટલ રૂપિયોના લોન્ચ થતાં જ લોકો એ જાણવાના પ્રયત્નમાં લાગી ગયા છે કે આ નિર્ણય બાદ શું-શું ફેરફાર થઇ શકે છે. એવામાં સૌથી મોટો સવાલ એ છે કે શું ડિજિટલ રૂપિયો ભારતના ભવિષ્યમાં સંપૂર્ણરીતે વર્તમાન વ્યવસ્થાનો વિકલ્પ બનશે કે નહી? જો આમ થયું તો શું સરકાર ફરી નોટબંધીની માફક કોઇ નવો નિર્ણય સંભળાવી શકે છે?

શું કહે છે એક્સપર્ટ? 

બેકિંગ ક્ષેત્રના એક્સપર્ટનું માનવું છે કે સરકાર હાલ નોટબંધી જેવો કોઈ નિર્ણય લેશે નહી. ડિજિટલ રૂપિયો સરકારનો એક પાયલોટ પ્રોજેક્ટ છે. તેના સારા પરિણામ મળ્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ તેનો ઘેરાવો પણ વધારવામાં આવશે જ્યારે તેના સાથે જોડાયેલી દરેક પ્રક્રિયા પર ગહન અધ્યન થશે અને તેમાં સફળતા મળે છે તો આમ કરવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં શું થશે ? 

ડિજિટલ રૂપિયો શહેરી વિસ્તારો માટે ઠીક છે પરંતુ ભારતની એક મોટી વસ્તુ ગામડામાં રહે છે. તેના માટે ડિજિટલ રૂપિયોનો ઉપયોગ કરવો અને તેની બારીકી બારીકાઈ સમજવી મુશ્કેલ હશે. એવામાં ગ્રામીણ વિસ્તારોમાં તેના લોન્ચ થવાની સંભાવના ઓછી છે. જો તેને ગ્રામીણ વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવે તો પહેલાં સરકારને તેના સાથે જોડાયેલી દરેક પ્રક્રિયા એકદમ સરળ કરવી પડશે. આમ કરવું અને તેને પુરૂ કરવામાં સમય લાગશે.

આ પણ વાંચો :-