Do you also travel on Yamuna Expressway
- ઓથોરિટીએ આ નિર્ણય યમુના એક્સપ્રેસ વે પર અકસ્માતોને રોકવા માટે લીધો છે. શિયાળામાં ધુમ્મસના કારણે અહીં અનેક અકસ્માતો જોવા મળે છે. આ નિયમ બે મહિના માટે લાગુ રહેશે.
શિયાળાની સાથે ધુમ્મસ (Fog) પણ વધી રહ્યું છે. જેના કારણે રસ્તાઓ પર કશું સ્પષ્ટ દેખાતું નથી. આ ખાસ કરીને સવારનાં સમયે રસ્તા પર ઘુમ્મ્સ હોવાને કારણે માર્ગ અકસ્માતનો (Road accident) ભય રહે છે. આ પ્રકારના જોખમને ટાળવા માટે ઓથોરિટીએ નિર્ણય લીધો છે. હવે યમુના એક્સપ્રેસ વે (Yamuna Expressway) પર વાહનોની સ્પીડ થોડી ઓછી થશે.
આ નિયમ 15 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. નિયમ મુજબ હળવા વાહનો 100 કિમી પ્રતિ કલાકની જગ્યાએ મહત્તમ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. જ્યારે ભારે વાહનો માટે મહત્તમ સ્પીડ 60 કિમી પ્રતિ કલાકની રહેશે. ધુમ્મસના કારણે થતા અકસ્માતોને રોકવા માટે ઓથોરિટીએ આ નિર્ણય લીધો છે.
જે અંતર્ગત બે મહિના સુધી મહત્તમ ઝડપ મર્યાદામાં ઘટાડો કર્યા બાદ જ વાહનો ચલાવી શકાશે. સામાન્ય રીતે યમુના એક્સપ્રેસ વે પર હળવા વાહનો માટે મહત્તમ ગતિ મર્યાદા 100 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે.
એક્સપ્રેસ વે માટે ઝડપની મર્યાદા નક્કી કરવામાં આવી :
એક્સપ્રેસ વે પર ચાલતા ભારે વાહનો માટે મહત્તમ ગતિ મર્યાદા 80 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. પરંતુ લોકો ઘણીવાર સ્પીડ લિમિટનો ભંગ કરીને વધુ સ્પીડમાં વાહન ચલાવે છે. જેના કારણે તેઓ અકસ્માતનો ભોગ બને છે. તે જ સમયે શિયાળામાં એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતની શક્યતાઓ વધુ વધી જાય છે. ધુમ્મસ દૃશ્યતા ઘટાડે છે. જે વાહનોના એકબીજા સાથે અથડાવાનું જોખમ વધારે છે.
ક્યાં સુધી લાગુ રહેશે આ નિયમ ?
લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓથોરિટી દર વર્ષે શિયાળા દરમિયાન એક્સપ્રેસ વે પર વાહનોની મહત્તમ ગતિ મર્યાદા ઘટાડે છે. CEO ડો.અરુણવીર સિંહનું કહેવું છે કે 15 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી હળવા વાહનો માટે મહત્તમ સ્પીડ લિમિટ 80 કિમી પ્રતિ કલાક રહેશે. જ્યારે ભારે વાહનો માટે મહત્તમ ઝડપ મર્યાદા 60 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે. જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. લોકોના ચલણ કપાશે.
આ પણ વાંચો :-