Thursday, Mar 20, 2025

પહેલી વન ડેમાં નિષ્ફળ થયેલ ખેલાડીને રોહિત શર્મા બતાવશે બહારનો રસ્તો, આ ખેલાડીનું કપાશે પતું

3 Min Read

Rohit Sharma will show the way out to the player who failed in the first ODI

  • ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા હવે એક્શન મોડમાં છે અને તે આવતીકાલે બાંગ્લાદેશ સામેની બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી કેટલાક ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી 3 ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે.

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) બાંગ્લાદેશ (Bangladesh) સામે હારનો સામનો કર્યા બાદ હવે એક્શન મોડમાં છે અને તે આવતીકાલે બાંગ્લાદેશ સામેની બીજી વનડે માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી કેટલાક ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે.

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી 3 ફ્લોપ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવશે. આવો એક નજર કરીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી ક્યા 3 ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો.

1. શિખર ધવન :

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી શિખર ધવનને બહારનો રસ્તો બતાવશે અને તેની જગ્યાએ ઈશાન કિશનને તક આપવા ઈચ્છશે. ઈશાન કિશન ડાબા હાથનો વિસ્ફોટક બેટ્સમેન છે અને તે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી શકે છે. ઈશાન કિશન બેટિંગમાં શિખર ધવન કરતા વધુ ખતરનાક છે. શિખર ધવનનું બેટ શાંત રહ્યું હતું. તેથી તેને બીજી વનડે દરમિયાન તેને બહાર બેસવું પડશે.

2. શાહબાઝ અહેમદ :

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને બહારનો રસ્તો બતાવશે. બીજી વનડેમાં શાહબાઝ અહેમદના સ્થાને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવશે. પ્રથમ વનડેમાં શાહબાઝ અહેમદ બેટિંગ દરમિયાન શૂન્ય પર આઉટ થયો હતો અને તેણે બોલિંગ દરમિયાન એક પણ વિકેટ લીધી ન હતી.

3. કુલદીપ સેન :

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા ફાસ્ટ બોલર કુલદીપ સેનને પણ બાંગ્લાદેશ સામેની બીજી વનડેની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરશે અને તેના સ્થાને ઉમરાન મલિકને તક આપશે. કુલદીપ સેને રોહિત શર્માનો વિશ્વાસ તોડ્યો હતો. બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કુલદીપ સેને 5 ઓવરમાં 37 રન આપ્યા હતા. કુલદીપ સેને માત્ર બે વિકેટ લઈને પોતાનું સન્માન બચાવી લીધું હતું. પરંતુ 7.40ના ઈકોનોમી રેટથી બોલિંગ કરનારા આ બોલર માટે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ફરી તક મેળવવી મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

 

Share This Article