Iesusdan’s big announcement
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા આપ પાર્ટીના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Election 2022) પરિણામ પહેલા આપ પાર્ટીના સીએમ પદના ચહેરા ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈસુદાન ગઢવીએ (Isudan Gadhavi ) ગઠબંધન અંગે સંકેત આપતાં જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઠબંધન એ પરિણામ પછીની વાત છે. આમ ઇસુદાન ગઢવીએ ગઠબંધન અંગે ગોળ-ગોળ જવાબ આપી સંકેત આપ્યો હતો. ઇસુદાન ગઢવીએ કહ્યું કે અમે જીતી રહ્યા છે. અમે સરકાર બનાવીશું. સાથે જ ગઠબંધન અંગે જણાવ્યું કે, 8 ડિસેમ્બરે પત્તું ખોલીશું.
પહેલા-બીજા તબક્કામાં કેટલી સીટ મળશે ?
ઈસુદાન ગઢવીએ પરિણામ અંગે વાત કરતાં કહ્યું કે, અમારી માટે ગુમાવવાનું કંઈ હતું જ નહીં. અમારે તો અહીં મહેનત કરવાની જ હતી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. પહેલા તબક્કામાં 51 પ્લસ સીટોની ગણતરી છે. બીજા તબક્કામાં 30 જેટલી સીટો મળી રહી છે.
સીટો ઓછી આવે તો કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું પડશે ?
8 ડિસેમ્બરે પરિણામ પછી જ ખબર પડશે. અમને તો વિશ્વાસ છે કે આપ પાર્ટીની પૂર્ણ બહુમતી સાથેની સરકાર બને છે. ગઠબંધન અંગે તેમણે જણાવ્યું કે, પરિણામ બાદ અમે વિચાર કરીશું. ગઢબંધન પરિણામ પછીની વાત છે. 8 ડિસેમ્બરે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઇ રહી છે. એનો અમનો ગર્વ છે.
એક્ઝિટ પોલ અંગે…
ઈસુદાને એક્ઝિટ પોલ પર પોતાનું મંતવ્ય આપતાં કહ્યું હતું કે, મતદાન ઓછું થયું છે તો ભાજપને 150 સીટ કેમ આવે? ભાજપને ગુજરાતમાં ક્યારેય 151 બેઠકો આવશે નહીં. ઓછું મતદાન એટલે કે, લોકો નિરાશ થયા હોય એટલે બહાર નીકળ્યા નથી. લોકો પરિવર્તન માટે બહાર નીકળ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે, પ્રજાનો ચૂકાદો અમે સ્વીકારીશું.
આ પણ વાંચો :-
- પહેલી વન ડેમાં નિષ્ફળ થયેલ ખેલાડીને રોહિત શર્મા બતાવશે બહારનો રસ્તો, આ ખેલાડીનું કપાશે પતું
- દિલ્હીમાં સરકારે તાબડતોબ તમામ પાર્ટીઓની બેઠક બોલાવી, કોંગ્રેસ પણ રણનીતિ તૈયાર કરવામાં લાગી, જાણો કેમ