Bring home this small item
- સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સોલર સ્ટોવ તૈયાર કર્યો છે. જે ગ્રાહકોને મોંઘા રસોઈ ગેસમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરશે.
જો તમે મોંઘા રાંધણ ગેસથી (Expensive cooking gas) છૂટકારો મેળવવા માંગો છો તો તમારે તમારા ઘરમાં એક વસ્તુ લાવવી પડશે. જેના દ્વારા તમે તમારા ખિસ્સાનો બોજ ઓછો કરી શકશો. કારણ કે આજના સમયમાં વધતી જતી મોંઘવારીને (Inflation) કારણે ઘરેલુ રાંધણ ગેસના ભાવ તમારા ખિસ્સા પર વધુ બોજ નાખી રહ્યા છે.
તમે તેનાથી છુટકારો આ રીતે મળવી શકો છો. આ માટે તમારે તમારા ઘરમાં સોલર સ્ટવ લાવવો પડશે. સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને સૂર્ય નૂતન નામનો સોલર સ્ટવ વિકસાવ્યો છે. આ સોલર સ્ટવ રસોઈ માટે ઉત્તમ છે. તમે તેને રસોડામાં રાખીને સરળતાથી ઉપયોગ કરી શકો છો.
બે યુનિટ સાથે આવે છે આ સોલર સ્ટવ :
સૂર્ય નૂતન સોલર સ્ટોવ બે યુનિટ સાથે આવે છે. તેનું એક યુનિટ તડકામાં રાખવું પડે છે. જે ચાર્જ કરતી વખતે કૂકિંગ મોડ આપે છે. તમે તમારા રસોડામાં બીજું યુનિટ ઈન્સ્ટોલ કરી શકો છો. તમે સ્ટોવનો ઉપયોગ તમારી અનુકૂળતા મુજબ રસોડામાં અથવા ગમે ત્યાં મૂકીને કરી શકો છો.
સૂર્ય નૂતન એક રિચાર્જેબલ અને ઈન્ડોર કૂકિંગ સિસ્ટમ છે જે સૌર ઉર્જા પર ચાલે છે. તે ઈન્ડિયન ઓઈલના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ફરીદાબાદ દ્વારા ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવ્યું છે. સોલાર નૂતન સ્ટોવને ઈન્ડિયન ઓઈલ દ્વારા પેટન્ટ પણ આપવામાં આવી છે.
કેટલી છે તેની કિંમત જાણો :
સૂર્ય નૂતન સ્ટોવને તમે માર્કેટથી ખરીદી શકો છો. તેના બેસ મોડલને ખરીદવા માટે તમારે 12 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. ત્યાં જ જો તમને તેનું ટોપ મોડલ ખરીદવા માંગો છો તો તમારે 23,000 રૂપિયા ખર્ચ કરવા પડશે. જોકે ઈન્ડિયન ઓઈલનું કહેવું છે કે આવનાર સમયમાં તેની કિંમતોમાં ખૂબ ઘટાડો જોવા મળી શકે છે. સૂર્ય નૂતન એક મોડ્યુલર સિસ્ટમ છે. તેને જરૂરિયાતના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :-