There is a tea stall between the graves
- પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આપણા અમદાવાદમાં આવી જ એક ચાની ખૂબ જ ખાસ દુકાન આવેલ છે.
ચા એ એવો શબ્દ છે કે જેને સાંભળતા જ વ્યક્તિ તાજગી અનુભવવા લાગે છે. ઓફિસ હોય કે દુકાન કે કોઈ પણ વિસ્તારનો કોઈ પણ ખૂણો હોય દરેક જગ્યાએ ચા પીનાર (tea drinker) અને વહેંચનાર બંને જોવા મળે છે. ચાના શોખીનોની સંખ્યા હજારો-લાખોમાં નહીં પણ કરોડોમાં છે. પણ શું પર તમે ક્યારેય કોઈની કબરો વચ્ચે બેસીને ચા પીવા વિશે વિચાર્યું છે? આ સાંભળવામાં ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ આપણા ગુજરાતમાં આવેલ અમદાવાદના (Ahmedabad) લોકો માટે આ વાત એકદમ સામાન્ય છે.
કબ્રસ્તાનમાં બાંધવામાં આવી ચા ની દુકાન :
આપણા અમદાવાદમાં એક ચાની દુકાન ખૂબ જ ખાસ છે. એ ખાસ એટલા માટે છે કારણ કે તે કબ્રસ્તાનમાં બાંધવામાં આવી છે અને એક મુસ્લિમ દ્વારા ચલાવવામાં આવે છે. પણ ખાસ વાત એ છે કે ત્યાં ચા સાથે બધી શાકાહારી જ વસ્તુઓ તે વહેંચે છે. બસ આટલું જ નહીં પણ ત્યાંની વધુ એક વિશેષતા એ પણ છે કે અહીં પ્રખ્યાત ચિત્રકાર મકબૂલ ફિદા હુસૈનની પેઇન્ટિંગ પણ લગાવેલ છે.
આ ખાસ જગ્યાનું નામ છે લકી ટી સ્ટોલ. કબર વચ્ચે આવેલ આ પર તમામ ધર્મના લોકો ચાની ચૂસકી લેવા આવે છે. આ સ્થળે વિવિધ સંપ્રદાયોની વિચારસરણી ઝાંખી થતી જોવા મળશે. ફક્ત અમદાવાદના જ લોકો નહીં પણ આ ચાની દુકાન આખા ગુજરાતમાં ઘણી ફેમસ છે. જે લોકો પહેલી વખત અમદાવાદમાં આવે છે એ એક વખત લકી ટી સ્ટોલમાં જઈને કબર વચ્ચે બેસીને ચા પીવા જરૂરથી જાય છે.
27 કબરો વચ્ચે બેસીને લોકો પીવે છે ચા :
ગુજરાતના અમદાવાદમાં સ્થિત ધ ન્યૂ લકી રેસ્ટોરન્ટની અંદર પ્રવેશતા જ લોકો આશ્ચર્યચકિત થાય છે કારણ કે તે કબ્રસ્તાનની મધ્યમાં બનેલ છે. લકી ટી સ્ટોલમાં કુલ 27 કબરો છે. આ કબરોની વચ્ચે બેસીને લોકો ચા સાથે મસ્કા બન ખાઈ છે. આ ચાની દુકાનની શરૂઆત 1952 માં થઈ હતી. એક ચાની કીટલીથી લકી ટી સ્ટોલની શરૂઆત થઈ હતી અને આજે એમની એક મોટી દુકાન બને અને આજે ન્યુ લકી રેસ્ટોરન્ટ બન્યું જ્યાં બેસીને લોકો ચાનો આનંદ માણે છે.
જો તમે અમદાવાદમાં છો અને આ સ્થળની મુલાકાત નથી લીધી તો જરૂર લેવી જોઈએ અને જે લોકો અમદાવાદમાં નથી રહેતા એ લોકો જ્યારે પણ અમદાવાદની મુલાકાતે આવે ત્યારે એમને એક વખત ન્યુ લકી ટી સ્ટોલની મુલાકાત લેવી જોઈએ.
આ પણ વાંચો :-