f you don’t even fall into such a temptation
- રાજકોટની મહિલા ડો. સાથે થઈ છેતરપિંડી. નોકરીની લાલચે 23.35 લાખ ગુમાવ્યા.
એક તરફ ચૂંટણી માહોલ ચાલી રહ્યો છે તો બીજી હવે નવી સરકાર રચાશે અને વિવિધ ભરતીઓ બહાર પાડશે પરંતુ તમને કોઈ સરકારી નોકરીની (Govt job) લાલચ માંગે તો સાવધાન થઈ જજો કારણ કે આવી બાબતમાં છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યાં છે. સરકારી નોકરીની લાલચે રાજકોટની મહિલાએ 23.35 લાખ ગુમાવ્યા છે.
નોકરીની લાલચે 23.35 લાખ ગુમાવ્યા :
રાજકોટ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બગસરાના હાર્દિક અહાલપર સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ એવી છે કે, આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર ફેક ID મારફતે છેતરપિંડી આચરી છે. ફેક ID મારફતે યુવતી સાથે મિત્રતા કરી અને છેતરપિંડી આચરી છે. સરકારી નોકરીની લાલચે રાજકોટની મહિલાએ 23.35 લાખ પડાવ્યા છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ :
છેતરપિંડીનો ભોગ બનનાર રાજકોટની મહિલા ડોક્ટર છે આરોપીએ ઈન્સ્ટાગ્રામ તેને સરકારી નોકરી જેમાં સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની નોકરી અપાવી દેવાના બહાને ટુકડે ટુકડે રૂ. 23.35 લાખ લીધા છે. રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપી હાર્દિક અહલાપરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીને મોબાઈલ શોપ છે જ્યાં લે-વેચ તથા રીપેરીંગનો ધંધો કરતો હતો.
આ પણ વાંચો :-