HomeNationalVIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા...

VIDEO: લ્યો બોલો ! ભારતીય ફૂડએ તો બેલ્જિયમના પએમને પણ બનાવી દીધા ફૂડી

Date:

Related stories

ફરી બોમ્બની ધમકી ? ગુજરાત હાઇકોર્ટ સહિત સુરત કોર્ટમાં હાઇ અલર્ટ

ગુજરાતની કોર્ટોમાં આજે બોમ્બ ધમકીના ઈ-મેલથી ચકચાર મચી ગઈ...

ભેંસ બની બર્થડે ગર્લ! કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’ કેપ વીડિયો થયો વાયરલ

કેક, ફુગ્ગા અને ‘હેપ્પી બર્થડે’... આ કોઈ બાળકની બર્થડે...

ઉજ્જૈનથી વિયેતનામ સુધી નિકિતા પોરવાલની સફર, શું ભારતને મળશે 7મો મિસ વર્લ્ડ તાજ?

વિયેતનામમાં આજે 5 સપ્ટેમ્બર, શનિવારે મિસ વર્લ્ડ 2026નો ભવ્ય...

ઉંમર છુપાવીને ક્રિકેટ રમવું પડ્યું ભારે! BCCIએ 62 ખેલાડીઓ પર કરી કાર્યવાહી

ભારતીય ક્રિકેટમાં અંડર-19 સ્તરે ઉંમર છુપાવીને રમવાના આરોપો સામે...

આજે ભારત-પાકિસ્તાન મહિલા ટીમો વચ્ચે મુકાબલો!

દુબઈમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહિલા એશિયા કપ...
spot_img

ભારતીય ભોજનની વાત આવે ત્યારે મસાલાની સુગંધ અને વિવિધ સ્વાદ દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચે છે. હવે બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર પણ ભારતીય ખાવાના સ્વાદથી પ્રભાવિત થયા છે. મુંબઈમાં તેમણે ભારતીય ભોજનની પ્રશંસા કરતાં રમૂજી અંદાજમાં કહ્યું કે અહીં લોકો તમને એટલું સ્વાદિષ્ટ ખવડાવે છે કે જાણે ખવડાવતા-ખવડાવતા જ “મારી નાખવાના હોય”!

બાર્ટ ડી વેવરની આ ટિપ્પણી ભારતીય ભોજનની વૈવિધ્યતા અને મહેમાનગતિને લઈને હતી. તેમણે હળવા-ફૂલકા અંદાજમાં ભારતીયો મહેમાનોને અલગ-અલગ વાનગીઓ પીરસતા રહે છે અને એક પછી એક સ્વાદિષ્ટ ભોજનનો આનંદ કરાવતા રહે છે, એવી વાત કહી. તેમના આ નિવેદન બાદ ભારતીય ભોજન પ્રત્યેનો તેમનો ઉત્સાહ ચર્ચામાં આવ્યો છે.

બેલ્જિયમના વડાપ્રધાનનો આ પ્રવાસ મુખ્યત્વે ભારત-બેલ્જિયમ સંબંધોને મજબૂત કરવા માટે હતો, પરંતુ મુંબઈમાં ભારતીય ખાવાને લઈને કરેલી તેમની રમૂજી ટિપ્પણી પણ ચર્ચાનો વિષય બની હતી. ભારતીય રસોઈમાં વિવિધ મસાલા, પ્રદેશ પ્રમાણે બદલાતી વાનગીઓ અને અલગ સ્વાદ તેની ખાસિયત છે. ઉત્તર ભારતના પનીર, દક્ષિણ ભારતીય દોસા-ઇડલીથી લઈને ગુજરાતના ઢોકળા-ઊંધિયાં સુધી દેશની ખાણીપીણીની દુનિયા ખૂબ વિશાળ છે.

બાર્ટ ડી વેવરની આ વાતને ભારતીય ભોજન અને તેની “ફૂડ હૉસ્પિટાલિટી” માટેની પ્રશંસા તરીકે જોવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img