Home Blog Page 1228

લાખો રૂપિયા આપીને તમે નકલી iPhone તો લાવ્યાં નથી ને ? આ રીતે ચેક કરી શકો છો 

You didn’t bring a fake iPhone

  • iPhoneનો ફ્રોડ આજકાલ ખૂબ ચાલી રહ્યો છે અને અસલી પ્રોડક્ટના નામે નકલી પ્રોડક્ટ મોકલી દેવામાં આવે છે. આવુ તમારી સાથે પણ થવાની શંકા છે તો આજે અમે તમને આઈફોનને ચેક કરવાની પ્રક્રિયા જણાવી રહ્યાં છે.

આજે આઈફોનના સૌથી કિમતી મોડલની કિંમત આશરે રૂ. 50,000થી શરૂ થઇને રૂ. 1,50,000 સુધી જાય છે. પરંતુ શું તમે જાણો છો પૈસા ખર્ચ કર્યા બાદ પણ તમને અસલી આઈફોન (Original iPhone) મળશે આ વાતની કોઈ ગેરંટી નથી. કારણ કે આઈફોન સ્કેમ માર્કેટમાં ઝડપથી ફરી રહ્યું છે અને આ જ કારણ છે કે લોકોને હવે આઈફોન ખરીદવામાં ડર લાગી રહ્યો છે. આજે અમે તમને અમુક એવી સરળ ટીપ્સ આપવા જઇ રહ્યાં છે. જેના કારણે તમે ચેક કરી શકો છો કે તમારો આઈફોન (iPhone) મોડલ અસલી છે કે નહીં.

સૌથી પહેલા ડિઝાઈન પર નાખો નજર : 

જેમકે તમે બધા જાણો છો કે આઈફોનની ડિઝાઈન કોઈ અન્ય સ્માર્ટ ફોનની તુલનામાં ઘણુ વધારે યુનિક છે અને તેને તૈયાર કરવામાં ફર્નિશિંગનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તમે આઈફોનનું કોઈ પણ મોડલ ખરીદ્યુ હોય પરંતુ તેમાં ફર્નિશિંગની સમસ્યા આવી રહી છે તો શંકા થાય તે સ્વાભાવિક છે. કારણ કે એપલ આવી ભૂલ કરતુ નથી તો એવામાં તમારી સાથે ફ્રોડ થવાનો ડર છે.

ડિસ્પ્લેની સ્મૂધનેસ :

જેમ કે અમે તમને જણાવ્યું આઈફોન સ્પીડ મામલામાં ભારતમાં રહેલા અન્ય ઘણા સ્માર્ટ ફોનથી ઘણુ વધારે સારું છે. એવામાં જો ડિસ્પ્લે પર સ્ક્રોલિંગ કરતી વખતે તમને સ્પીડની સમસ્યા થાય છે અથવા ફરીથી ડિસ્પ્લે હેન્ગ થાય છે તો સમજો કે દાળમાં કઈક કાળુ છે.

બેટરી બેકઅપ ચેક કરવું છે જરૂરી :

સામાન્ય રીતે આઈફોનનું કોઈ પણ મોડલ સારી બેટરી ઓફર કરે છે. એવામાં જો બેટરીની લાઈફ 2 થી 3 કલાકમાં પૂરી થાય છે તો આ વાતના અણસાર છે કે તમને નકલી આઈફોન પકડાવી દેવામાં આવ્યો છે અને તમારે તેને બદલાવીને અસલી આઈફોન ખરીદવાનો છે.

 

 

રાજકીય જંગમાં બધા જ દાવ ખેલવામાં માહિર ! વડાપ્રધાન મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથ લઇને નવા ઇતિહાસનું સર્જન કર્યું

Skilled in playing all stakes in political war

  • ગુજરાતમાં ભાજપના ધોવાણની રાહ જોઇને ઉભેલા રાજકીય હરીફોના મોઢા સુધી પહોંચેલો કોળિયો મોદી-શાહે ઝૂંટવી લીધો.
  • સજ્જડ નેતૃત્વના અભાવે ગુજરાત ભાજપમાં પેદા થયેલા આંતરિક ગજગ્રાહે મોદીની આંખ ખોલી નાંખી હતી અને બાજી હાથમાં લેવી પડી.
  • અમિત શાહ પણ ખરેખર ‘ચાણકય’ પુરવાર થયા અને મુશ્કેલ ગણાતી બેઠકોની જવાબદારી માથે લઇને વર્ષોથી નહીં મળતી બેઠકો પણ કબજે કરવામાં સફળ પુરવાર થયા.
  • ચૂંટણીના અંતિમ પડાવમાં મોદીએ આંખ કાઢીને જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું, સુરતમાં દોઢ દિવસનો પડાવ પણ સુચક હતો.
  • રાતો રાત સરકાર બદલી નાંખવાથી શરૂ કરીને ચૂંટણી વ્યુહરચના પણ પોતાના હાથમાં લઇને મોદી અને શાહે ગુજરાતમાં પડાવ નાંખ્યો હતો.

ગુજરાત ભાજપે માત્ર ઇ‌‌‌તિહાસનું પુનરાવર્તન કર્યુ નથી પરંતુ આખે આખા ઇ‌‌તિહાસને બદલી નાંખ્યો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષમાં કદાચ પ્રથમ વખત આવા ઐ‌‌તિહા‌સિક પ‌રિણામો આવ્યા હશે. કદાચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અ‌‌‌મિત શાહ સ‌હિતની નેતાગીરીને પણ કલ્પના નહીં હોય કે ગુજરાતના લોકો ઘરભરીને વરસી પડશે. ‌વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપની હાલત કથળી રહી હતી. આંત‌‌‌રિક ટાં‌ટિયા ખેંચ અને પૂર્વગ્રહની લડાઇ ચાલી રહી હતી. એક તરફ કોરોનાની મહામારી હતી બીજી તરફ સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે મેળ નહોતો.

વડાપ્રધાન મોદી કેન્દ્ર સરકારમાં ગુંચવાયેલા હતા. અને તેમના રોકાણનો ગેરલાભ ગુજરાત ભાજપના કેટલાક લોકો ઉઠાવી રહ્યા હતા. એવું કહી શકાય કે ગુજરાત સરકારમાં એક તરફ રેઢા રાજ અને બીજી તરફ સત્તાના વર્ચસ્વની લડાઇ હતી. અને આખરે એક ‌દિવસ વડાપ્રધાને ગુજરાતની આખી સરકાર જ બદલી નાંખી હતી. આ ‌દિવસથી નરેન્દ્ર મોદીએ ગુજરાતનો દોર પોતાના હાથમાં લીધો હતો અને ‌વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કરી દીધી હતી. મોદી જાણતા હતા કે આ વખતે ગુજરાત જીતવું કઠણ છે અને એટલે જ તેમણે કેન્દ્ર સરકારનો વહિવટ થોડા દિવસ બાજુમાં મુકીને ગુજરાતને પોતાનાં હાથમાં લીધું હતું.

ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનનાં એક એક નિર્ણય ઉપર વડાપ્રધાન મોદીએ બાજ નજર ગોઠવી દીધી હતી અને એટલે જ ગુજરાતમાં પ્રચંડ જીત મેળવી શકાય હતી. વડાપ્રધાન મોદીએ પક્ષનાં લોકોની વાત ઉપર આધાર રાખવાને બદલે સીધો લોકો સાથેનો સંપર્ક અને સંવાદ વધારી દેવા સાથે ગુજરાતમાં પ્રવાસોની હારમાળા સર્જી હતી. ઘણી વખત તો વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ સ્થાનિક નેતાઓ માટે ત્રાસદાયક પુરવાર થતો હતો, પરંતુ વડાપ્રધાન ગુજરાતમાં ઐતિહાસિક જીત મેળવવા મક્કમ હતા. પાછળથી તેમણે ગૃહપ્રધાન અમિત શાહને પણ સાથે જોડ્યા હતા અને ગુજરાતની વાસ્તવિક સ્થિતિનો બારીકાઈથી અભ્યાસ કરીને એક એક બેઠક જીતવાની વ્યૂહરચના તૈયાર કરી હતી.

રાજકીય ‘ચાણક્ય’ માનવામાં આવતા અમિત શાહ ખરેખર ‘ચાણક્ય’ પુરવાર થયા હતા. કેટલીક નબળી અને હારવાની મનાતી બેઠકો ખુદ અમિત શાહે હાથમાં લીધી હતી. ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કાંઠા વિસ્તારની બેઠકો ભાજપ માટે મુશ્કેલી પેદા કરતી આવી છે. આ બેઠકોની અમિત શાહે જવાબદારી સ્વીકારીને આ વિસ્તારમાં વધુ પ્રવાસ કરવા સાથે ચાવીરૂપ ગણાતા લોકો સાથે સમન્વય ઉભો કરીને ગોઠવેલી વ્યૂહરચના ધાર્યા પરિણામો લઈ આવી હતી. વળી કોઈની પણ દાઢીમાં હાથ નાંખ્યા વગર ખાસ કરીને સૌરાષ્ટ્રની બેઠકોની બાજી પલટવામાં અમિત શાહ સફળ ખેલાડી પુરવાર થયા હતા.

આ તરફ ખોડલધામનાં નરેશ પટેલનાં ઉપાડાને કારણે પાટીદારો એક તરફ થવાની ચિંતા હતી. પરંતુ પાટીદારોનાં રાજકારણને સારી રીતે જાણતા વડાપ્રધાન મોદીએ ખુબ જ આસાનીથી ઓપરેશન પાર પાડ્યું હતું. આના માટે તેઓએ જામકંડોરણા ખાતે સદ્‍ગત વિઠ્ઠલ રાદડિયાની શિક્ષણ સંસ્થામાં જાહેરસભા પણ કરી હતી. વડાપ્રધાન મોદીની જામકંડોરણાની જાહેરસભા બાદ ઘણાં ઈશારા મળી ગયા હતા.

નરેશ પટેલ સહિત ખોડલધામનાં કેટલાંક લોકો વડાપ્રધાનને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાતમાં પણ ઘણું બધુ કરવાનું કામ વડાપ્રધાન મોદીએ કરી લીધું હતું. હેતુપર્વકની મુલાકાતને પાટીદાર સમાજનાં આગેવાનોએ માત્ર ‘ઔપચારિક’ મુલાકાત ગણાવી હતી. પરંતુ જાણકારોને ખ્યાલ આવી ગયો હતો કે, વડાપ્રધાન સાથેની મુલાકાત પાછળનો મૂળભૂત હેતુ શું હતો. આ મુલાકાત બાદ નરેશ પટેલ સહિતનાં આગેવાનો લગભગ શાંત થઈ ગયા હતા અને બદલામાં ખોડલધામનાં ટ્રસ્ટી રમેશ ટીલાળાને રાજકોટની ટિકિટ મળી હતી.

આ તરફ વડાપ્રધાન મોદીએ ચૂંટણીનાં અંતિમ તબક્કામાં સુરતમાં કરેલી જાહેરસભા પાછળનાં પણ ઘણાં સમીકરણો હતા. સુરતની ૧૨ બેઠકો પૈકી પાંચથી છ બેઠકો ઉપર પાટીદાર મતદારો વર્ચસ્વ ધરાવે છે. ઉપરાંત પાટીદાર આંદોલનનાં યુવા આગેવાનો ‘આમ આદમી પાર્ટી’નાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં હોવાથી સ્વભાવિક રીતે ભાજપને નુકસાન થવાનો ભય હતો. પરંતુ વડાપ્રધાન મોદીની મોટાવરાછા ખાતેની જાહેરસભા અને બીજા દિવસની બપોર સુધી સુરતમાં રોકાણ દરમિયાન વડાપ્રધાન મોદીએ જેને જે કહેવાનું હતું તે કહી દીધું હતું અને આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી.

બીજી તરફ ચૂંટણી વ્યૂહનાં ભાગરૂપે સી.આર. પાટીલને ઓપરેશનો પાર પાડવા કામે લગાડ્યા હતા અને ચૂંટણી પ્રચારનાં અંતિમ ચરણ સુધી વડાપ્રધાન અને અમિત શાહનો પડાવ ગુજરાતમાં રહ્યો હતો.

સામાન્ય રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન બેઠકો જીતવાનાં દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે ભાજપ તરફથી એકપણ વખત કેટલી બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવ્યો નહતો. દરેક વખતે ભાજપની ઐતિહાસિક જીત હશે એવું વારંવાર કહેવામાં આવતુ હતું. વડાપ્રધાન લગભગ દરેક સભામાં એવું કહેતા હતા કે, મારો એટલે કે ‘‘નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર એટલે ભૂપેન્દ્ર પટેલ તોડી નાંખશે.’’ નરેન્દ્ર મોદીનાં આ શબ્દોને ઘણાં લોકો ગંભીરતાથી લેતા નહોતા. પરંતુ વડાપ્રધાન મોદીએ ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકનો રેકોર્ડ તોડવાનું નક્કી કરી નાંખ્યુ હતું. માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકો જીતવાનો રેકોર્ડ વડાપ્રધાન મોદી માટે એક મહેણું હતું અને આ મહેણું તેમણે આ વખતે ભાંગી નાંખ્યું હતું.

ખરેખર જોવા જઈએ તો આખી ચૂંટણીની જવાબદારી ખુદ વડાપ્રધાન મોદી અને અમિત શાહે પોતાના માથા ઉપર લીધી હતી. ચૂંટણી સભાઓથી શરૂ કરીને પ્રચાર તંત્રની જબરજસ્ત વ્યવસ્થા પણ પોતાની જ નજર હેઠળ કરવામાં આવી હતી. એવું ચોક્કસ કહી શકાય કે, નરેન્દ્ર મોદીની વ્યૂહરચના એક ચમત્કાર બનીને ઈતિહાસ સર્જી ગઈ હતી. તેમણે કાર્પેટ બેમ્બાડીંગ કર્યું હતું અને પ્રત્યેક નિશાન પાર પાડ્યું હતું.

આમ પણ આ વખતની ગુજરાતની ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી માટે અત્યંત વ્યૂહાત્મક હતી. ગુજરાત હાથમાંથી જાય એ કોઈપણ ભોગે પરવડી શકે તેમ નહોતું અને એટલે જ વડાપ્રધાન મોદી ‘મરણિયા’ બન્યા હતા. મોંઘવારી, બેરોજગારી અને એન્ટી ઈન્કમબન્સી ઉપરાંત ભાજપની છાવણીનો આંતરીક સંતોષ આ બધુ હતું અને તેમ છતાં ચૂંટણી જીતવી અનિવાર્ય હતી અને તેના માટે જે કંઈ કરવું પડે તે કરવાની વડાપ્રધાન મોદીની તૈયારી હતી.
છેલ્લી ચૂંટણી સભાઓને જોવામાં આવે તો વડાપ્રધાનનાં ભાષણો બદલાઈ ગયા હતા અને તેમના પ્રત્યેક પ્રવચનોમાં પોતીકાપણું અને લાગણીઓનો ધોધ વહેતો હતો અને મોદીએ ઉભા કરેલા લાગણીનાં પ્રવાહમાં લોકો ભળી ગયા હતા અને ભાજપની તરફેણમાં મતપેટીઓ ભરી દીધી હતી અને અકલ્પનિય જીત અપાવી હતી.

ગુજરાતની ૨૦૨૨નાં વર્ષની ચૂંટણીઓ દાયકાઓ સુધી ઈતિહાસમાં લખાયેલી રહેશે. ૧૫૬ બેઠકો કબજે કરવા ઉપરાંત ઘણી બેઠકોનાં હરીફપક્ષ કોંગ્રેસનાં ઉમેદવારો ડિપોઝીટ પણ બચાવી શક્યા નહોતા. આનાથી ભૂંડો પરાજ્ય બીજો કયો હોઈ શકે? બની શકે કે, આવનારા વર્ષોમાં ગુજરાતમાંથી કોંગ્રેસનું અસ્તિત્વ જ ભુંસાઈ જશે અને કદાચ એટલે જ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં પગ મુકવાનું પણ મુનાસીબ માન્યું નહોતું.

આ તરફ નરેન્દ્ર મોદી સાથે બાથભીડીને પોતાની જાતને બાહુબલી પુરવાર કરવા નીકળેલા અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં સત્તા મળી નથી. પરંતુ ગુજરાત વિધાનસભામાં પગ મુકવાની જગ્યા કરીને કેજરીવાલે એક વાત પુરવાર કરી છે કે તે મોદી સાથે બાથ ભીડી શકે એટલી ક્ષમતા ચોક્કસ ધરાવે છે.

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં પાંચ બેઠકો મળવા ઉપરાંત માત્ર ૧૩ ટકા મતો પણ મેળવીને રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ પ્રયાણ કર્યું છે. કેજરીવાલને પણ ચોક્કસ અંદાજ હશે કે, ગુજરાતમાં તેમને સત્તા મળવાની નથી, પરંતુ મોદી સાથે બાથ ભીડવાથી રાષ્ટ્રીય પ્રતિષ્‍ઠા ચોક્કસ મળશે. આમ પણ દિલ્હી મહાનગરપાલિકામાં બહુમતિ હાંસલ કરીને કેજરીવાલે રાજકીયક્ષેત્રે તેમનો વિસ્તાર વધાર્યો છે. મતલબ ગુજરાતની ચૂંટણી રાજકીય રીતે કેજરીવાલ માટે ફાયદાનો ધંધો થયો છે. વળી પોતાના પાંચ ધારાસભ્યો હોવાથી ગુજરાતની વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ચોક્કસ ઉભરી આવશે.

આ પણ વાંચો :-
 

Jio એ લોન્ચ કર્યો 222 રૂપિયાનો નવા પ્લાન, હવે ડેટા પૂર્ણ થવાની ચિંતા છોડો

Jio has launched a new plan of Rs 222

  • Reliance Jio તરફથી 222 રૂપિયાની કિંમતનો નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનની સાથે યૂઝર્સને 50જીબી એક્સ્ટ્રા ડેટાનો ફાયદો મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે.

Fifa World Cup 2022 ને સેલિબ્રિટ કરતા ભારતીય ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોએ (Reliance Jio) એક નવો ઈન્ટરનેટ ડેટા પ્લાન યૂઝર્સ માટે લોન્ચ કર્યો છે. આ પેકની કિંમત 222 રૂપિયા રાખવામાં આવી છે અને તે યૂઝર્સને વધારાનો ડેટા આપવા માટે લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્લાનનું નામ ‘ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક‘ રાખવામાં આવ્યું છે.

ભલે કંપનીએ પ્લાનનું નામ ‘ફુટબોલ વર્લ્ડ કપ ડેટા પેક’ રાખ્યું હોય પરંતુ તેનો ફાયદો ગ્રાહકોને ફિફા વિશ્વકપ પૂર્ણ થયા બાદ પણ મળશે. આ પ્લાનનો ફાયદો પ્રીપેડ યૂઝર્સને મળશે અને તેની વેલિડિટી તેના વર્તમાન પ્લાન જેટલી હશે. એટલે કે નવા પ્લાનની સાથે કોલિંગ કે વેલિડિટીનો વધારાનો ફાયદો મળશે નહીં.

નવા પ્લાનમાં મળશે 50જીબી હાઈ સ્પીડ ડેટા :

પોતાના પ્રીપેડ નંબર પર 222 રૂપિયાના નવા પ્લાનથી રિચાર્જ કરાવનાર ગ્રાહકોને 50જીબી હાઈ-સ્પીડ ડેટાનો ફાયદો મળશે. તે વધારાનો ડેટા યૂઝર્સને MyJio એપમાં જોવા મળશે અને તેની વેલિડિટી વર્તમાન પ્રીપેડ પ્લાન જેટલી હશે. એટલે કે વર્તમાન પ્રીપેડ પ્લાન 30 દિવસ બાદ પૂરો થવાનો છે તો આ ડેટા પ્લાન પણ 30 દિવસ બાદ સમાપ્ત થઈ જશે.

જો તમારા ડેટી પ્લાનમાં મળનાર ડેટા પૂરો થઈ જાય છે તો અત્યારે બીજા દિવસની રાહ જોવી પડે છે, જેનાથી ડેટા રિન્યૂ થઈ શકે. આ પ્લાનથી રિચાર્જ કરાવવાની સ્થિતિમાં ડેલી ડેટા પૂર્ણ થવાનો ડર રહેશે નહીં અને આ પ્લાનમાં મળનાર એક્સ્ટ્રા ડેટા લાગૂ થઈ જશે.

બીજી કંપનીઓના મુકાબલે સસ્તો એક્સ્ટ્રા ડેટા :

જો નવા પ્લાનની વાત કરીએ તો 1જીબી એક્સ્ટ્રા ડેટા માટે યૂઝર્સે આશરે 4.44 રૂપિયા ખર્ચ કરવા પડશે. બાકી કંપનીઓના મુકાબલે આ પ્લાન સસ્તો ડેટા આપી રહી છે કારણ કે એરટેલ યૂઝર્સે 50જીબી ડેટા માટે 301 રૂપિયા ખર્ચ કરવા પડે છે અને 1જીબી ડેટા મેળવવા માટે ખર્ચ 6 હજાર રૂપિયાથી વધુ થાય છે.

આ પણ વાંચો :-

વર્ષ 2022માં ભારતીયોએ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરી આ વસ્તું, જુઓ ટોપ-10 લિસ્ટ

In the year 2022, Indians searched

  • એક લિસ્ટ શેર કરવામાં આવ્યું છે જેમાં ગ્લોબલની સાથે અલગ-અલગ દેશોમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતા ટોપિકનું લિસ્ટ કાઢવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ઘણી કેટેગરી બની છે. આવો ભારતીયોએ ક્યા ટોપિકને સૌથી વધુ સર્ચ કર્યાં છે.

ગૂગલ ઈન્ડિયાએ આજે ટોપ ટ્રેન્ડિંગ સર્ચ (Top Trending Searches) ક્વેરીઝનો ખુલાસો કર્યો છે. આ લિસ્ટને તમે ગૂગલ Trends પર Year in Search 2022 ની સાથે જોઈ શકો છો. આ ટોપિકને મૂવીઝ, સ્પોર્ટ્સ ઈવેન્ટ (Sports event), હાઉ ટૂ, પર્સનાલિટીઝ, ન્યૂઝ ઈવેન્ટ્સ અને રેસિપી જેવી ઘણી કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. આજે અમે વાત કરીશું કે ભારતીયોએ ગૂગલ પર કઈ ક્વેરીઝને સૌથી વધુ સર્ચ કરી છે. આવો જાણીએ તેના વિશે….

Searches માં ટોપ 10 :

ગૂગલે જે લિસ્ટ રજૂ કર્યું છે, જેમાં કંપનીએ ટોપ 10 ટોપિક જણાવ્યા છે. આ લિસ્ટની પ્રથમ કેટેગરી Searches છે, જેમાં Indian Premier League, CoWIN, FIFA World Cup, Asia Cup, ICC T20 World Cup, Brahmastra: Part One – Shiva, e-SHRAM Card, Commonwealth Games, K.G.F: Chapter 2 અને Indian Super League સામેલ છે.

‘What is ‘ માં આ રહ્યાં ટોપ 10 :

બીજી કેટેગરી What is છે, જેમાં What is Agneepath Scheme, What is NATO, What is NFT, What is PFI, What is the square root of 4, What is surrogacy, What is solar eclipse, What is Article 370, What is metaverse, What is myositis સામેલ કરવામાં આવ્યા છે.

આ છે How To કેટેગરીના 10 :

How To ને પણ ગૂગલે એક કેટેગરી તરીકે રજૂ કર્યું છે. તેમાં How to download vaccination, certificate, How to download PTRC challan, How to drink Pornstar martini, ઈ શ્રમિક કાર્ડ ઈ કઈ રીતે બનાવવું (How to make an e-SHRAM card), How to stop motions during pregnancy, How to link voter ID with Aadhaar, How to make banana bread, How to file ITR online, How to write Hindi text on image અને How to play Wordle સામેલ કરવામાં આવ્યા છે.

jagran

Movies માં આ છે ટોપ 10 ટોપિક :

ગૂગલે movies ને પણ આ કેટેગરીમાં સામેલ કરી છે.  Brahmastra: Part One – Shiva, K.G.F: Chapter 2, The Kashmir Files, RRR, Kantara, Pushpa: The Rise, Vikram, Laal Singh Chaddha, Drishyam 2 અને Thor: Love and Thunder સામેલ છે. આ સિવાય ગૂગલે Near me, News Event, Sports Events, people અને રેસિપી કેટેગરીમાં પણ ટોપ સર્ચનું લિસ્ટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો :-

08 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી આ રાશિના જાતકોની કિસ્મત હીરાની જેમ ચમકી ઉઠશે

08 December 2022, Today’s Horoscope  Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ
નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતી. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગારમાં પ્રગતી થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમાં ઘટાડો જણાય.

મિથુનઃ
આ‌કસ્મિક ધનહાનીના યોગ બને છે. શેરબજારમાં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી, સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતી જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ
દિવસ દરમિયાન મન પ્રફૂલ્લીત રહેશે. આવકનું પ્રમાણ વધતું જણાશે. ભાઇ-બહેન, પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

સિંહઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોધ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

કન્યાઃ
દિવસ દરમિયાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોધ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળું રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ
વિવેકપૂર્ણ, મીઠી વાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ઘમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ
મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતી-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દર‌િમયાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છૂટતો જણાય.

મકરઃ
દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધમાં હો, તો પ્રેમનો અેકરાર શક્ય બને.

કુંભઃ
નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતી, આનંદનો અનુભવ થાય. પતિ-પત્‍નીના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું, અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ
પરિવાર સાથે જલસો, મનની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનોએ સ્ત્રી રોગોથી સાચવવું. આકસ્મિક ધનલાભનો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતીથી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-

મતગણતરીની તૈયારીઓને અપાયો આખરી ઓપ, CCTV થી લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત.. જુઓ ક્યાં કેવો માહોલ

0

Counting preparations have been finalized

  • રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election) બંને તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ છે. 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે. રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જાણો તમારા જિલ્લા કે વિધાનસભા બેઠકની મતગણતરી કઈ જગ્યાએ થશે ?

અમદાવાદ : 

અમદાવાદની 21 વિધાનસભા બેઠકોમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ખાતે 6 વિધાનસભા, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વિધાનસભા અને ગુજરાત કોલેજ ખાતે 7 વિધાનસભાની મતગણતરી હાથ ધરાશે. આ ત્રણ સેન્ટર પર 41 સ્ટ્રોંગ રૂમ, 23 કાઉન્ટિંગ રૂમ અને મોનીટરીંગ માટે CCTV કંટ્રોલ રૂમ ઉભા કરાયા છે. CCTV કંટ્રોલ સેન્ટર ખાતે કર્મચારીઓ સતત તમામ સ્ટ્રોંગ રૂમની બહાર નજર પણ રાખી રહ્યાં છે. સાથે જ પોલીસ અને અર્ધ લશ્કરી દળો પણ તહેનાત કરવામાં આવ્યા છે.

કઈ બેઠકની મતગણતરી ક્યા થશે?

ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામ, દસક્રોઈ, નિકોલની બેઠકની આંબાવાડીની પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા, અસારવા બેઠકની ગુજરાત કોલેજ ખાતે મતગણતરી ઘાટલોડિયા, વટવા, એલિસબ્રિજ, વેજલપુર, નારણપુરા, સાબરમતી, અમરાઈવાડી, મણીનગર બેઠકની મતગણતરી L.D એન્જિનિયરીંગ

સુરત

સુરતમાં 2 સ્થળોએ 16 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે સવારે 8:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે. જેમાં સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણાશે અને બાદમાં EVMના મતોની ગણતરી થશે. વિગતો મુજબ જિલ્લાની મહુવા બેઠકનું પરિણામ સૌથી પહેલા જાહેર થશે. મહુવા બેઠક ઉપર માત્ર ત્રણ જ ઉમેદવાર.

આ સાથે લિંબાયત બેઠકનું પરિણામ સૌથી છેલ્લું જાહેર થવાની શક્યતા છે. લિંબાયત બેઠક ઉપર કુલ 44 ઉમેદવારો મેદાનમાં છે. મહત્વનું છે કે આવતીકાલે કરંજ, ઉત્તર બેઠક માટે 10 ટેબલ પર મતગણતરી તો ચોર્યાસી બેઠક ઉપર સૌથી વધુ 38 ટેબલ પર મતગણતરી છે.

ગાંધીનગર :  

ગાંધીનગરમાં આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ગાંધીનગરની 5 બેઠકોની મતગણતરી થશે. સેક્ટર 15માં સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે. જેને લઈ મતગણતરી કેન્દ્ર પર CCTV, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

નર્મદા : 

આવતીકાલે નર્મદાની 2 બેઠકો માટે મતગણતરી હાથ ધરાશે. આ તરફ મતગણતરીને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં મતગણતરી થશે. ડેડીયાપાડા બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી થશે. રાજપીપલા ખાતે બન્ને બેઠકોની મતગણતરી હાથ ધરાશે. છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે મતગણતરી યોજાશે.

જુનાગઢ : 

જૂનાગઢ જિલ્લામાં આવતીકાલે 5 વિધાનસભા બેઠકની મત ગણતરી કૃષિ ઈજનેરી કોલેજમાં કરાશે. જેમાં જૂનાગઢ બેઠકની ગણતરી 21 રાઉન્ડમાં, વિસાવદર બેઠકની ગણતરી 22 રાઉન્ડમાં , માંગરોળ બેઠકની ગણતરી માત્ર 17 રાઉન્ડમાં, માણાવદર બેઠકની ગણતરી 20 રાઉન્ડમાં અને કેશોદ બેઠકની ગણતરી 19 રાઉન્ડમાં થશે.

મહીસાગર :  

મહીસાગર જિલ્લામાં 3 બેઠકોની મતગણતરી આવતીકાલે હાથ ધરાશે. વિગતો મુજબ લુણાવાડા ખાતે  PN પંડ્યા આર્ટસ કોલેજમાં મતગણતારી થવાની છે. જેથી તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમની બહાર બંદોબસ્તથી લઈને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. લુણાવાડા ખાતે આવેલ PN પંડ્યા આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં EVM રાખવામાં આવ્યા છે. જ્યારે કોલેજમાં જ મતગણતરી યોજાવાની છે. કોલેજની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વલસાડ : 

આવતીકાલે વલસાડ જિલ્લાની 5 બેઠકો માટે મતગણતરી હાથ ધરશે. વલસાડમાં 5 વિધાનસભા બેઠકો પર કુલ 35 ઉમેદવારો વચ્ચે જંગ હતો. વલસાડની તમામ પાંચ બેઠકો માટે 14 ટેબલો ગોઠવાશે અને સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે.

જામનગર : 

જામનગરમાં આવતીકાલે હરિયા કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. વિગતો મુજબ જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. જેને લઈ આજે કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ કોલેજમાં નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મતગણતરી અંગેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ભરૂચ : 

ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. વિગતો મુજબ ભરૂચની કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરીને લઈ ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. કે.જે.પોલીટેક્નિક કોલેજની બહાર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે. આ સાથે કોલેજ રોડ પર વાહનોની અવરજવર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પોરબંદર :

પોરબંદર વિધાનસભા અને કુતિયાણા વિધાનસભા બેઠક માટે મતગણતરી હાથ ધરાશે. પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરી થવાની છે. જેથી ચૂંટણી અધિકારીઓ દ્રારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીટેક્નિક કોલેજ ખાતે A વિભાગમાં 83 પોરબંદર અને B વિભાગમાં 84 કુતિયાણા બેઠકની મતગણતરી થશે.  83 પોરબંદરમાં કુલ 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મત ગણતરી થશે. જ્યારે 84 કુતિયાણામાં 14 ટેબલ પર 18 રાઉન્ડમાં મતગણતરી થશે.

રાજકોટ

રાજકોટ જિલ્લામાં મતગણતરીને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. 8 બેઠકની મત ગણતરી કણકોટ,  સરકારી ઈજનેર કોલેજમાં કરાશે. તમામ 8 બેઠક પર મત ગણતરી એક સાથે શરૂ થશે. આ સાથે એક વિધાનસભા પ્રમાણે 14 ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવશે. વિગતો મુજબ 8 હજાર જેટલો સ્ટાફ મતગણતરીમાં કામે લાગશે. જેને લઈ કણકોટ ઈજનેર કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિગતો મુજબ 162 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ થશે.

આ પણ વાંચો :-

ચૂંટણીનું પરિણામ શું આવશે તેનું ટેન્શન છોડી ખેતીકામમાં જોડાયા ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ

0

BJP candidate Fatesinh Chauhan

  • ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે આવતી કાલે પરિણામ જાહેર થવાનું છે. જેને લઈ તમામ રાજકીય પક્ષોના કેટલાય ઉમેદવારો ભારે તણાવ અને ટેન્શનમાં હશે.

તો કેટલાક હળવા અંદાજમાં હતા. પરંતુ આજે એક એવા નેતા છે, જે હંમેશા નિજાનંદમાં જ રહે છે. પંચમહાલના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) જમીન સાથે જોડાયેલા એવા નેતા છે. જેમની ટિકિટની જાહેરાત થઈ ત્યારે પણ ખેતરમાં કામ કરી રહ્યા હતા અને આજે પરિણામના આગલા દિવસે પણ ખૂબ જ હળવાશ સાથે ખેતરમાં કામ કરી રહ્યા છે.

પંચમહાલ જિલ્લાની કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ બે વખત જૂની રાજગઢ વિધાનસભામાં ધારાસભ્ય રહ્યા હોવા છતાં ખૂબ સાદું જીવન જીવે છે અને તેમની સાદગી મતદારોને પણ ઘણી પસંદ છે. સાદું જીવન ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર છે. પોતે ખેડૂત હોવા સાથે સાથે ભજનિક પણ છે અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતાની છબી ધરાવે છે. સવારે વહેલા ઉઠી નિત્ય ક્રમ મુજબ સૂર્યનારાયણની આરાધના સાથે દિનચર્યાની શરૂઆત અને બાદમાં પૂજા તેમનો નિત્ય ક્રમ છે.

સવારે થોડો સમય પરિવાર સાથે વિતાવી દરરોજ સવારે મળવા આવેલા પોતાના મત વિસ્તારના લોકોને સાંભળે છે. ત્યાર બાદ પોતાના ખેતરમાં જઈ ખેતીના કામે લાગી જાય છે. તેઓ જાતે જ ખેતી અને પશુપાલનનું કાર્ય પણ કરે છે. ફતેસિંહ ચૌહાણનું જીવન એટલી સાદગીથી ભરેલું છે કે આજના હાઈટેક યુગમાં પણ તેઓ સાદો જ મોબાઈલ વાપરે છે. તેમનું સોશિયલ મીડિયા તેમના દીકરાઓ સંભાળે છે.

ફતેસિંહ ભજનિક હોવાથી જ્યારે લાક્ષણિક પોતાની અદામાં અને સુંદર રાગ સાથે આજે પણ તેઓ ભજન લલકારે છે, ત્યારે બે ઘડી સાંભળવાનું મન થાય. વર્ષો પહેલા ફતેસિંહે પોતાના અવાજમાં ભજનનું આલ્બમ પણ બનાવ્યું હતું. પોતાના ધર્મગુરુ બાદ ફતેસિંહ રાજકીય રીતે નરેન્દ્ર મોદીને પોતાના ગુરુ માને છે અને નરેન્દ્ર મોદીએ ફતેસિંહને ‘ભગત’નું હુલામણું નામ આપ્યું છે.

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના આગલા દિવસે પણ પરિણામની ચિંતા વિના ફતેસિંહ પોતાના પરંપરાગત વ્યવસાય એટલે કે ખેતીના કામમાં લાગી ગયા છે. ફતેસિંહ જમીન સાથે જોડાયેલા નેતા છે. ટિકિટની જાહેરાત થઇ અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા તે વખતે પણ ફતેસિંહ પોતાના ખેતરમાં હતા અને તેમને ઘરના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું છે. હાલ તેમના ઘરની સ્થિતિ પણ સામાન્ય ખેડૂત જેવી જ છે. ફતેસિંહની સાદગી અન્ય નેતાઓને પ્રેરણા પુરી પાડી શકે તેવી છે.

આ પણ વાંચો :-

iPhone 15 ની ડીઝાઈનને લઈને આવ્યાં મોટા સમાચાર, સૌપ્રથમ થશે આ મટીરીયલનો ઉપયોગ

The big news about the design of iPhone 15

  • એપલનો આવનાર ફોનને લઈને અફવાઓ વિશે એક નવી જાણકારી આવી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સાઈડ ફ્રેમ માટે ટાઇટેનિયમનો ઉપયોગ થઈ શકે છે.

Appleએ થોડા મહિના પહેલા iPhone 14 સિરીઝ લોન્ચ કરી છે. જેમાં પ્રો મોડલ્સમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. dynamic island અને શ્રેષ્ઠ કેમેરા ગુણવત્તા સાથે પ્રસ્તુત કર્યો છે. ત્યારે iPhone 15 સિરીઝ 2023માં લોન્ચ થશે. પરંતુ આ અંગે અફવાઓ સામે આવી છે.

એક કંપનીએ ફોન વિશે ઘણા ખુલાસા કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે કંપની iPhone 15ને નવી ડિઝાઇનમાં લોન્ચ કરશે. તે જ સમયે એક નવા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડિઝાઈન iPhone 14 જેવી જ હશે.

iPhone 15ની ડિઝાઇન અલગ હશે :

થોડા વર્ષો પહેલા એક તસવીર વાયરલ થઈ હતી જેમાં iPhone 14 સિરીઝ કર્વ સાથે બતાવવામાં આવી હતી, પરંતુ લૉન્ચ ફ્લેટ પેનલ સાથે થયું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone 15માં iPhone 5cની જેમ કર્વ ધાર હશે. પરંતુ કંપનીએ આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. આ અફવાના આગમન પછી લોકપ્રિય ટિપસ્ટર LeaksApplePro એ જણાવ્યું છે કે Apple હજુ પણ iPhone 15 ની ડિઝાઇન બદલવાની પુષ્ટિ કરી નથી.

iPhone 15 હળવો હશે :

આ સાબિત કરે છે કે iPhone 15 માં વક્ર ધાર મેળવવી હજુ પણ શંકાસ્પદ છે. અત્યાર સુધી કંપનીએ ડિઝાઈન પર કંઈ પણ ફાઈનલ કર્યું નથી. કંપનીને ડિઝાઈન અંગે થોડો સમય લાગી શકે છે. આ સિવાય બીજી અફવા છે કે આગામી iPhone 15ની સાઈડ ફ્રેમ માટે ટાઈટેનિયમનો ઉપયોગ કરી શકાય છે. જેના કારણે ફોન એકદમ હળવો થઈ જશે.

USB Type-C પોર્ટ મળશે :

જો ટાઈટેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પહેલો iPhone હશે. જેમાં પ્રીમિયમ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેનો ઉપયોગ ફક્ત પ્રો મોડલ્સમાં જ થશે. આ સિવાય કંપની લાઈટનિંગ પોર્ટ સિવાય યુએસબી ટાઈપ-સીનો પણ ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો :-

દિલ્હી એમસીડીમાં જો બહુમત નહીં મળે તો પણ ભાજપ હાર નહીં માને, સત્તામાં રહેવા બનાવ્યો માસ્ટર પ્લાન

0

BJP will not give up even if it does not get majority in Delhi MCD

  • દિલ્હી નગર નિગમ ચૂંટણી માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે.

દિલ્હી નગર નિગમ ચૂંટણી (Delhi Municipal Corporation Election) માટે વોટની ગણતરી થઈ રહી છે. દિલ્હી એમસીડી ચૂંટણીના પરિણામોમાં અત્યાર સુધીમાં જે વલણ આવી રહ્યા છે. તેમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. જો કે હાર જીતના પરિણામમાં ભાજપ અને આપ (Aap Delhi) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. કારણ કે દિલ્હી એમસીડી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરની ફાઈટ થઈ રહી છે.

ત્યારે આવા સમયે ભાજપે અત્યારથી જ એમસીડી પર પોતાનો કબ્જો જમાવવાનો જુગાડ શોધી લીધો છે. સૂત્રોનું માનીએ તો એમસીડી ચૂંટણીમાં પરિણામોમાં ભાજપ જો બહુમતના આંકડાને પાર કરી શકતું નથી. તો પાર્ટીએ હવે અપક્ષ અને બીજી પાર્ટીઓના જીતેલા કોર્પોરેટરો પર નજર રાખશે.

સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડે દિલ્હી ભાજપના નેતાઓને અપક્ષ અને બીજી પાર્ટીના જીતેલા ઉમેદવારોનો સંપર્ક કરવાનો નિર્દેશ આપી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અપક્ષ ઉમેદવારોને પોતાના પક્ષમાં લાવવા માટે અત્યારથી જુગાડ શરુ કરી દીધો છે. એટલુ જ નહીં કોંગ્રેસના ઉમેદવારો પર પણ ભાજપ નજર રાખીને બેઠું છે. હાલમાં નજર નાખીએ તો કોંગ્રેસ 10 સીટ પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે અપક્ષ ઉમેદવાર પણ 5 સીટથી આગળ ચાલી રહ્યા છે.

અત્યાર સુધીના જે આંકડા આવ્યા છે તે મુજબ આમ આદમી પાર્ટી હાલમાં 42 સીટ જીતી ચુકી છે. જ્યારે ભાજપના ખાતામાં અત્યાર સુધીમાં 38 સીટો આવી ગઈ છે. કોંગ્રેસ બે સીટ જીતી ચુકી છે. જ્યારે એક સીટ અપક્ષ ઉમેદવાર પાસે છે. આપને જણાવી દઈએ કે મોટા ભાગના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીની જીતની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

એમસીડીમાં 2007થી ભાજપનો કબ્જો :

એમસીડીમાં 2007થી ભાજપ શાસનમાં છે. તેણે 2017માં નગર નિગમ ચૂંટણીમાં કુલ 270 વોર્ડથી 181 સીટ પર જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ 48 અને કોંગ્રેસે 30 વોર્ડમાં જીત મેળવી હતી. આ વર્ષની શરુઆતમાં કેન્દ્ર સરકારે દિલ્હીની ત્રણેય નગર નિગમનું એકીકરણ કરી દીધું હતું. જે બાદ વોર્ડની સંખ્યા 250 થઈ ગઈ હતી.

આ પણ વાંચો :-

 

અગ્નિપરીક્ષા જેવી 5 બેઠકો પર કોણ બનશે “કિંગ”? ઉત્તર ગુજરાતનાં સમીકરણો નક્કી કરશે ભાવિ

0

Who will be the “King” in 5 ordeal-like seats

  • હાર્દિક પટેલને વિરમગામના સમીકરણો ફળશે ? મતદાનમાં ઘટાડો કોને ફળશે, કોને નડશે ? જિજ્ઞેશ મેવાણી માટે આ જંગ કેમ છે નિર્ણાયક ? થરાદમાં ભાજપ માટે શાખનો, શંકર ચૌધરી માટે અસ્તિત્વનો સવાલ… આ બધા સવાલોનો જવાબ આ અહેવાલમાં મળશે.

બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર ઉત્તર ગુજરાતની (North Gujarat) એ પાંચ બેઠકો પર છે. જ્યાં કાંટાની ટક્કર હતી. પક્ષની સાથે ઉમેદવારોની કિસ્મત પણ દાવ પર હતી. ત્યારે આ બેઠકો પર થયેલું મતદાન શું સૂચવે છે. જોઈએ આ અહેવાલમાં.

ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે કાંટાની ટક્કર હતી. એમાં પણ પાંચ બેઠકો પર તો જંગ પક્ષથી વધારે ચહેરાઓ વચ્ચે હતો. આ બેઠકોમાં થરાદ, વડગામ, વિરમગામ, ગાંધીનગર દક્ષિણ (Gandhinagar South) અને વીસનગરનો સમાવેશ થાય છે. તમામ બેઠકો પર મતદાન ઓછું થયું છે, જો કે પાંચ ચહેરાઓ પર સૌની નજર છે.

થરાદ બેઠક  :

સૌથી પહેલા જો થરાદ બેઠકની વાત કરીએ તો અહીં ભાજપ તરફથી શંકર ચૌધરી મેદાનમાં છે. ભાજપ માટે પોતાનો ગઢ એવી થરાદ બેઠક પરત મેળવવાનો પડકાર છે તો શંકર ચૌધરી માટે રાજકીય કારકિર્દીનો સવાલ છે. થરાદ બેઠક પર આ વખતે મતદાનમાં ઘટાડો થયો છે, પણ આ ઘટાડો નજીવો છે. સાથે જ સમગ્ર રાજ્યમાં થયેલા ઓછા વોટિંગ સામે અહીંનો આંકડો ઘણો મોટો છે. થરાદમાં છેલ્લી ત્રણ ચૂંટણીની વોટિંગ પેટર્ન જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે ઓછા વોટિંગથી કોંગ્રેસને ફાયદો થયો છે.

2017માં 86.15 ટકા મતદાન વચ્ચે ભાજપના પરબત પટેલ જીત્યા હતા. તો 2019ની પેટાચૂંટણીમાં 68.94 ટકા મતદાન વચ્ચે કોંગ્રેસના ગુલાબસિંહ જીત્યા હતા. ઓછા મતદાન વચ્ચે પણ ગુલાબસિંહના વોટશેરમાં 10 ટકાનો વધારો નોંઘાયો હતો. આ વખતે થરાદ બેઠક પર 85.02 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે અગાઉના સમીકરણો જળવાય છે કે પછી નવા સમીકરણ રચાય છે, તેના પર સૌની નજર છે. જો કે શંકર ચૌધરીને જીતનો વિશ્વાસ છે.

વડગામ બેઠક :

તો આ તરફ બનાસકાંઠાની વડગામ બેઠકના પરિણામો પર પણ સૌની નજર છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સૌથી મોટો ચહેરો છે. 2012 અને 2017માં વડગામમાં 72 ટકા મતદાન થયું હતું, 2012માં અહીં ભાજપ જીત્યું હતું. તો 2017માં મેવાણી અપક્ષ જીત્યા હતા. આ વખતે વડગામમાં મતદાન ઘટીને 66.21 ટકા થયું છે. ત્યારે ઘટેલું મતદાન કોની તરફેણમાં રહે છે. તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ગાંધીનગર બેઠક :

ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આ ચૂંટણી તેમના રાજકીય ભાવિનો સવાલ હતી. અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડવા માગતા હતા. જો કે તેમની ઈચ્છા પૂરી ન થઈ. ઠાકોર અને પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2012માં 73.45 ટકા અને 2017માં 70.73 ટકા મતદાન થયું હતું. બંને વખત આ બેઠક ભાજપને ફાળે આવી. જો કે આ વખત અહીં મતદાન ઘટીને 62.2 ટકા થયું છે. મતદાનમાં ઘટાડો કોંગ્રેસને ફળે છે કે ભાજપને એ મોટો સવાલ છે. જો કે એ વાત નક્કી છે કે અલ્પેશ ઠાકોર જીતશે તો તેમની રાજકીય કારકિર્દી બચી જશે.

વિરમગામ બેઠક :

હવે આવીએ અમદાવાદ જિલ્લાની વિરમગામ બેઠક પર. જ્યાં હાર્દિક પટેલની અગ્નિપરીક્ષા છે. હાર્દિક પટેલે પોતાના વતનમાંથી ચૂંટણી ભલે લડી પણ તેમની સામે પડકારો ઘણા હતા. 2012 અને 2017માં વિરમગામમાં 68 ટકા મતદાન થયું છે, બંને વખત જીત કોંગ્રેસની થઈ છે. જો કે આ વખતે મતદાન ઘટીને 63.95 ટકા રહી ગયું છે. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે 2012ની સરખામણીમાં 2017માં કોંગ્રસની લીડમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. કોંગ્રેસની ઘટતી લીડ અને ઓછા મતદાન વચ્ચે ભાજપના હાર્દિક પટેલની પરીક્ષા છે.

વીસનગર બેઠક :

મહેસાણાની વીસનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલનું ભાવિ દાવ પર છે. 2017માં અહીં 74.75 ટકા મતદાન થયું હતું. જે આ વખતે ઘટીને 69 ટકા થયું છે. 2012માં ઋષિકેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર સામે 2,869 મતોની પાતળી સરસાઈથી જીત્યા હતા. ત્યારે આ વખતનું ઓછું મતદાન નવા સમીકરણો રચે છે કે કેમ તેના પર સૌની નજર છે.

આ પણ વાંચો :-