યુવતીના ફેક એકાઉન્ટ બનાવી યુવતીઓને જ બનાવતો શિકાર, બદનામ વિકૃતની મોડસ ઓપરેન્ડી લાલબત્તી સમાન

Share this story

The modus operandi of the infamous pervert

  • ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો. ફ્રેન્ડશીપ માટે મેસેજ મોકલ્યા બાદ અશ્લીલ ફોટો મુકતો, બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ.

ઈન્સ્ટાગ્રામ (Instagram) ઉપર યુવતી બની એકાઉન્ટ ખોલ્યા બાદ યુવતીઓને ફ્રેન્ડશીપ (Friendship to Girls) માટે મેસેજ મોકલ્યા બાદ તેમને પોતાના કહી અન્ય યુવતીના અશ્લીલ ફોટો અને વીડિયો મોકલી તેમની પાસે તેમના અતરંગ ફોટો માગી બ્લેકમેઈલ (Blackmail) કે હેરાનગતિ કરતાં વિકૃતની ચોથી વખત ધરપકડ કરાઇ.

ફેક એકાઉન્ટથી યુવતીઓને હેરાન કરતો શખ્સ ઝડપાયો :

સુરતમાં ગુરૂવારે પીપલોદ વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીને થોડાંક દિવસ પહેલાં જ સોનુ વસાવાના નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. આ રિકવેસ્ટ એકસેપ્ટ કરી તે સાથે જ તે યુવતીના એકાઉન્ટમાં સ્ટોરીમાં પોતાનો ફોટો જોવા મળતાં ચોંકી હતી. આ એકાઉન્ટ ઉપરથી આ યુવતીને અશ્લીલ ફોટો મોકલી હેરાનગતિ કરવામાં આવતાં છેવટે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા.

બોટાદના ખાભંડાના યુવકની ચોથીવાર કરાઈ ધરપકડ :

પોલીસે આ ગુનામાં બોટાદના ખાભંડા ગામના 20 વર્ષીય જગદીશ પ્રકાશ મકવાણાની ધરપકડ કરી હતી. વ્યવસાયે રત્નકલાકાર જગદીશની 2019માં તેના સાયબર ક્રાઈમે જ પ્રથમ વખત ધરપકડ કરી હતી. જગદીશ ઈન્સ્ટાગ્રામ ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલાવી મહિલાઓની હેરાનગતિ માટે જાણીતો છે. 2019માં સાયબર ક્રાઇમ તેમજ બોટાદ જિલ્લાના બળવાળા અને થોડાંક સમય પહેલાં વ્યારા પોલીસે પણ ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-