Are you troubled by high electricity bills
- જો તમે વધારે પડતા વીજળી બિલથી પરેશાન છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી, તો ચિંતા ન કરો. આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો.
સામાન્ય માણસ માટે વધુ પડતુ વીજળીનું બિલ (Electricity bill) પરેશાનીનું કારણ બની શકે છે. જો તમે પણે વધારે પડતા વીજળી બિલથી ચિંતિત છો અને તેને કેવી રીતે ઘટાડવું તે સમજાતું નથી તો ચિંતા કરશો નહીં. ટેક્નોલોજીની (technology) દુનિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પાયે ફેરફારો થયા છે અને આવા ઉપકરણો એવા બની ગયા છે કે તેઓ ખૂબ ઓછી વીજળી વાપરે છે.
આ રીતે કંટ્રોલ કરો બીલ :
આજે અમે તમને એક એવા ઉપકરણ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે તમારું બિલ કંટ્રોલ કરી શકો છો. દરેક ઘરમાં લાઇટની જરૂર છે. પહેલા લોકો બલ્બનો ઉપયોગ કરતા હતા પછી સીએફએલનો યુગ આવ્યો અને હવે એલઈડીનો ટ્રેન્ડ છે. જો તમે ઘરે ઓછી વીજળીનો ઉપયોગ કરીને તમારું બિલ બચાવવા માંગો છો, તો તમે Solar LED ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો.
શું છે મોશન સેન્સર LED :
અમે જે ડિવાઈઝ વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે LED Motion Sensor Sensor Light for Home Garden Outdoor Solar Light Set. આ ડિવાઈઝની વિશેષતા એ છે કે તે વીજળીથી નહીં પરંતુ સોલાર પેનલ પર ચાલે છે. બીજી ખાસ વાત એ છે કે તે લાઇટ સેન્સરથી સજ્જ છે અને મૂવમેન્ટ પ્રમાણે કામ કરે છે. જ્યારે કોઈ હિલચાલ હોય ત્યારે આ લાઈટ ચાલુ થાય છે અને 30 સેકન્ડમાં બંધ થઈ જાય છે.
કઈ રીતે કરે છે કામ?
આ લાઈટમાં બેટરી લગાવવામાં આવી છે અને આ બેટરી આ યુનિટમાં ફીટ કરવામાં આવેલી સોલાર પેનલ દ્વારા ચાર્જ કરવામાં આવે છે. આ લાઈટ સોલાર પેનલની મદદથી કામ કરે છે. તેને વીજળી સાથે કોઈ લેવાદેવા નથી. તમે આ લાઈટ ઓનલાઈન ખરીદી શકો છો. ઘરમાં આ પ્રકારની લાઇટિંગનો ઉપયોગ કરીને તમે તમારા વીજળીના બિલને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.
આ પણ વાંચો :-