Sunday, Jul 13, 2025

વિધાનસભાની ચૂંટણીમાં જીતેલા આ ઉમેદવારના ઘરે આજે પણ ચૂલા પર જમવાનું બને છે

4 Min Read

At the house of this candidate who won

  • નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી નાખ્યો. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને વિધાનસભાની ચૂંટણીમાં તેમને એવી લોકચાહના મેળવી કે ઇતિહાસ રચી નાખ્યો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) અને પરિણામ બંને જાહેર થઈ ગયા ભાજપ 156 સીટો જીતી રાજ્યમાં ઇતિહાસ રચ્યો. જયારે આમ આદમી પાર્ટીએ પણ પાંચ સીટો મેળવી ખાતું ખોલ્યું. પરંતુ સૌથી રસપ્રદ ચૂંટણી નર્મદા (Narmada) જિલ્લાની ડેડીયાપાડા (Dadiyapada) બેઠક પર જોવા મળી. અહીંયા એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા (Chaitar Vasava) એક લાખ મતો મેળવી ભાજપ-કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડ મેળવી નવો રેકોર્ડ પોતાના નામે કર્યો.

કેજરીવાલને બીટીપીના ગઢમાં મળી ગયા મજબૂત નેતા :

અરવિંદ કેજરીવાલ બીટીપીને શોધતા ઝઘડીયા આવ્યા ગઠબંધન કર્યું અને બાદમાં તૂટ્યું. પણ આ ગઠબંધમાં કેજરીવાલને આદિવાસી વિસ્તારનો એક મજબૂત નેતા મળી ગયો કે જેને હરાવવા અને ભાજપના મોદીથી લઇ અમિત શાહ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ક્રિકેટર રવિન્દ્ર જાડેજા જેવા સ્ટાર પ્રચારક મુક્યા હતા. કોંગ્રેસમાંથી પણ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અશોક ગેહલોત આવ્યા.

પણ ના કોઈ સ્ટાર પ્રચારક કે ના કોઈ રોડ શો માત્ર લોકોના ઘરે ઘરે જઈને પ્રચાર કરી ચૈતર વસાવાએ જંગી લીડ સાથે સૌથી વધુ વોટ મેળવવાનો રેકોર્ડ કર્યો. ત્યારે ડેડીયાપાડા સાગબારામાં ઠેર ઠેર તેમનું સ્વાગત થઇ રહ્યું છે. તેમની જીત માટે તેમની પત્ની અને પૂરો પરિવાર અને સ્થાનિક કાર્યકરો પણ કામે લાગ્યા હતા અંતે ભાજપ કોંગ્રેસ અને બીટીપીને હરાવી ચૈતર વસાવાએ જીત મેળવી રાજ્ય અને દેશના રાજકારણમાં નોંધ કરાવી.

નર્મદા જિલ્લાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઉમેવાદરને 1 લાખ વોટ :

નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજ દિન સુધી કોઈ ને નથી મળ્યા જયારે 39 હજાર ની લીડ પણ કોઈ પાર્ટીના ઉમેદવારે મેળવી નથી આ જીત કોઈ ચૈતર વસાવાની કે આમ આદમી પાર્ટીની નથી પણ જનતા ની છે. ની ચૈતર વસાવા વાત કરી રહયા છે.

પોતે વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરવા ચૈતર વસાવાએ 10 વર્ષ પહેલા પોતાની પહેલી પત્ની શકુંતલા સાથે મળી કામગીરી શરૂ કરી. પછી નર્સની નોકરી કરતી વર્ષા તેમની સાથે જોડાઈ અને ચૈતર સાથે લગ્ન કર્યા આજે બંને બહેનો સગી બહેન જેવી રહે છે.

કાચા મકાનમાં રહે છે ચૈતર વસાવાનો પરિવાર :

એક કાચા મકાનમાં ચૈતર વસાવાનો આખો પરિવાર ભેગો રહે છે. ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન આજે ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા હતા. ચૈતર વસાવાએ કહ્યું કે, આજે આદિવાસીઓની સમસ્યાઓ અંગે ઘણું કરવાનું છે. વિધાનસભામાં ઘણા પ્રશ્નો કરવાના છે અને આદિવાસી સમાજને ન્યાય અપાવવાનો છે.આજે એમની બન્ને પત્નીઓએ રાત-દિવસ ચૈતર વસાવા સાથે રહી પ્રચાર પ્રસાર કર્યો અને આજે એમની જીત થતા બન્ને પત્નીઓ આજે પણ એની સાથે જ્યાં જાય ત્યાં જાય છે.

આ પણ વાંચો :-

Share This Article