મારુતિની સસ્તી SUVએ લોકોને બનાવ્યાં દિવાના, 5 મહિનામાં 1.9 લાખ બુકિંગ, કંપનીએ ઉમેર્યા 3 શાનદાર ફીચર્સ

Share this story

Maruti’s cheap SUV drives people crazy

  • મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. તેના હેડ અપ ડિસ્પ્લે અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન પણ ઉમેરવામાં આવ્યું છે.

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) માટે બ્રેઝા (Brezza) એક શાનદાર પ્રોડક્ટ સાબિત થઈ છે. કંપનીને સૌપ્રથમ વર્ષ 2016માં લાવવામાં આવી હતી. ત્યારથી તે ઘણી વખત દેશની સૌથી વધુ વેચાતી એસયુવી બની છે. મારુતિએ તેને 30 જૂન 2022ના રોજ નવા અવતારમાં લોન્ચ કર્યું હતું.

SUVને લોન્ચ કરવામાં આવી ત્યારથી જ તેને ગ્રાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીની વાત માનીએ તો 5 મહિનામાં આ કારને 1.9 લાખથી વધુ બુકિંગ મળી ચૂક્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

કંપનીએ નવા ફીચર્સ ઉમેર્યા છે :

મારુતિએ તેના બ્રેઝામાં કેટલાક નવા ફીચર્સ ઉમેર્યા છે. મારુતિ સુઝુકી બ્રેઝાને હવે વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી માટે સપોર્ટ મળે છે. આ સાથે તેના હેડ અપ ડિસ્પ્લે યુનિટ અને મલ્ટી-ઇન્ફોર્મેશન ડિસ્પ્લે (MID)માં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા પણ ઉમેરવામાં આવી છે. આ ફીચર્સ ઓવર-ધ-એર (OTA) અપડેટના રૂપમાં બહાર પાડવામાં આવ્યા છે. ગ્રાહકો તેને કંપનીની વેબસાઈટ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.

તમને જણાવી દઈએ કે કંપનીની આ SUV ડ્યુઅલ ટોન ઈન્ટિરિયરમાં આવે છે. તે ઈલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ ડોક અને SmartPlayPro+ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે આવે છે. તે 360 વ્યૂ કેમેરા સિસ્ટમ અને 40+ કનેક્ટેડ ફીચર્સ પણ મેળવે છે.

એન્જિન અને પાવરની વાત કરીએ તો :

મારુતિની આ SUVમાં કંપની 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપે છે. આ એન્જિન 103 bhp અને 137Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. તે Kia Sonet, Renault Kiger, Mahindra XUV300, Toyota Urban Cruiser, Tata Nexon અને Hyundai Venue જેવી કાર સાથે સ્પર્ધા કરે છે.

આ પણ વાંચો :-