Home Blog Page 1226

કોંગ્રેસની હાર થતાં પૂર્વ ધારાસભ્યને મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર અને કહ્યું કે જગદીશને……

0

Mallikarjun Kharge wrote a letter

  • રઘુ દેસાઈએ જણાવ્યું કે રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાર બાદ કોંગ્રેસમાંથી (Gujarat Congress) સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરી છે. રઘુ દેસાઈની (Raghu Desai) જગદીશ ઠાકોરને (Jagdish Thakor) સસ્પેન્ડ કરવાની માગ છે.

રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ :

રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાકે પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોરે પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોરને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગ કરી છે.

આ પણ વાંચો :-

 

 

હવે તમે ઘરે બેસીને નહીં જીતી શકો લાખો રૂપિયા, ‘કૌન બનેગા કરોડપતિ’ શો બંધ થવા જઈ રહી છે, આ છે કારણ

Now you can’t win millions of rupees sitting

  • ‘કૌન બનેગા કરોડપતિ 14’ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ માહિતી આપી છે.

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ‘કૌન બનેગા કરોડપતિ‘ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. સમાચાર અનુસાર ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 14 તેના અંતિમ તબક્કામાં આવી ગઈ છે. અમિતાભ બચ્ચને તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા બ્લોગમાં આ માહિતી આપી છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે આ શો ટૂંક સમયમાં જ ઓફ એર થવા જઈ રહ્યો છે. બિગ બીએ કહ્યું છે કે કેબીસીનું શૂટિંગ ટૂંક સમયમાં સમાપ્ત થવાનું છે. ઉપરાંત અમિતાભે કહ્યું કે તેઓ અલગ-અલગ વ્યક્તિઓ અને સેલિબ્રિટીઓથી પ્રેરિત થયા છે. KBC એસોસિએશન પુનરાગમનની ભાવના લાવે છે. ક્રૂ અને કાસ્ટ ટૂંક સમયમાં રૂટિનમાં શૂન્યતા અનુભવશે. ગુડબાય કહેવા જેવું લાગે છે પરંતુ અમે ખૂબ જ ટૂંક સમયમાં ફરીથી સાથે થઈશું.

જ્યારે અભિનેતાએ કહ્યું કે આ શો દરમિયાન મને ઘણું શીખવા મળ્યું. ઘણા લોકો આવ્યા જેમણે સમાજ અને દેશ માટે યોગદાન આપ્યું. અમે વસ્તુઓને ધ્યાનમાં લઈને અને પોતાને બહેતર બનાવવાનો પ્રયાસ કરીને પાછા ફરીએ છીએ. અમિતાભ બચ્ચનની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે આ શો થોડા દિવસોમાં જ બંધ થઈ જશે.

અમિતાભ બચ્ચને 2000માં કેબીસીની પ્રથમ સિઝનથી લઈને 2007માં ત્રીજી સિઝન સિવાય તમામ સિઝન હોસ્ટ કરી છે. તમને જણાવી દઈએ કે કેબીસીની સીઝન 14 બચ્ચન પરિવાર માટે ખૂબ જ ખાસ હતી. કારણ કે આ સિઝનમાં અમિતાભે પરિવાર સાથે તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ! ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં થઈ શકે છે માવઠું

0

Great news for Gujarat farmers

  • ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે.

એક તરફ ધીરે ધીરે શિયાળાની (winter) શરૂઆત થઈ ચૂકી છે. અને ત્યાં બીજી તરફ કાળા ડિબાંગ વાદળો ગુજરાતના આકાશને ઘેરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહીને પગલે હાલ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં (South Gujarat Zone) અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદ વરસી શકે છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ક્મોસમી વરસાદ પડી ચૂક્યો હતો. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન ‘માંડૂસ’ના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી સતત વધી રહી છે. પહાડી રાજ્યોથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ઠંડી વધી છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બગડતા હવામાનને જોતા તમામ માછીમારોને પણ એલર્ટ રહેવા અને દરિયા તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

હિમવર્ષાને કારણે પર્વતીય રાજ્યોમાં મુશ્કેલી :

પહાડી રાજ્યોમાં ઠંડી સતત વધી રહી છે. હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે. ઉત્તરાખંડના ઉંચા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે જ સમયે જમ્મુ અને કાશ્મીરના મધ્ય અને ઉચ્ચ વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.

ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે. તે જ સમયે, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :-

શપથગ્રહણમાં પૂનમ માડમ કાર્યક્રમમાં ખુરશી માટે વલખા તો શંકર ચૌધરીની રોયલ એન્ટ્રી

0

Valkha then Shankar Chowdhury

  • સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગઈ કાલે તા.૧૨ના રોજ સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) અને તેમના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વડાપ્રધાનથી (Prime Minister) માંડીને અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ ઉપરાંત તમામ ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજર હતા.

જો કે જામનગર ઉત્તર બેઠકના ઉમેદવાર રીવા જાડેજા સભા સ્થળે પહોંચ્યા ત્યારે તેને બેસવા માટે જગ્યા જ મળી નહોતી. જેના કારણે સભામાં ફાંફાં મારતા જોવા મળ્યા હતા. આ દરમિયાન અનેક લોકો રીવા જાડેજા પાસે આવીને સેલ્ફી લેવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.

કાર્યક્રમમાં અનેક નેતાઓ હાજર હતા :

બીજી તરફ આવી જ ઘટના સભાસ્થળ પર હાજર અન્ય નેતાઓને પણ થઇ હતી. જેમાં સાંસદ પૂનમ માડમને પણ જગ્યા માટે ફાંફાં મારવા પડ્યા હતા. આ ઉપરાંત કરશન સોલંકીને પણ બેસવા માટે જગ્યા શોધવામાં તકલીફ પડી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ પણ ખુરશી શોધતા દેખાયા હતા. જો કે કેટલાક દબંગ નેતાઓ પણ હતા કે જેમને આવતાની સાથે ન માત્ર જગ્યા મળી ગઈ. પરંતુ કાર્યકરોએ તેના નામના તથા ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. શંકર ચૌધરી આવતાની સાથે જ કાર્યકર્તાઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. સેલ્ફી માટે પડાપડી કરી હતી.

અનેક ધારાસભ્યો પોતાની ખુરશી માટે દોડાદોડી કરી :

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા પણ ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મોહનસિંહ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. ચૂંટણી પૂર્વે જ તેઓ ભાજપમાં જોડાયા હતા. જો કે તેઓને સ્વાસ્થય અંગેની અનેક તકલીફો હોવા છતા પણ તેઓ કાર્યક્રમમાં જોડાયા હતા.

આ પણ વાંચો :-

સોશિયલ મીડિયાના પ્રેમમાં અંધ બની જૂનાગઢની યુવતી, યુવકના કહેવાથી માતા-પિતાને ઘેન ગોળી ખવડાવી…. 

A girl from Junagadh became blind in love

  • જૂનાગઢની યુવતીને બરેલીના યુવકે છેતર્યાની વિગતો ખુલી. દુબઈમાં બે હોટેલ હોવાની વાતોથી યુવતીને કરી પ્રભાવિત કરી હતી. ઈન્ટાગ્રામમાં સંપર્ક થયા બાદ યુવતીને બરેલી બોલાવાઇ

રાજ્યમાં સાયબર ક્રાઈમના (Cybercrime) ગુના વધતા હોય તેવું જણાઈ રહ્યું છે. જૂનાગઢની યુવતી સાથે સોશ્યલ મીડિયાની એપ ઈન્સ્ટાગ્રામના (Instagram) માધ્યમથી મિત્રતા કેળવી તેણે પોતાનો પરિચય દુબઈમાં હોટેલ મલાઇકના પુત્ર તરીકેનો આપી દુબઈ (Dubai) લઈ જવાની લાલચ અપાઈ બરેલી બોલાવી તેના ખર્ચે જલસા કરવાના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ તેની સાથે તે યુવતીને પણ પકડી લેવામાં આવી છે.

ઈન્ટાગ્રામમાં દુબઈની લાલચમાં યુવતીને ફસાવી :

જૂનાગઢના મરાઠી પરિવારની યુવતીને દુબઈના બિઝનેશમેન તરીકે ઓળખ આપનારા રાહતએહમદ નામનો શખ્સ બરેલીમાં વાહન ચાલવાનો ધંધો કરે છે અને તે થોડા વર્ષો પહેલા દુબઈમાં પણ કાર ચલાવવાનું કામ કરતો હતો ત્યાંથી ભારત પરત આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયામાં જૂનાગઢની યુવતીને ફસાવી તેના ખર્ચે બરેલી બોલાવી હતી. દુબઈમાં બે હોટેલ હોવાની વાતો કરી યુવતીને તેણે પ્રભાવિત કરી હતી. યુવતીના માતા-પિતાને ઉંઘાડવા માટે ત્યાંથી ઘેનની ગોળીઓ પણ મોકલાવી હતી.

આરોપીએ પૈસા પડાવ્યા :

પોલીસે રાહતએહમદના કબ્જામાંથી રૂ. 1 લાખ 70 હજાર જે યુવતીના પિતાના એકાઉન્ટમાંથી ઉપાડવામાં આવ્યા હતા તે કબજે કર્યા છે બાકીના રૂ. 75 હજાર ક્યાં ખર્ચવામાં આવ્યા તેની તપાસ શરુ કરવામાં આવી રહી છે.

પોલીસે આરોપીની કરી ધરપકડ :

જૂનાગઢ પોલીસે બરેલી રાહતએહમદ નફીસએહમદ નામના શખ્સની ધરપકડ કરી છે સાથે જૂનાગઢની યુવતીને પણ બરેલીથી જૂનાગઢ લાવી તપાસ શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

અંડરગ્રાઉન્ડ દેવાયત ખવડ ધરપકડથી બચવા હવાતિયા, રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, જાણો કેસ

Underground Devayat Khawad applied

  • અંડરગ્રાઉન્ડ દેવાયત ખવડ ધરપકડથી બચવા હવાતિયા. ધરપકડથી બચવા રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી. મયુરસિંહ રાણા પર દેવાયત સહિત સાથીઓએ કર્યો હતો હુમલો.

રાજકોટમાં મયુરસિંહ રાણા નામનાં યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની (Devayat Khavad) શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ (Devayat Khavad) સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તે ત્યાંથી પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી છે.

દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી :

રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા પર દેવાયત સહિત તેના સાથીઓએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, એ-ડિવિઝન પોલીસ હજુ  સુધી દેવાયત ખવડને શોધી શકી નથી.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ પક્કડથી દૂર દેવાયત ખવડ  :

હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો.

આ પણ વાંચો :-

હવે FasTag ની જરૂર નથી, હવે આ રીત લેવામાં આવશે Toll Tax ! સ્કેન થઈને ખાતામાંથી કપાઈ જશે પૈસા

0

Now FasTag is not needed

  • કેન્દ્ર સરકાર હવે હાઈવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યાએ કેમેરા આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કપાઈ જશે.

દેશમાં જલદી જ ટોલ ટેક્સ (Toll tax) લેવાની રીત બદલાવવા જઈ રહી છે. હાલ ટોલ કલેક્શન માટે દેશભરમાં FASTag નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે કેન્દ્ર સરકાર (Central Govt) હવે હાઇવે પર ટોલ પ્લાઝાને ખતમ કરવા પર વિચાર કરી રહી છે. તેની જગ્યા કેમેરાઅ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ (Toll Collection System) લાગૂ કરવામાં આવશે. આ પ્રોસેસર અંતગર્ત ગાડીઓની નંબર પ્લેટ સ્કેન કરીને સીધા બેંક એકાઉન્ટમાં ટોલ કાપી લેવામાં આવશે. આ કેમેરાને ઓટોમેટિક નંબર પ્લેટ રીડર (ANPR) કેમેરાના નામેથી ઓખવામાં આવશે.

કેમ બદલાઇ રહી છે ટોલ ટેક્સ સિસ્ટમ :

રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) નો દાવો છે કે આ કેમેરાને લગાવવાથી ટોલ પ્લાઝા પર વાહનોનો વેટિંગ પીરિયડ ઓછો થઇ જશે. હાલ દેશમાં લગભગ 97 ટકા ટોલ કલક્શન FASTag દ્વારા થઇ રહ્યું છે. તેમછતાં પણ ટોલ પ્લાઝા પર જામ લાગી જાય છે. તો આવો જાણીએ જલદી જ લાગૂ થનારા ટોલ કલેક્શન સિસ્ટમ વિશે :

કેવી રીતે કામ કરશે ANPR?

રોડ મંત્રાલયનું કહેવું છે કે દેશભરના તમામ હાઇવે પરથી ટોલ પ્લાઝાને હટાવી દેવામાં આવશે. ટોલ પ્લાઝાની જગ્યાએ ANPR લગાવવામાં આવશે. જે વાહનની નંબર પ્લેટને વાંચશે અને બેંક એકાઉન્ટમાંથી ટોલ ટેક્સ કાપી લેશે. હાઇવેના એન્ટ્રી અને એક્ઝિટ પર કેમેરાને સ્થાપિત કરવામાં આવશે. સિસ્ટમ નંબર પ્લેટનો ફોટો લઇને એડ્રેસ અને અંતર વિશે જાણી લેશે અને તે મુજબ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે.

ચલાવવામાં આવી રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ :

કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે સરકાર તેને ટેસ્ટિંગ માટે એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહી છે. આ સિસ્ટમનો એ પણ ફાયદો થશે કે વાહનોના અંતરના આધારે ટોલ લેવામાં આવશે. ગડકરીનું માનીએ તો આ નવી ટેક્નોલોજીથી બે ફાયદા મળી શકે છે-ટોલ બૂથ પર ટ્રાફીકની બેરોકટોક અવરજવર અને ઉપયોગ અનુસાર ચૂકવણી.

આ પણ વાંચો :-

FIFA World Cup 2022 માં આ ફૂટબોલ સ્ટારની પત્નીએ પાથર્યો જાદૂ, શરીર પર ટેટૂ જોઈ ફેન્સ થાય ફીદા

In FIFA World Cup 2022

  • ફીફા વર્લ્ડ કપમાં ખેલાડીઓની સાથે-સાથે તેમની પાર્ટનર્સ પણ ખૂબ ચર્ચામાં રહી. આ યાદીમાં ફ્રાંસની ટીમના ખેલાડી થિયો હર્નાડેઝની વાઈફ જો ક્રિસ્ટોફોલી પણ સામેલ છે. ક્રિસ્ટોફોલી પોતાના ટેટૂને લઈને ખૂબ ચર્ચામાં છે. તેમણે શરીરના મોટાભાગ પર ટેટૂ બનાવ્યા છે.

થિયો હર્નાડેઝની (Theo Hernandez) વાઈફ ક્રિસ્ટોફોલી ઈન્સ્ટાગ્રામમોડલ અને બ્લોગર છે. તમને જણાવી દઈએ કે ક્રિસ્ટોફોલીને ટેટૂ મોડલ પણ કહેવામાં આવે છે.

ફ્રાંસની ટીમ ફીફા વર્લ્ડ કપ 2022 સુપર-16 માં જગ્યા બનાવનાર પ્રથમ ટીમ હતી. આ દરમિયાન ક્રિસ્ટોફોલી ફ્રાંસની તમામ મેચમાં મેદાન પર જોવા મળી હતી.

26 વર્ષની જો ક્રિસ્ટોફોલીના આર્ઝેટીની ખેલાડી સર્જિયો અગુએરો (Sergio Aguero)સાથે પણ અફેરની ચર્ચા રહી ચૂકી છે. વર્ષ 2018 દરમિયાન આ બંનેને એક ક્લબની બહાર સાથે જોવા મળી હતી.

ક્રિસ્ટોફોલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર 1.1 મિલિયનથી વધુ ફોલોવર્સ છે. તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝ ફેન્સની વચ્ચે ખૂબ છવાઈ જાય છે.

આ પણ વાંચો :-

મોજા પહેરી સુવાથી થાય છે ઘણા ફાયદા, પરંતુ આ એક ભૂલ પડી શકે છે ભારે

There are many benefits to sleeping with

  • શિયાળામાં ઘણા લોકો મોજા પહેરીને સુવે છે. મોજાના ઘણા ફાયદા છે, પરંતુ મોજાને પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

શિયાળાના (winter) દિવસોમાં ઠંડીના કહેરથી બચવા માટે મોટાભાગે લોકો મોજા પહેરીને સુવે છે. મોજા પગના તળિયાને ગરમ રાખે છે. આ ઉપરાંત મોજા પહેરીને (wearing gloves) સુવાના ઘણા ફાયદા થાય છે. પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. મોજા પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્ય પર ભારે સાબિત થઇ શકે છે. આવો જાણીએ મોજા પહેરીને સુવાના શું છે ફાયદા અને નુકસાન.

ઠંડી રહેશે દૂર :

મોજા પહેરીને સુવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. મોજા પહેરવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે. આ શરીરને ગરમ કરે છે. શિયાળાની ઠંડીના લીધે જલદી ઉંધ આવવી મુશ્કેલ હોય છે, પરંતુ મોજા પહેરીને સુવાથી શરીર ગરમ થાય છે અને જલદી ઉંઘ આવે છે.

સ્ટીફનેસમાંથી મુક્તિ :

ઠંડીના લીધે હાથ-પગ અકડાઇ જાય છે. તેના લીધે શરીર સુન્ન થઇ જવાની ફરિયાદ જોવા મળે છે. મોજા પહેરીને સુવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ રેનોડ સિંડ્રોમને ઓછું કરવામાં મદદ કરે છે.

ફાટેલી એડીઓ ઠીક કરે :

મોજા પહેરીને સુવાથી પગ ધૂળ અને હવાથી દૂર રહે છે. આ પ્રકારે સુવાથી પગને ફાટાતાં બચાવી શકાય છે. જો તમારી એડીઓ ફાટેલી રહે છે તો પગમાં ક્રીમ અથવા મોઇસ્ચરાઇઝર લગાવી ને મોજા પહેરો. પગ ફાટવાનું બંધ થઇ જશે અને એડીઓ મુલાયમ રહેશે.

ન કરો આ ભૂલ :

મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા છે. પરંતુ એક ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મોજા જો તમને ટાઇટ રહે છે તો તેનાથી બ્લડ ફ્લોમાં ઘટાડો આવી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત મોજા પહેરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે મોજા સ્વચ્છ હોય. ગંદા મોજા પગને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો :-

13 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોનો મંગળવાર રહેશે શુભ

13 December 2022 Horoscope Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમાં તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો  સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

‌મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહ
રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાવ એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃ‌શ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-