Home Blog Page 1225

ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે અથડામણ, જાણો કેમ બિચક્યો મામલો

0

Clash between supporters of Madhu Srivastava and Dharmendrasinh Vaghela

  • જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.

વડોદરાના (Vadodara) જેસીંગપૂરા બાદ હવે દશરથ ગામથી જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. દશરથ ગામે ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના (Dharmendra Singh Vaghela) સમર્થકો સામ સામે આવી જતા મામલો ગરમાયો હતો. દશરથ ગામમાં બે પાડોશી મહિલાઓ વચ્ચે ટીખળ થતા મામલો બિચક્યો હતો. વાઘોડિયા બેઠકના બે અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે થયેલી અથડામણમાં અનેક લોકોને પહોંચી ઈજા છે. છાણી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ પહેલા જેસીંગપૂરા ગામે થઈ હતી અથડામણ :

વડોદરા જિલ્લાની 5 બેઠકોમાંથી 4 પર ભાજપે જીત મેળવી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપ-કોંગ્રેસ-બળવાખોરને ઘર ભેગા કર્યા હતા. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ હતી. જ્યારે મધુ શ્રીવાસ્તવ પણ હારી ગયા હતા.

વાઘોડિયા બેઠક પર ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીતના સમાચાર મળતા જ પરિણામના દિવસે તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન વડોદરાના જેસીંગપૂરા ગામ વિજય સરઘસમાં ફટાકડા ફોડવા બાબતે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના સર્મથકો સામ-સામે આવી ગયા હતા.

પોલીસે ગોઠવી દીધો ચુસ્ત બંદોબસ્ત :

શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી જતાં પોલીસની ટીમો દોડતી થઈ હતી. પોલીસે તાત્કાલિક જેસીંગપૂરા ગામે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધી હતો. આ મામલે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવના જૂથો દ્વારા સામ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બંને જૂથોમાંથી કુલ 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા :

આપને જણાવી દઈએ કે, ભાજપે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી હતી. જેના પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઝંપલાવ્યું હતું. કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે ધમેન્દ્રસિંહ વાઘેલા પણ અપક્ષ લડ્યા હતા. જેના પગલે મતો વહેંચાયા હતા જેનો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો હતો અને ધમેન્દ્ર સિંહ વાઘેલા 77,905 મતે વિજય થયા હતા. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને 63899 મતો મળ્યા હતા.

આ પણ વાંચો :-

લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, દેખાશો એકદમ સુંદર

Include these things in the diet

  • દરેક છોકરી ઇચ્છે છે કે તે લગ્નના દિવસે સૌથી સુંદર દેખાય. એવામાં છોકરીઓ પાર્લરમાં કલાકો પસાર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે મોંઘી ટ્રીટમેન્ટ ઉપરાંત પોતાની ડાયટમાં ફેરફાર લાવીને પણ પોતાની સુંદરતાને વધારી શકો છો?

દહીં (curd) ડાયજેશનને ઠીક કરવાનું કામ કરે છે. તો બીજી તરફ સ્કીન માટે પણ દહી ખૂબ જ ફાયદાકારક હોય છે. એવામાં જો તમારા લગ્ન થવાના છે તો તમે તમારા ડાયટમાં દહીંને સામેલ કરો.

લીલી શાકભાજીઓમાં એન્ટીઓક્સીડેન્ટ ભરેલા હોય છે જે સ્કીનને હેલ્ધી રાખવા માટે ફાયદાકારક હોય છે. એવામાં તમે ધાણા, પાલક, બ્રોકલી, પાલકને ડાયટમાં સામેલ કરો.

હળદર ચહેરાના દાગ ધબ્બાને ઓછા કરવાની સાથે-સાથે સ્કિનને ગ્લોઇંગ પણ બનાવે છે. તમે તેને દૂધ સાથે મિક્સ કરી શકો છો.

બદામમાં ભરપૂર માત્રામાં વિટામિન ઇ અને ફાસ્કોરસ વગેરે મળી આવે છે જે હેલ્ધી રાખવાની સાથે તેમાં હાજર વિટામિન ઇ સ્કીનને ગ્લોઇંગ બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો :-

હવેથી આટલા વાગ્યે ખુલશે સ્કૂલ : આ કારણોસર તંત્રએ લીધો નિર્ણય

0

Schools will open at this time

  • રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં અમદાવાદની સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપ્રાથમિક શિક્ષિણ સમિતિની શાળાઓના સમયમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો 35 મિનિટ મોડી શરૂ કરાશે.

સવાર પાળી સવારે 7.55 વાગ્યે શરુ થશે 

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવારની પાળી સવારે 7.55 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરની પાળીની સ્કૂલો બપોરે 12.35 વાગ્યે શરૂ થશે. એટલે કે બંને પાળી 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. ઠંડીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્તમ-લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રીનું અંતર :

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં ધૂપ-છાંયોનું વાતાવરણ રહેવાની સાથે ઠંડીનો પારો 19થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. આગામી 24 કલાક અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

માવઠાની આગાહી :

ઠંડીના માહોલ વચ્ચે અનેક જિલ્લામાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-

IPL 2023 : આ બે ખેલાડી આઈપીએલ ઓક્શનમાં થશે માલામાલ, કરોડોમાં લાગશે બોલી !

0

IPL 2023: These two players will be

  • આઈપીએલ 2023 ના ઓક્શનમાં ટીમ ઈન્ડીયામાંથી બહાર કરવામાં આવેલા બે ખેલાડી માલામાલ થઇ શકે છે. આ બંને ખેલાડીની બેસ પ્રાઈસ 1 કરોડ રૂપિયા છે.

ઈન્ડીયન પ્રીમિયર લીગ 2023 (Indian Premier League 2023) માટે બીસીસીઆઇએ પોતાની તૈયારીઓ પુરી કરી લીધી છે. 23 ડિસેમ્બરના રોજ કોચ્ચિમાં કુલ 405 ખેલાડીઓની કિસ્મતનો ફેંસલો થશે. આ ઓક્શનમાં 273 ભારતીય ખેલાડી અને 132 વિદેશી ખેલાડી ભાગ લેશે. ખાસ વાત એ છે કે આ 405 ખેલાડીઓની યાદીમાં ફક્ત 2 જ ભારતીય એવા છે જેની બેસ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે. આ બંને ખેલાડી હાલ ટીમ ઈન્ડીયામાંથી (Team India) બહાર છે.

1 કરોડની બેસ પ્રાઈસમાં ફક્ત 2 ભારતીય ખેલાડી :

આઈપીએલ 203 ના ઓક્શમાં 10 ફ્રેંચાઇઝીઓની પાસે કુલ 87 સ્લોટ જ બાકી છે, એટલે કે તમામ 10 ટીમોને મિક્સ કરીને 87 ખેલાડીઓ ખરીદવાના છે. આ વખતે સૌથી વધુ 2 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસમાં કુલ 19 ખેલાડી છે. આ તમામ વિદેશી છે.

ત્યારબાદ 1.5 કરોડની બેસ પ્રાઈસમાં 11 ખેલાડી સામેલ છે અને 1 કરોડના બેસ પ્રાઈસમાં 20 ખેલાડીના નામ છે. આ 20 માંથી ભારતના 2 ખેલાડી જ સામેલ કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ છે કે આ બંનેમાંથી જે ખેલાડી પર પણ બોલી લાગશે તેનું કરોડપતિ બનવું પાકુ છે. આ બે ખેલાડી મનીષ પાંડે અને મયંક અગ્રવાલ છે.

ગત સિઝનમાં કેપ્ટન તરીકે મળ્યું હતું સ્થાન :

આઈપીલ 2023 (IPL 2023) પહેલાં પંજાબ કિંગ્સ (Punjab Kings)એ મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને કેપ્ટનપદેથી દૂર કર્યા છે. નકી કેપ્ટનશિપમાં ટીમ વધુ સફળ ન રહી. એટલા માટે તેમની જગ્યાએ આગામી સિઝનમાં શિખર ધવન (Shikhar Dhawan) કેપ્ટનશિપ કરતાં જોવા મળશે.

મયંક અગ્રવાલે ભારત માટે હજુ સુધી કુલ 21 ટેસ્ટ મેચ રમ્યા છે. મયંકના નામ આ મેચોમાં 41.33 ની સ્રેરાશથી 1488 રન બનાવ્યા છે. પરંતુ મયંકને આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ છેલ્લે ટીમમાં સ્થાન મળ્યું હતું.

આ પણ વાંચો :-

ભૂલથી પણ ન કરતા આ ભૂલ નક્કર તમારું સીમકાર્ડ જ તમને જેલ ન પહોંચાડી દે

Don’t make this mistake by mistake

  • સિમ કાર્ડ ફ્રોડ હોય કે સિમ કાર્ડ સ્વેપિંગ, આ એવી સામાન્ય બાબતો છે જેના વિશે આપણે બધાએ સાંભળ્યું છે.

સિમ કાર્ડ ફ્રોડ (SIM card fraud) હોય કે સિમ કાર્ડ સ્વેપિંગ, આ એવી સામાન્ય બાબતો છે જેના વિશે આપણે બધાએ સાંભળ્યું છે. પરંતુ આ હોવા છતાં ઘણી વખત આપણે કેટલીક ભૂલો કરીએ છીએ જે પછીથી મુશ્કેલી ઊભી કરી શકે છે. આવો અમે તમને જણાવીએ કે તમારે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

સિમ કાર્ડ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે પરંતુ શું તમે જાણો છો કે સિમ કાર્ડ તમને જેલમાં પણ જવું પડી શકે છે. જો તમારો જવાબ ના હોય તો આજે આ આર્ટીકલમાં અમે તમને એ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જો તમારે જેલમાં જવું ન હોય તો સિમ કાર્ડનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

સૌથી પહેલી વાત એ છે કે તમારું સિમ કાર્ડ કોઈપણ ખોટા વ્યક્તિના હાથમાં ન આવવા દો, જો આવું થાય તો કોઈ પણ વ્યક્તિ તમારા કાર્ડનો દુરુપયોગ કરી શકે છે અને અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી શકે છે. જો તમારા નંબરથી  કોઈ છેતરપિંડી કરવામાં આવે છે. તો તમારે જેલ જવું પડી શકે છે.

ક્યારેય તમારૂ સિમ કાર્ડ અન્ય વ્યક્તિને ન આપો. કૃપા કરીને કહો કે ડુપ્લિકેટ સિમ કાર્ડ તૈયાર કરીને અથવા સિમ કાર્ડનો ક્લોન બનાવીને તમારા નંબરનો ખોટા કામમાં ઉપયોગ થઈ શકે છે.

જો તમારી પાસે એક્સ્ટ્રા સિમ કાર્ડ છે, જેને તમે ક્યાંક મુકીને ભૂલી ગયા છો, તો આ ભૂલ ન કરો કારણ કે જો તમારું સિમ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી ગયું તો તમારો નંબરનો કોઈ ખોટી પ્રવૃતિમાં પણ ઉપયોગ થઈ શકે છે. જેના કારણે જેલ થઈ શકે છે.

ધારો કે જો તમારું સિમ કાર્ડ કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય અને તે તમારા નંબરનો દુરુપયોગ કરે, જો તે કોઈ વ્યક્તિને ધમકીભર્યા મેસેજ કે કોલ વગેરે કરે, તો જો તમે ફરિયા ન કરી હોય તો. સિમ કાર્ડ ખોવાઈ જવા વિશે, તો તમારે જેલમાં જવું પડી શકે છે.

આ પણ વાંચો :-

જાણો ગુજરાત સરકારના કેટલાં મંત્રીઓ છે કરોડપતિ? તો  કેટલાં મંત્રી ઓછું ભણેલાં ? જાણો કેટલાં મંત્રીઓ સામે છે ગુનો દાખલ

0

Know how many Gujarat government ministers are millionaires

  • ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.

ગુજરાતની (Gujarat) જનતાએ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો જીતાડીને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. આજે ભૂપેન્દ્ર સરકારના (Bhupendra Govt) નવા મંત્રી મંડળના સભ્યોએ સત્તાવાર રીતે પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે.

ત્યારે આ મંત્રીઓમાં કેટલાં મંત્રીઓ કરોડપતિ છે? કેટલાં મંત્રીઓ ઓછું ભણેલાં છે અને કેટલાં મંત્રીઓ સાથે પોલીસ કેસ થયેલો છે અને ગુનો દાખલ થયેલો છે આ તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જોકે, અહીં આપવામાં આવેલી તમામ માહિતી આ ધારાસભ્યોએ પોતે જ પોતાના એફિડેવિટમાં આપેલી વિગતોના આધારે લેવામાં આવી છે.

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે જ 16 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. આ નવનિયુક્ત મંત્રીમંડળમાં લગભગ 24 ટકા ગુનાકિય પૃષ્ઠભૂમિવાળા મંત્રીઓ છે. આ મંત્રીઓમાંથી એકની સામે ગંભીર ગુનાઓનો આરોપ છે. આ ઉપરાંત મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે.

ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.

ગુનાહિત ઈતિહાસ ધરાવતા મંત્રીઓ –

ભૂપેન્દ્ર પટેલ સરકારના 17 મંત્રીમાંથી 4 મંત્રી એટલે કે 24% મિનિસ્ટર્સ સામે ગુના દાખલ થયેલા છે. આ વિગત તેમના સોગંદનામા મુજબ જણાવવામાં આવી છે. આ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પરષોત્તમ સોલંકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ગુના ધરાવતા મંત્રી 1 છે એટલે કે 6% છે. આ યાદીમાં એકમાત્ર પરષોત્તમ સોલંકીનું નામ આવે છે જેમની સામે IPC 420, IPC 467 અને IPC 477 હેઠળ કેસ નોંધાયેલા છે. જૂના મંત્રીમંડળમાં 7 મંત્રીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા જેમાંથી 3 લોકો ઉપર ગંભીર ગુનાઓ દાખલ હતા.

શૈક્ષેણિક વિગત –

ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શિક્ષણની વાત કરીએ રિપોર્ટ મુજબ 17માંથી 6 મંત્રી એટલે કે 35% મંત્રીઓ 8થી 12 ધોરણ સુધી પાસ છે. જ્યારે મંત્રીમંડળના 47 ટકા એટલે કે 8 મંત્રી ગ્રેજ્યુએટ છે, અથવા તેથી વધુ શિક્ષણ ધરાવે છે. જ્યારે માત્ર 3 મંત્રી જ એટલે ક 18% મિનિસ્ટર્સ ડિપ્લોમા હોલ્ડર છે.

17માંથી 16 મંત્રીઓ કરોડપતિ –

આ રિપોર્ટમાં મંત્રીઓની ગુનાકિય વિગત ઉપરાંત આર્થિક પૃષ્ભૂમિની વિગત પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે. મંત્રીઓની સરેરાશ સંપત્તિ 32.70 કરોડ છે. જેમાંથી સૌથી માલદાર મંત્રી બળવંતસિંહ રાજપૂત છે, જેમની પ્રોપર્ટીની કિંમત 372 કરોડ 65 લાખથી વધુ છે. માત્ર એક મંત્રી અને દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડની મિલકત સૌથી ઓછી છે. મંત્રીની અચલ સંપત્તિ 92.85 લાખ છે.

ઉંમરની વિગત –

આ ઉપરાંત મંત્રીમંડળમાં 3 મંત્રી એટલે કે 18%ની ઉંમર 31થી 50 વર્ષ ઉંમરની છે, જ્યારે 14 મંત્રી એટલે કે 82% મંત્રીઓની ઉંમર 51થી 80 વર્ષની વચ્ચે છે. એટલે કે મંત્રીમંડળમાં અનુભવી અને વૃદ્ધ બંનેનો સમાવેશ કરાયો છે.

(નોંધ : આ વિશ્લેષણ ઉમેદવારોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પંચ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં આપેલી માહિતીના આધારે છે.)

આ પણ વાંચો :-

14 ડિસેમ્બર 2022, આજનું રાશિફળ : આ રાશિના જાતકોને લક્ષ્મીજીની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

December 14, 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ
દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે. ત્યારબાદ મોજશોખ આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિંતા સતાવશે. અગત્યના કાર્યો સાવધાનીપૂર્વક કરવા. દામ્પત્યસુખ અંગે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ
હાજરજવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઈક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાતનો ભોગ બન બનાય એનું ધ્યાન બને છે. વિશ્વાસનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

કર્કઃ
આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ
માનસિક ટેન્શન રહે. સ્વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો થતો જણાય.

કન્યાઃ
આવકનું પ્રમાણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથે આપતું જણાય. માતાની સાથે વાદવિવાદ સંભવે. ધંધા-નોકરીમાં શાંત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ
દિવસ દરમિયાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલત્વી રાખવા. પિતા સાથે મતભેદ થાય અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારું રહે.

વૃશ્ચિકઃ
નાના ભાઈ બહેનોની ચિંતા સતાવે. કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પ્રક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતુઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ
આજે આરોગ્યમાં સુધારો થતો જણાય. પરંતુ થોડી માનસિક અશાંતિ રહે. મોડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી-ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ
માનસિક શાંતિ, આનંદ-ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થ્ય સારું રહેતું જણાય.

કુંભઃ
આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે, શરદી-ખાંસી રહે. આઈસ્ક્રીમ, ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિકયાત્રા થાય.

મીનઃ
નાના ભાઈ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં ધ્યાન રાખવું. સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થીમિત્રોને સફળતા મળે. હાડકાની સંભાળ રાખવી.

આ પણ વાંચો :-

શાહરૂખ ખાનને છોકરાને ઉતારયો અંગ્રેજી દારુના ધંધામાં, સોશિયલ મીડિયા પર કર્યું એલાન

Shah Rukh Khan took the boy

  • બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને દુનિયાની સૌથી મોટી દારુની કંપની એબી ઇનબેવ સાથે કરાર કર્યો છે.

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) હવે વિદેશી દારુના ધંધામાં ઉતર્યો છે. આર્યનખાને વિશ્વની સૌથી મોટી લિકર કંપની એબી ઈનબેવના ભારતીય યુનિટ સાથે જોડાણ કર્યું છે.

ડી’યાવોલ નામની વોડકા વેચશે  :

રિપોર્ટ અનુસાર 25 વર્ષીય આર્યન ખાન પોતાના બિઝનેસ પાર્ટનર્સ સાથે મળીને ભારતમાં પ્રીમિયમ વોડકા બ્રાન્ડ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આર્યન ખાને પણ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાહેરાત કરી છે. તેઓ જે વોડકા બ્રાન્ડ લોન્ચ કરે છે તેનું નામ ડી’યાવોલ છે. જેને તે પોતાના પાર્ટનર બંટી સિંહ અને લેટ્ટી બ્લાગોવા સાથે લોન્ચ કરશે.

આર્યન ખાને  ડી’યાવોલના ફોટા શેર કર્યાં  :

આર્યન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડી’યાવોલના લોગો સાથેના ફોટા પણ શેર કર્યા છે. તેણે બે ફોટો મૂક્યા છે. જેમાં એકમાં તે એકલો જોવા મળે છે, જ્યારે બીજામાં તે પોતાના પાર્ટનર્સ સાથે જોવા મળે છે. તેણે આ તસવીરોને કેપ્શન આપ્યું હતું કે, ‘આ માટે લગભગ પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો છે. ડી’યાવોલ છેવટે અહીં આવી ગયો છે…’ આ પોસ્ટ પર યુઝર્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.

રમ અને વ્હિસ્કી પણ વેચશે  :

આર્યન ખાન દ્વારા અલ્ટ્રા-પ્રીમિયમ વોડકા બ્રાન્ડ ડિવોલ (ડી’યાવોલ) લોન્ચ કર્યા પછી આ એબીને ઈનબેવ દ્વારા વેચવામાં આવશે અને તેનું વિતરણ કરવામાં આવશે. આ પછી તેઓ વ્હિસ્કી અને રમ જેવા બ્રાઉન સ્પિરિટ્સ લોન્ચ કરવાની પણ યોજના ધરાવે છે.

આ પણ વાંચો :-

બાંગ્લાદેશ સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર, આ ખેલાડીને બહાર બેસવાનો વારો આવી શકે છે 

0

There may be a big change in Team India

  • ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ બુધવારથી ચટ્ટોગ્રામમાં બુધવારે રમાશે. સવાલ એ છે કે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન ટીમની સાથે ઉતરશે.

ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચે બુધવારથી ચટોગ્રામમાં પ્રથમ ટેસ્ટ રમાશે. આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (World Test Championship) તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે.

આ જ કારણ છે કે કેએલ રાહુલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. હવે સવાલ એ છે કે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયા કઈ પ્લેઇંગ ઈલેવન મેદાનમાં ઉતરશે? પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.

શું હશે બોલિંગ કોમ્બિનેશન ? 

સવાલ એ છે કે સારું પ્રદર્શન કરવા આવેલા યુવા ખેલાડીઓને તક મળશે? ટીમ ઈન્ડિયાની બેટિંગ સેટ છે પરંતુ બોલિંગ કોમ્બિનેશન શું હશે? ભારતની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે. ચાલો એક નજર કરીએ.

ઓપનિંગ કરશે રાહુલ-ગિલ :

રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ નહી રમે. તેથી એક વાત સ્પષ્ટ છે કે શુભમન ગિલ કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ગિલે હાલમાં જ ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટેસ્ટમાં પણ ઓપનિંગનો સારો અનુભવ ધરાવે છે. આવી સ્થિતિમાં આ યુવા ખેલાડીએ પ્રથમ ટેસ્ટના કેપ્ટન કેએલ રાહુલને સપોર્ટ કરવો પડશે. વાઈસ કેપ્ટન ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રહેશે.

મિડલ ઓર્ડરમાં કોણ હશે ?

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર વિરાટ કોહલી, શ્રેયસ અય્યરથી લેસ જોવા મળશે. ત્યાં જ ઋષભ પંત વિકેટકીપિંગની આગળની જવાબદારી સંભાળશે. આ ખેલાડી સારા ફોર્મમાં નથી પરંતુ પંતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર છે. તેથી તેની પ્લેઈંગ ઈલેવનમાં રહેવાની ખાતરી છે. કેએસ ભરત અન્ય વિકેટકીપર છે પરંતુ તે બેન્ચ પર બેઠેલા જોવા મળશે.

બોલિંગ કોમ્બિનેશન શું હશે ?

ભારતીય ટીમ પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે, જેમાં અક્ષર પટેલ-આર અશ્વિન પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર ફાસ્ટ બોલિંગનો મોરચો સંભાળશે. શાર્દુલ પણ સારી બેટિંગ કરે છે, આવી સ્થિતિમાં તેની હાજરીને કારણે બેટિંગ વધુ મજબૂત બનશે.

આ 6 ખેલાડીઓ બેન્ચ પર બેસશે :

કુલદીપ યાદવ, કેએસ ભરત, અભિમન્યુ ઈસ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર અને જયદેવ ઉનડકટને તક મળવી મુશ્કેલ છે.

આ પણ વાંચો :-

આવકવેરા ભરનારાઓને લાગી શકે છે લોટરી, આ લોકોએ ટેક્સ નહીં ભરવો પડશે, નાણામંત્રી આ દિવસે કરશે જાહેરાત !

0

Income tax payers may get lottery

  • આવકવેરો મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના દરેક માટે આવશ્યક કર છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. આવો તમને જણાવીએ કે આ વખતે ટેક્સને લઈને સરકારની શું યોજના છે –

આવકવેરો (Income tax) મધ્યમ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના દરેક માટે આવશ્યક કર છે. જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman) આ વખતે મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. જો તમે પણ ટેક્સ ભરો છો અથવા ટેક્સ સ્લેબમાં આવો છો. તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે કેન્દ્ર સરકાર (Central Govt) આ વખતે ટેક્સ સ્લેબમાં કેવા ફેરફારો કરવા જઈ રહી છે. સરકાર 2023માં 1 ફેબ્રુઆરીએ બજેટ (બજેટ 2023) રજૂ કરશે. આવો તમને જણાવીએ કે આ વખતે ટેક્સને લઈને સરકારની શું યોજના છે.

આવક મર્યાદા વધી શકે છે :

હાલમાં 2.50 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. પરંતુ આ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાની યોજના બનાવી રહ્યા છે. એટલે કે આ ફેરફાર પછી જો તમારી આવક 5 લાખ રૂપિયા છે તો તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ચૂકવવો પડશે નહીં.

છેલ્લો ફેરફાર 2014માં થયો હતો :

તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2014માં છેલ્લી વખત આવકવેરાની મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે સમયે આ મર્યાદા 2 લાખ હતી જે વધારીને 2.5 લાખ કરવામાં આવી છે. આ વખતે ફરી આશા છે કે સરકાર લોકસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર આપી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર વ્યક્તિગત કર મુક્તિ મર્યાદા વધારવા પર વિચાર કરી રહી છે.

13 મહિના પછી ચૂંટણી યોજાશે :

મોદી સરકાર 2023માં તેના બીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આગામી વર્ષે બજેટના લગભગ 13 મહિના પછી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તેથી માનવામાં આવે છે કે આ વખતે સરકાર સામાન્ય જનતાને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે.

નાણામંત્રી સીતારમણે સૂચનો માંગ્યા :

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લગતા સૂચનો માંગ્યા હતા કે નવી ટેક્સ વ્યવસ્થામાં સુધારાને કેટલો અવકાશ છે. આ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. તેથી માનવામાં આવી રહ્યું છે કે સરકાર નવી અને જૂની બંને ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરી શકે છે. હાલમાં નવી ટેક્સ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારનો કોઈ ફાયદો નથી.

આ પણ વાંચો :-