અંડરગ્રાઉન્ડ દેવાયત ખવડ ધરપકડથી બચવા હવાતિયા, રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની કરી અરજી, જાણો કેસ

Share this story

Underground Devayat Khawad applied

  • અંડરગ્રાઉન્ડ દેવાયત ખવડ ધરપકડથી બચવા હવાતિયા. ધરપકડથી બચવા રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી. મયુરસિંહ રાણા પર દેવાયત સહિત સાથીઓએ કર્યો હતો હુમલો.

રાજકોટમાં મયુરસિંહ રાણા નામનાં યુવક પર જીવલેણ હુમલો કરવા મામલે દેવાયત ખવડની (Devayat Khavad) શોધખોળ હજી પણ ચાલી રહી છે. મહત્વનું છે કે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો છે. દેવાયત ખવડ (Devayat Khavad) સહિત આરોપી પોલીસ પકડથી દૂર છે. દેવાયત ખવડને ઝડપવા પોલીસ પહેલા રાજકોટના ઘરે અને તેના વતન મુળી દૂધઈ ગામે પહોંચી હતી પરંતુ તે ત્યાંથી પણ મળ્યો ન હતો. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી છે.

દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી :

રાજકોટમાં હુમલો કર્યા બાદ ધરપકડથી બચવા દેવાયત ખવડે આગોતરા જામીનની અરજી કરી છે. દેવાયત ખવડે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. તેમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા પર દેવાયત સહિત તેના સાથીઓએ હુમલો કર્યો હતો. સર્વેશ્વર ચોકમાં હુમલાના CCTV ફૂટેજ બહાર આવ્યા હતા તેમજ અત્રે ઉલ્લેખનીય છે કે, એ-ડિવિઝન પોલીસ હજુ  સુધી દેવાયત ખવડને શોધી શકી નથી.

શું હતો સમગ્ર મામલો ? 

દેવાયત ખવડ અને તેમના સાથીદારોએ થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો.  સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો હતો. આ અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

પોલીસ પક્કડથી દૂર દેવાયત ખવડ  :

હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ચોપડે ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે પોલીસને તેમના ઘરના મેન ગેટ પર તાળુ જોવા મળ્યું હતું અને દેવાયત ખવડનો ફોન પણ  સ્વીચ ઓફ આવી રહ્યો હતો. જેને લઈ હવે પોલીસ દેવાયત ખવડના ગામ દૂધઇ પહોંચી હતી અને ત્યાં પણ તપાસ કરી હતી પરંતુ તે ત્યાં પણ મળ્યો ન હતો.

આ પણ વાંચો :-