There are many benefits to sleeping with
- શિયાળામાં ઘણા લોકો મોજા પહેરીને સુવે છે. મોજાના ઘણા ફાયદા છે, પરંતુ મોજાને પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
શિયાળાના (winter) દિવસોમાં ઠંડીના કહેરથી બચવા માટે મોટાભાગે લોકો મોજા પહેરીને સુવે છે. મોજા પગના તળિયાને ગરમ રાખે છે. આ ઉપરાંત મોજા પહેરીને (wearing gloves) સુવાના ઘણા ફાયદા થાય છે. પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. મોજા પહેરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીતર સ્વાસ્થ્ય પર ભારે સાબિત થઇ શકે છે. આવો જાણીએ મોજા પહેરીને સુવાના શું છે ફાયદા અને નુકસાન.
ઠંડી રહેશે દૂર :
મોજા પહેરીને સુવાથી શરીરનું તાપમાન કંટ્રોલમાં રહે છે. મોજા પહેરવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે. આ શરીરને ગરમ કરે છે. શિયાળાની ઠંડીના લીધે જલદી ઉંધ આવવી મુશ્કેલ હોય છે, પરંતુ મોજા પહેરીને સુવાથી શરીર ગરમ થાય છે અને જલદી ઉંઘ આવે છે.
સ્ટીફનેસમાંથી મુક્તિ :
ઠંડીના લીધે હાથ-પગ અકડાઇ જાય છે. તેના લીધે શરીર સુન્ન થઇ જવાની ફરિયાદ જોવા મળે છે. મોજા પહેરીને સુવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. આ રેનોડ સિંડ્રોમને ઓછું કરવામાં મદદ કરે છે.
ફાટેલી એડીઓ ઠીક કરે :
મોજા પહેરીને સુવાથી પગ ધૂળ અને હવાથી દૂર રહે છે. આ પ્રકારે સુવાથી પગને ફાટાતાં બચાવી શકાય છે. જો તમારી એડીઓ ફાટેલી રહે છે તો પગમાં ક્રીમ અથવા મોઇસ્ચરાઇઝર લગાવી ને મોજા પહેરો. પગ ફાટવાનું બંધ થઇ જશે અને એડીઓ મુલાયમ રહેશે.
ન કરો આ ભૂલ :
મોજા પહેરીને સુવાના ઘણા ફાયદા છે. પરંતુ એક ભૂલ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. મોજા જો તમને ટાઇટ રહે છે તો તેનાથી બ્લડ ફ્લોમાં ઘટાડો આવી શકે છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ ઉપરાંત મોજા પહેરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ કે મોજા સ્વચ્છ હોય. ગંદા મોજા પગને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો :-