HomeScience & Technologyલોન પર ગાડી લેવા માંગતા હોવ તો તમને આ ફોર્મ્યુલાથી થશે મોટો...

લોન પર ગાડી લેવા માંગતા હોવ તો તમને આ ફોર્મ્યુલાથી થશે મોટો ફાયદો !

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

If you want to take a car on loan

  • કાર ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક લોકો એકવારમાં કારની ખરીદી ન કરી શકે તે માટે લોન લેતા હોય છે. લોનથી કાર ખરીદનારાઓ માટે 20-10-4 ફોર્મ્યુલા વરદાન છે. આવો જાણીએ આ વિશે વધુ માહિતી. આ ફોર્મ્યુલા અનુસાર જો તમે કાર ખરીદો છો તો લોનનો વધુ બોજ નહીં પડે. તમે કાર લોન સરળતાથી ક્લિયર કરી શકશો. જો તમે ડાઉન પેમેન્ટમાં 20% વધારો કરો છો.

ઘણા લોકો માટે કાર ખરીદવી સરળ નથી હોતી. કાર ખરીદવા માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક લોકો એકવારમાં કારની ખરીદી ન કરી શકે તે માટે લોન લેતા હોય છે. હવે જે લોન (Loan) લીધી છે. તે પણ ચૂકવવી જરૂરી છે. આ માટે લોનની EMI કરવામાં આવે છે એટલે કે દર મહિને હપ્તાના સ્વરૂપમાં લોન ચૂકવવામાં આવે છે.

હવે જો કોઈ વ્યક્તિ કાર લોન લેતી વખતે સાવચેતી ન રાખે તો તે લીધેલી લોનની ચુકવણી કરતી વખતે તે પરેશાન થઈ શકે છે. તેથી આજે અમે તમને 20-10-4 ફોર્મ્યુલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે લોકો કાર લોન લે છે તેમના માટે આ ફોર્મ્યુલા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખીને કાર લોન લેનારાઓ સરળતાથી માસિક EMI ચૂકવી શકે છે.

શું છે 20-10-4 ફોર્મ્યુલા?

20-10-4 ફોર્મ્યુલા એટલે કે કોઈપણ વાહન ખરીદવા માટે, તેની ઓન-રોડ કિંમતના 20% ડાઉન પેમેન્ટ કરો અને બાકીની રકમ માટે લોન લો. લોન લેતી વખતે, ધ્યાનમાં રાખો કે તેની EMI તમારી માસિક આવકના 10%થી વધુ ન હોવી જોઈએ અને લોનની મુદત મહત્તમ ચાર વર્ષ હોવી જોઈએ. એટલે કે, 20-10-4 ફોર્મ્યુલામાં, 20નો અર્થ છે – 20% ડાઉન પેમેન્ટ (ઓન-રોડ કિંમતના), 10નો અર્થ – માસિક આવકના 10% EMI અને 4નો અર્થ – ચાર વર્ષની લોનની મુદત.

આ ફોર્મ્યુલા અનુસાર જો તમે કાર ખરીદો છો તો લોનનો વધુ બોજ નહીં પડે. તમે કાર લોન સરળતાથી ક્લિયર કરી શકશો. જો તમે ડાઉન પેમેન્ટમાં 20% વધારો કરો છો. તો તમે લોન ચૂકવવામાં વધુ આરામદાયક બનશો. એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ડાઉન પેમેન્ટ (ઓન-રોડ કિંમતના) 20%થી વધુ કરવાનો પ્રયાસ કરો, જેથી લોનની રકમ ઘટાડી શકાય અને EMI પણ ઓછી રાખી શકાય.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories