The royal love of Moraribapu in Ramakatha
- મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.
ભાવનગરના (Bhavnagar) આંગણે મોરારીબાપુની (Moraribapu) રામકથા આયોજિત કરાઈ હતી. ત્યારે રામકથાના અંતિમ દિવસે મોરારી બાપુએ આ રામકથાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને (Maharaja Krishnakumarsinghji) સમર્પિત કરી છે. ત્યારે મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી.
ભાવનગરના ઉદ્યોગપતિ બુધાભાઇ વાનાણી પરિવાર દ્વારા શહેરના જવાહર મેદાન ખાતે રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અખંડ ભારત માટે પોતાનું સર્વસ્વ સોંપી દેનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવા ઘણા સમયથી માંગ ઉઠી છે.
ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન મળવું જોઈએ તેવી વાત અનેકવાર મોરારીબાપુ કહી ચૂક્યા છે. ત્યારે રામકથામાં મોરારી બાપુએ કહ્યું કે, ભારતરત્ન કોઈ કઈ આપે કે ન આપે એમાં નથી પડવું. પણ તલગાજરડાનો બાવો ભાવનગરમાં યોજાયેલ આખેઆખી રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સમર્પિત કરું છું.
મોરારી બાપુ દ્વારા રામકથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કરાતા ઉપસ્થિત રાજવી પરિવારના મહારાણીની આંખો પણ અશ્રુભીની થઈ હતી. આ પ્રસંગે નવા ચૂંટાયેલા ભાવનગર પૂર્વના સેજલબેન પંડ્યા, પૂર્વ પ્રમુખ રાજીવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :-