Home Blog Page 1224

વડોદરા પોલીસની આબરૂને લીલામ કરતો વીડિયો વાયરલ ! પોલીસની ગાડી પર ચઢી શખ્સે બતાવી હિરોગીરી

0

The video of Vadodara police auctioning their

  • વડોદરામાં રીલ બનાવવા યુવકે પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો, રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સએ ફિલ્મી સ્ટાઇલે ફોટો શૂટ કર્યો.

રાજ્યમાં અસાજિક તત્વો (Non-organic elements) બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે વડોદરામાં એક યુવકે પોલીસ વાન સાથે ફોટો શૂટ કર્યો છે. જે યુવકનો પોલીસ વાન સાથેનો ફોટો શૂટનો (Photo shoot) વીડિયો વાયરલ થયો છે. વડોદરા (Vadodara) જિલ્લા પોલીસની નાક નીચે અસમાજિક તત્વોનો આતંક હોય તેવું વીડિયો મારફતે જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસની આબરૂને લીલામ કરતો વીડિયો વાયરલ (Viral Videos) થયો છે.

વડોદરામાં રીલ બનાવવા એક યુવકે જિલ્લા પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો છે. રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સે ફિલ્મી સ્ટાઈલ ફોટો શૂટ કર્યો છે અને તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે.

રૂરલ પોલીસનાં વાહન પર ઊભા રહી શખ્સ દ્વારા ‘હીરો’ગીરી કરતો વીડિયોમાં જોવા મળે છે. ફિલ્મી ગીત પર ફોટો શૂટ કરીને સોશિયલ મીડિયામાં રીલ પોસ્ટ કરાઈ છે જેને લઈ પોલીસ તેને પકડવા ચક્રોગતિમાન કર્યો છે.

જે વાયરલ બાબતે લોકો વિવિધ કોમેન્ટો પણ કરી રહ્યાં છે અને પોલીસની બેદરકારી બાબતે સવાલો પણ ઉઠાવી રહ્યાં છે. આબરૂ બચાવવા વડોદરા જિલ્લા પોલીસે શખ્સની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ગુજરાતના ધારાસભ્યની અનોખી પહેલ, ગરીબ વિધાર્થીઓને મદદ કરવાનો નિર્ણય કર્યો

0

Unique initiative of Gujarat MLA

  • ધારાસભ્ય અનિકેત ઠાકર તેમના સન્માનમાં મળેલ પેન, નોટબુકો, સહિતનો અભ્યાસની ચીજવસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવાની વાત કરતા અનેક લોકો ધારાસભ્યને સન્માનવા ફક્ત નોટબુક, પેન્સિલ સહિતની સામગ્રીઓ આપી રહ્યા છે.

બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં (Palanpur) નવા ચૂંટાઈ આવેલા ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકરે (Aniket Thackeray) પોતાનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ જાગૃત કરતી અનોખી પહેલ કરી છે. ધારાસભ્યએ પોતાનું સન્માન કરવા આવતા લોકો ફૂલ હાર, બુકે કે સાલની જગ્યાએ નોટ બુક, પેન, પેન્સિલ થકી ધારાસભ્યનું સન્માન કરે તેવું આહવાન કરતા અનેક લોકો ધારાસભ્યને સન્માનિત કરવા નોટો, પેન્સિલ સહિતની વસ્તુઓ લાવી રહ્યા છે. જે તમામ વસ્તુઓ ધારાસભ્ય ગરીબ વિધાર્થીઓને આપીને તેમની મદદ કરશે.

સામાન્ય રીતે ઊંચું પદ કે હોદ્દો ધારણ કરનાર કે કોઈ જીત હાંસલ કરનારા લોકોનું સન્માન તેમના સમર્થકો ફુલહાર, બુકે કે સાલ ઓઢાડી કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નવા ચૂંટાઈ આવેલા  ભાજપના  ધારાસભ્ય અનિકેત ઠાકરે પોતાના સન્માનમાં નવી પહેલ કરી છે અને ધારાસભ્ય અનિકેત ઠાકરનું સન્માન કરવા આવતા તેમના સમર્થકો કે શુભેચ્છકો ફૂલહાર કે સાલની જગ્યાએ નોટ, ચોપડા, પેન પેન્સિલ જેવી ચીજ વસ્તુઓ થકી તેમનું સન્માન કરે તેવું આહવાન કર્યું છે.

જોકે ધારાસભ્યએ લોકોને આહવાન કરતી આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ફક્ત પાલનપુર જ નહીં, પરંતુ સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે.

પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, મારૂ સન્માન કરવા આવતા લોકો ફૂલ હાર કે બુકે લઈને આવતા પરંતુ આ ફૂલ હાર વેસ્ટ જતા હતા, જેને લઈ મેં મારૂ સન્માનમાં આવતી ચીજ વસ્તુઓ કોઈને કામ લાગે તેવો વિચાર કરી મારૂ સન્માન નોટ બુક, પેન કે પેન્સિલથી થાય તેવું લોકોને આહવાન કર્યું અને લોકોએ મારાં આહવાનને ઉપાડી લીધું.

ધારાસભ્ય અનિકેત ઠાકર તેમના સન્માનમાં મળેલ પેન, નોટબુકો, સહિતનો અભ્યાસની ચીજવસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ વિધાર્થીઓને આપવાની વાત કરતા અનેક લોકો ધારાસભ્યને સન્માનવા ફક્ત નોટબુક, પેન્સિલ સહિતની સામગ્રીઓ આપી રહ્યા છે અને ધારાસભ્યના આ નવીન પહેલને બિરદાવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Mercedes અને Tesla ને ટક્કર આપવા આવી રહી છે Appleની કાર, જાણો લોન્ચ ડેટ અને કિંમત

Apple’s car is coming to compete with Mercedes

  • iPhone બનાવનાર કંપની Apple હવે કાર માર્કેટમાં લાવવાની છે. નવા રિપોર્ટમાં કારની કિંમત અને ફીચર્સનો ખુલાસો થયો છે. સાથે જ લોન્ચ ડેટ પણ લીક કરી દીધી છે.

Apple હજુ સુધી સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ઈયરબડ્સ બનાવતી આવી છે. પરંતુ આશા છે કે કંપની જલદી જ પોતાની એન્ટ્રી ઓટોમોબાઇલ સેક્ટરમાં રાખે. અફવાઓનું માનીએ તો Apple એક ઈલેક્ટ્રિકલ વ્હીકલ (Electrical vehicle) તૈયાર કરવા જઇ રહી છે જે બિલકુલ ટેસ્લા જેવી હશે. બ્લૂમબર્ગના સમાચારોના અનુસાર કારને ફક્ત કેટલાક બજાર માટે ડિઝાઇન કરવામાં આવી છે.

એટલે કન્ફોર્મ નથી કે કાર તમામ દેશોમાં આવશે. કાર સેગમેંટમાં એપ્પલની કાર (Mercedes) અને GM Hummer EV કરતાં સસ્તી હશે. એટલે કે એપ્પલની કાર ટેસ્લા અને મર્સિડિઝને ટક્કર આપશે. આવો જાણીએ Apple Car ની સંભવિત કિંમત અને ફીચર્સ.

Apple Car માં આ હશે ખાસ :

બ્લૂમબર્ગના સમાચાર અનુસાર Apple એ સેલ્ફ ડ્રાઈવિંગ કારને લોન્ચ કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલા માટે કંપનીએ લોન્ચિંગને 2026 સુધી ટાળી દીધું છે. કથિત રીતે કંપની લગભગ 8 વર્ષ પહેલાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર પર કામ કરવાનું શરૂ કર્યું હતું. સમાચારોનું માનીએ તો કારની કિંમત 1 લાખ ડોલર (લગભગ 81 લાખ રૂપિયા) હશે.

પહેલાં સમાચાર આવ્યા હતા કે એપ્પલની કારમાં સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ્સ નહી હોય. પરંતુ કંપનીનો એવો કોઈ પ્લાન નથી. બ્લૂમબર્ગે કંપનીના એક સોર્સે જણાવ્યું કે કંપની કારની ડિઝાઇનમાં કંઇ અલગ નહી કરે. કારમાં સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ હશે.

Apple Car Price And Launch Date :

પહેલાં સમાચાર આવતા હતા કે Apple Car ની કિંમત 1.2 લાખ ડોલર હશે. પરંતુ સમાચારનું માનીએ તો કારની કિંમત 1 લાખ ડોલરની આસપાસ હશે. પરંતુ કંપની કિંમતને વધુ ઘટાડવાનું પ્લાનિંગ કરી રહી છે. તો બીજી તરફ લોન્ચિંગની વાત કરીએ તો કંપની 2026 માં કારને માર્કેટમાં રજૂ કરી શકે છે.

Apple Car Specifications :

માનવામાં આવી રહ્યું છે કે એપ્પલની કારમાં એપ્પલ સિલિકોન ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ચિપસેટ એપ્પલના હાઇ એન્ડવાળા મેક ચિપ્સથી લગભગ ચારના બરાબર હશે. તેને કંપનીના સિલિકોન એન્જીનિયર્સ દ્વારા ડેવલોપ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

15 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોને મળી શકે છે પોતાના જીવનસાથી

15 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના ભાઈ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ-સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારું મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દીપણું વધતું જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદ્‍ભવે છે. આરોગ્ય સારું રહેશે.

કર્કઃ
આનંદ ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભ યો છે. પરિવારમાં વાદવિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું. આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વજન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથે સાથે રંગીનતત્ત્વ અને શારીરિક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્સચેન્જ તથા કેમિસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં વાહન, સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્યસુખમાં ઉણપ આવે. પત્ની સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જૂના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારું રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારું રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે, આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારું રહે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

 દીપિકા-શાહરુખનું ‘બેશર્મ રંગ’ વાયરલ, કલાકોમાં મેળવ્યાં લાખએ જોઈ લીધું, લૂકથી નજર નહીં હટે

Deepika-Shahrukh’s ‘Besharma Rang’

  • 25 જાન્યુઆરી 2023ના દિવસે રિલિઝ થનારી ફિલ્મ પઠાણનું “બેશર્મ રંગ” સોંગ રિલિઝ થયું છે.

25 જાન્યુઆરી 2023ના દિવસે દીપિકા-શાહરુખના (Deepika-Shahrukh) અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થઈ રહી છે. રિલિઝ પહેલા આજે સોમવારે પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ (Brazen color) રિલિઝ કરાયું હતું. જેણે સોશિયલ મીડિયા (Social media) પર તહેલકો મચાવ્યો છે. બેશર્મ રંગ રિલિઝ થયાના 1 કલાકમાં તો 10 લાખથી વધુ લોકો તેને જોઈ વળ્યાં હતા. ફિલ્મના પહેલા સોંગે જ રેકોર્ડ બનાવ્યો છે તો જ્યારે ફિલ્મ રિલિઝ થશે ત્યારે શું થશે તેની તો કલ્પના જ કરવી રહી.

પઠાણનું પહેલું ગીત સોમવારે રિલીઝ થયું :

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું પહેલું ગીત સોમવારે રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયું હતું. એટલું જ નહીં આ ગીતને 1 કલાકમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત યુટ્યુબ, સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકાના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ લૂકે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે.

દીપિકા અને કિંગ ખાનનો લૂક જોઈને ચાહકો ફિદા  :

સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે.

ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે ‘બેશર્મ રંગ‘ને 100 માર્ક્સ આપ્યા છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જહોન અબ્રાહમ પણ જોવા મળશે.

આ પણ વાંચો :-

શું તમે છો ડાયાબિટીસના દર્દી ? જો હા હોઈ તો રાત્રે સૂતાં પહેલા આટલું જરૂરથી ધ્યાનમાં રાખજો, નહીં તો…

Are you a diabetic patient

  • ડાયાબિટીસ એક એવી બીમારી છે જે દરેક ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે. ભારતમાં પણ ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

ડાયાબિટીસ (Diabetes) એક ક્રોનિક ડિઝીઝ છે જેને જળ મૂળમાંથી ખતમ તો નથી કરી શકાતું પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કંટ્રોલમાં રાખી શકાય છે. ડાયાબિટીસની સમસ્યા 3 પ્રકારની હોય છે – ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ-2 ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ, શરીરમાં બ્લડ શુગર લેવલ (Blood sugar level) વધવા પર ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં બ્લડ શુગર લેવલને સતત ચેક કરતા રહો. સમય પર દવાઓ લેતા રહો અને દરરોજ એક્સરસાઈઝ કરવાથી ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે.

આખો દિવસ રહો એક્ટિવ :

ડાયાબિટીસની સમસ્યા થવા પર જરૂરી છે કે તમે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી પોતાની દરકે એક્ટિવિટીઝ પર ધ્યાન આપો. જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છો અને તેને કંટ્રોલ કરવા માંગો છો તો અમે તમને અમુક એવા બેડટાઈમ રૂટીન વિશે બતાવવા જઈ રહ્યા છઈએ તેને તમારે રોજ ફોલો કરવું જોઈએ.

તમારા બેડરૂમને કરો તૈયાર :

ડાયાબિટીસના લગભગ 50 ટકા લોકોને વારંવાર તરસ લાગે છે, પેશાબ લાગે છે, નસોમાં દુખાવો અને અનિયંત્રિત ભૂખના કારણે રાતના સમયે સુવામાં ખૂબ વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ બધી વસ્તુઓથી છુટકારો મેળવવા માટે તમારે પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. પરંતુ એક બેડટાઈમ રૂટીન બનાવવાથી પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

  • સારી ઉંઘ માટે જરૂરી છે કે ડાયાબિટીસના દર્દી રાત્રે સુતા પહેલા હુફાળા પાણીથી નહાઈ લે અને બુક વાંચે.
  • રાત્રે સુતા પહેલા રૂમની લાઈટને ધીમી કરી લે અને ફોનની સ્ક્રીનનો ઓછો ઉપયોગ કરે. તેની સાથે જ જરૂરી છે કે રૂમમાં બ્લૂ લાઈટનો ઉપયોગ ન કરો. ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી નિકળતી બ્લૂ લાઈટ મગજને સંકોચિત કરે છે જેનાથી તમે લાંબા સમય સુધી જાગેલા રહો છો.
  • જો તમને રાત્રીના સમયે સુવામાં મુશ્કેલી આવે છે તો જરૂરી છે કે તમે રુમનું તાપમાન મેઈન્ટેઈન કરીને રાખો.
  • જો થોડા અવાજથી પણ તમારી ઉંઘ ખુલી જાય છે તો જરૂરી છે કે તમે રૂમનો દરવાજો બંધ કરો અને ફોનને સાઈલેન્ટ કરીને સુવો.

બેડટાઈમ સ્નેક્સ :

ડાયાબિટીસના દર્દીઓને બેડટાઈમ સ્નેક્સ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. પરંતુ ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓને રાત્રે ખૂબ જ જોરદાર ભૂખ લાગે છે જેના કારણે તેમની ઉંઘ ખૂલી જાય છે.

રાત્રે ભૂખ લાગવા પર જરૂરી છે કે ડાયાબિટીસના દર્દી હેલ્ધી વસ્તુઓનું સેવન કરે જેથી તમારૂ બ્લડ શુગર લેવલ મેઈન્ટેઈન રહે. જરૂરી છે કે તમે બેડટાઈમ સ્નેક્સ માટે પોતાના ડોક્ટરથી કંસલ્ટ કરો.

ડાયાબિટીસના દર્દી રાત્રે ભૂખ લાગવા પર સીરિયલ, એવાકાડો, લો-શુગર યોગર્ટ, પીનટ બટર સેન્ડવિચ વગેરે વસ્તુઓનું સેવન કરી શકે છે. તેની સાથે જ ધ્યાન રાખો કે રાત્રે ભૂખ લાગવા પર ઓછા પ્રમાણમાં જ સ્નેક્સનું સેવન કરો.

નહીં તો વધુ માત્રામાં કેલેરી લેવાના કારણે તમારૂ વજન વધી શકે છે. સાથે જ તમને દરરોજ સવારે ઉઠ્યા બાદ પોતાનું બ્લડ શુગર લેવલ મોનિટર કરવું જોઈએ.

આ પણ વાંચો :-

ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાને આ બે વ્યક્તિને આપ્યો, જાણો શું કહ્યું

0

The Prime Minister gave the credit

  • સદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેમનું અભિનંદન કર્યું.

પીએમ મોદીએ આ 2 વ્યક્તિને આપ્યો જીતનો શ્રેય :

પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ ભલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદી માટે તાળીઓ પાડી અને સૂત્રોચ્ચાર કર્યા પરંતુ ખુદ પીએમ મોદીએ આ જીતનો શ્રેય પોતે ન લીધો. તેમણે ભાજપના સંસદીય દળને સંબોધન કરી ગુજરાત જીતનો શ્રેય ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો. આ સાથે જ પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટીના કાર્યકરોને આપ્યો.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જો કોઈને શ્રેય આપવો હોય તો ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા ગુજરાતના ભાજપના કાર્યકરોને આપવાનો છે.

પીએમનું કહેવું છે કે આપણે કાર્યકરોના દમ પર કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતી શકીએ છીએ. તેનું ઉદાહરણ ગુજરાતની ચૂંટણી છે.’ પ્રહ્લાદ જોશીએ માહિતી આપતા કહ્યું કે બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતની ચૂંટણી પર કહ્યું કે સંગઠનના દમ પર પાર્ટી સતત સાતમીવાર જીતી છે.

આ પણ વાંચો :-

કન્ટેનરની પાછળ કાર ઘૂસી જતા એસયુવીનો કચ્ચરઘાણ, બાળક સહિત 4ના ઘટનાસ્થળે મોત

0

SUV rammed behind the container, 4 died on the spot.

  • વડોદરા જિલ્લાના જરોદ પાસે કન્ટેનરની પાછળ ઘૂસી જતા એસયુવી કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.

વડોદરા-હાલોલ હાઈવેને (Vadodara-Halol Highway) અડીને આવેલા જરોદ પાસે આજે વહેલી સવારે સુરત પાર્સિંગની એસયુવી કાર હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી. જે દરમિયાન પાર્કિંગ એરિયામાં પાર્ક (Park in the area) કરવામાં આવેલા કન્ટેનર (Container) સાથે આ એસયુવી કાર પાછળની તરફ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર લોકોની ચિંચયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

અકસ્માતની જાણ થતાં જ આસપાસા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગંભીર અકસ્માતના પગલે 8 વર્ષના માસુમ બાળક સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.

બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથિમક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં સવાર પરિવાર મૂળ રાજસ્થાનનો હતો અને સુરતના પલસાણામાં છેલ્લા કેટલાક સમયથી રહી રહ્યાં હતા. આ પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે ગયા હતા. પાવાગઢથી તેઓ સુરત પરત ફરી રહ્યાં હતા એ સમયે આ બનાવ બન્યો હતો.

મૃતકોના નામ :

રઘાજી કિશોરજી કલાલ (ઉ.65)
રોશન રઘાજી કલાલ (ઉ.40)
પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35
રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08).

આ પણ વાંચો :-

5 ભૂવાઓએ પરિવારને કહ્યું, દુખ દૂર કરવા એક કરોડ ખર્ચ કરવો પડશે અને…….

  • ભૂવાઓએ ભેગા મળીને બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી, એક કરોડનો ખર્ચ બતાવી 35 લાખ ખેરવી લીધા.

બનાસકાંઠાના (Banaskantha) એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો (Superstition) કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી.

બાદમાં દુઃખથી બચવા એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપવામાં આવ્યો છે.

ઉછીના 35 લાખ લાવીને વિધિ માટે આપ્યા :

જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે. 5 ભૂવાઓએ પીડિત ભાઈઓને કહ્યું હતું કે, ઘરમાં 85 વર્ષથી માતા મૂકી છે અને બાધા રાખવી પડશે. વાતોમાં આવી ગયેલા પરિવારે દુઃખથી બચવા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી દીધો.

આ પણ વાંચો :-

 

 

ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ બની અસામાજિક તત્વોનો અડ્ડો, દરરોજ સાંજે થાય છે દારૂ પાર્ટી

0
  • ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો અડ્ડો બનીચૂકી છે.
  • ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો (anti-social elements) અડ્ડો બનીચૂકી છે. ત્યારે આ કેમ્પસનું ધ્યાન રાખવા માટે 15 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર હોય છે.તેમ છતાં અહીં દરરોજ સાંજે દારૂની પાર્ટી જામે છે.

ગુજરાતમાં (Gujarat) દારૂબંધીની વાત માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં અનેકવાર દારૂ વેચવાની અને પીવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ તંત્રના દાવાઓ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.

હવે અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો (anti-social elements) અડ્ડો બનીચૂકી છે. ત્યારે ગુજરાત કોલેજની (Gujarat Collage) ખંઢેર હોસ્પિટલમાં દારૂની મહેફીલ જામી રહી છે. શિક્ષણ ધામ દારૂની મજા માણવાનું માધ્યમ બની ગયું છે.

શું છે સમગ્ર વિગત :

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલના ઓરડામાં દરરોજ સાંજે દારૂની મહેફીલ જામે છે. હોસ્ટેલના રૂમમાં રહેલ દારૂ, બીયર અને સોડાની બોટલ અને નમકીનના પેકેટ મળી આવ્યાં હતાં. અહીં દરરોજ સાંજે દૂરીની પાર્ટી ચાલતી હોવાની વાત સામે આવી છે. દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે.

15 જેટલા સિક્યોરિટી હોસ્ટેલનું રાખે છે ધ્યાન :

ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ કેમ્પસનું ધ્યાન રાખવા માટે 15 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર હોય છે. આ જર્જરીત હોસ્ટેલના રૂમમાં સિક્યોરિટી ગાર્ડને રહેવા માટેની જગ્યા પણ આપવામાં આવી છે. તેમ છતાં અહીં દરરોજ સાંજે દારૂની પાર્ટી જામે છે. મોડી સાંજે અંધારૂ થાય એટલે અહીં અસામાજિક તત્વો ગુજરાત કોલેજની હોસ્ટેલમાં કોઈપણ રોકટોક વગર અવરજવર કરે છે. સાંજના સમયે સિક્યોરિટી ગાર્ડ પણ કોઈ પૂછપરછ કરતા નથી.

આ પણ વાંચો :-