SUV rammed behind the container, 4 died on the spot.
- વડોદરા જિલ્લાના જરોદ પાસે કન્ટેનરની પાછળ ઘૂસી જતા એસયુવી કારનો કચ્ચરઘાણ વળી ગયો છે.
વડોદરા-હાલોલ હાઈવેને (Vadodara-Halol Highway) અડીને આવેલા જરોદ પાસે આજે વહેલી સવારે સુરત પાર્સિંગની એસયુવી કાર હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી. જે દરમિયાન પાર્કિંગ એરિયામાં પાર્ક (Park in the area) કરવામાં આવેલા કન્ટેનર (Container) સાથે આ એસયુવી કાર પાછળની તરફ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર લોકોની ચિંચયારીથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માતની જાણ થતાં જ આસપાસા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગંભીર અકસ્માતના પગલે 8 વર્ષના માસુમ બાળક સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથિમક તપાસમાં જાણવા મળ્યું છે કે કારમાં સવાર પરિવાર મૂળ રાજસ્થાનનો હતો અને સુરતના પલસાણામાં છેલ્લા કેટલાક સમયથી રહી રહ્યાં હતા. આ પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે ગયા હતા. પાવાગઢથી તેઓ સુરત પરત ફરી રહ્યાં હતા એ સમયે આ બનાવ બન્યો હતો.
મૃતકોના નામ :
રઘાજી કિશોરજી કલાલ (ઉ.65)
રોશન રઘાજી કલાલ (ઉ.40)
પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35
રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08).
આ પણ વાંચો :-