- ભૂવાઓએ ભેગા મળીને બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી, એક કરોડનો ખર્ચ બતાવી 35 લાખ ખેરવી લીધા.
બનાસકાંઠાના (Banaskantha) એક ગામમાં બનેલી ઘટના દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો છે. 1 કરોડમાં દુ:ખ દૂર કરવા વાત કરી બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ગુમાવ્યા છે. ધાનેરા પંથકમાં અંધશ્રદ્ધાનો (Superstition) કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. ધાનેરા અને થરાદના 5 ભૂવાઓએ ભેગા મળીને ધાનેરા તાલુકાના ગોલા ગામના બે ભાઈઓને બાધા રાખી દુઃખો દૂર કરવાની લાલચ આપી હતી.
બાદમાં દુઃખથી બચવા એક કરોડ સુધીનો ખર્ચ થશે એમ જણાવી બંને ભાઈઓ પાસેથી 35 લાખ લઈ લીધા હતા. વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપવામાં આવ્યો છે.
ઉછીના 35 લાખ લાવીને વિધિ માટે આપ્યા :
જોકે છેતરાઈ ગયા હોવાનું ધ્યાને આવતા વિધિ દરમિયાન ઉતારેલો વીડિયો પોલીસને આપી આરોપીઓને ઝડપી પાડવા પોલીસને અરજી આપી છે. 5 ભૂવાઓએ પીડિત ભાઈઓને કહ્યું હતું કે, ઘરમાં 85 વર્ષથી માતા મૂકી છે અને બાધા રાખવી પડશે. વાતોમાં આવી ગયેલા પરિવારે દુઃખથી બચવા બંને ભાઈઓએ 20 લાખ અને 15 લાખ એમ ઉછીના 35 લાખ લાવીને 11 ડિસેમ્બરે ઘરમાં વિધિ દરમિયાન આપ્યા તેમજ 1.70 લાખ રૂપિયાની ચાંદીની પાટો પણ આપી દીધો.
આ પણ વાંચો :-
- ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ બની અસામાજિક તત્વોનો અડ્ડો, દરરોજ સાંજે થાય છે દારૂ પાર્ટી
- ચૂંટણીની અદાવતમાં મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો વચ્ચે અથડામણ, જાણો કેમ બિચક્યો મામલો