હવેથી આટલા વાગ્યે ખુલશે સ્કૂલ : આ કારણોસર તંત્રએ લીધો નિર્ણય

Share this story

Schools will open at this time

  • રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં અમદાવાદની સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની (Western Disturbance) અસરથી અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપ્રાથમિક શિક્ષિણ સમિતિની શાળાઓના સમયમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો 35 મિનિટ મોડી શરૂ કરાશે.

સવાર પાળી સવારે 7.55 વાગ્યે શરુ થશે 

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવારની પાળી સવારે 7.55 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરની પાળીની સ્કૂલો બપોરે 12.35 વાગ્યે શરૂ થશે. એટલે કે બંને પાળી 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. ઠંડીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્તમ-લઘુતમ તાપમાનમાં 10 ડિગ્રીનું અંતર :

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં ધૂપ-છાંયોનું વાતાવરણ રહેવાની સાથે ઠંડીનો પારો 19થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. આગામી 24 કલાક અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

માવઠાની આગાહી :

ઠંડીના માહોલ વચ્ચે અનેક જિલ્લામાં માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :-