Know how many Gujarat government ministers are millionaires
- ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.
ગુજરાતની (Gujarat) જનતાએ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો જીતાડીને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે. આજે ભૂપેન્દ્ર સરકારના (Bhupendra Govt) નવા મંત્રી મંડળના સભ્યોએ સત્તાવાર રીતે પોતાનો પદભાર પણ સંભાળી લીધો છે.
ત્યારે આ મંત્રીઓમાં કેટલાં મંત્રીઓ કરોડપતિ છે? કેટલાં મંત્રીઓ ઓછું ભણેલાં છે અને કેટલાં મંત્રીઓ સાથે પોલીસ કેસ થયેલો છે અને ગુનો દાખલ થયેલો છે આ તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. જોકે, અહીં આપવામાં આવેલી તમામ માહિતી આ ધારાસભ્યોએ પોતે જ પોતાના એફિડેવિટમાં આપેલી વિગતોના આધારે લેવામાં આવી છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની સાથે જ 16 ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. આ નવનિયુક્ત મંત્રીમંડળમાં લગભગ 24 ટકા ગુનાકિય પૃષ્ઠભૂમિવાળા મંત્રીઓ છે. આ મંત્રીઓમાંથી એકની સામે ગંભીર ગુનાઓનો આરોપ છે. આ ઉપરાંત મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે.
ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADRના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે 16 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા છે. જેમાંથી 4 મંત્રીઓ વિરૂદ્ધ ગુનાકિય કેસ નોંધાયેલા છે. જ્યારે આ ચારમાંથી એકની સામે ગંભીર ગુના હેઠળ FIR દાખલ છે.
ગુનાહિત ઈતિહાસ ધરાવતા મંત્રીઓ –
ભૂપેન્દ્ર પટેલ સરકારના 17 મંત્રીમાંથી 4 મંત્રી એટલે કે 24% મિનિસ્ટર્સ સામે ગુના દાખલ થયેલા છે. આ વિગત તેમના સોગંદનામા મુજબ જણાવવામાં આવી છે. આ મંત્રીઓમાં હર્ષ સંઘવી, પરષોત્તમ સોલંકી, રાઘવજી પટેલ અને ઋષિકેશ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ગંભીર ગુના ધરાવતા મંત્રી 1 છે એટલે કે 6% છે. આ યાદીમાં એકમાત્ર પરષોત્તમ સોલંકીનું નામ આવે છે જેમની સામે IPC 420, IPC 467 અને IPC 477 હેઠળ કેસ નોંધાયેલા છે. જૂના મંત્રીમંડળમાં 7 મંત્રીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા જેમાંથી 3 લોકો ઉપર ગંભીર ગુનાઓ દાખલ હતા.
શૈક્ષેણિક વિગત –
ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની શિક્ષણની વાત કરીએ રિપોર્ટ મુજબ 17માંથી 6 મંત્રી એટલે કે 35% મંત્રીઓ 8થી 12 ધોરણ સુધી પાસ છે. જ્યારે મંત્રીમંડળના 47 ટકા એટલે કે 8 મંત્રી ગ્રેજ્યુએટ છે, અથવા તેથી વધુ શિક્ષણ ધરાવે છે. જ્યારે માત્ર 3 મંત્રી જ એટલે ક 18% મિનિસ્ટર્સ ડિપ્લોમા હોલ્ડર છે.
17માંથી 16 મંત્રીઓ કરોડપતિ –
આ રિપોર્ટમાં મંત્રીઓની ગુનાકિય વિગત ઉપરાંત આર્થિક પૃષ્ભૂમિની વિગત પણ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આ મંત્રીઓમાંથી 16 એટલે કે 94 ટકા કરોડપતિ મિનિસ્ટર્સ છે. મંત્રીઓની સરેરાશ સંપત્તિ 32.70 કરોડ છે. જેમાંથી સૌથી માલદાર મંત્રી બળવંતસિંહ રાજપૂત છે, જેમની પ્રોપર્ટીની કિંમત 372 કરોડ 65 લાખથી વધુ છે. માત્ર એક મંત્રી અને દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડની મિલકત સૌથી ઓછી છે. મંત્રીની અચલ સંપત્તિ 92.85 લાખ છે.
ઉંમરની વિગત –
આ ઉપરાંત મંત્રીમંડળમાં 3 મંત્રી એટલે કે 18%ની ઉંમર 31થી 50 વર્ષ ઉંમરની છે, જ્યારે 14 મંત્રી એટલે કે 82% મંત્રીઓની ઉંમર 51થી 80 વર્ષની વચ્ચે છે. એટલે કે મંત્રીમંડળમાં અનુભવી અને વૃદ્ધ બંનેનો સમાવેશ કરાયો છે.
(નોંધ : આ વિશ્લેષણ ઉમેદવારોએ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે પંચ સમક્ષ રજૂ કરાયેલા સોગંદનામામાં આપેલી માહિતીના આધારે છે.)
આ પણ વાંચો :-