ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર ! ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં થઈ શકે છે માવઠું

Share this story

Great news for Gujarat farmers

  • ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે.

એક તરફ ધીરે ધીરે શિયાળાની (winter) શરૂઆત થઈ ચૂકી છે. અને ત્યાં બીજી તરફ કાળા ડિબાંગ વાદળો ગુજરાતના આકાશને ઘેરી રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહીને પગલે હાલ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. દક્ષિણ ગુજરાત ઝોનમાં (South Gujarat Zone) અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે નર્મદા, ડાંગ, તાપી, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતી કાલે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવા વરસાદ વરસી શકે છે. તો આ તરફ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઈ કાલે ક્મોસમી વરસાદ પડી ચૂક્યો હતો. નવસારી, ડાંગ અને વલસાડમાં માવઠાને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડના ધરમપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો નવસારીના વાંસદા તાલુકાના કાવડેજ ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. તો ડાંગમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાન ‘માંડૂસ’ના કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં ઠંડી સતત વધી રહી છે. પહાડી રાજ્યોથી લઈને દિલ્હી-એનસીઆર સુધી ઠંડી વધી છે. સવારે અને સાંજે ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બગડતા હવામાનને જોતા તમામ માછીમારોને પણ એલર્ટ રહેવા અને દરિયા તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

હિમવર્ષાને કારણે પર્વતીય રાજ્યોમાં મુશ્કેલી :

પહાડી રાજ્યોમાં ઠંડી સતત વધી રહી છે. હિમાચલ પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા અને નીચાણવાળા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળે છે. ઉત્તરાખંડના ઉંચા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે નીચલા વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે જ સમયે જમ્મુ અને કાશ્મીરના મધ્ય અને ઉચ્ચ વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થવાની સંભાવના છે.

ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે. તે જ સમયે, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :-