બાંગ્લાદેશ સામેની મેચને લઈને ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર, આ ખેલાડીને બહાર બેસવાનો વારો આવી શકે છે 

Share this story

There may be a big change in Team India

  • ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ બુધવારથી ચટ્ટોગ્રામમાં બુધવારે રમાશે. સવાલ એ છે કે પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા કઈ પ્લેઈંગ ઈલેવન ટીમની સાથે ઉતરશે.

ભારત અને બાંગ્લાદેશ (India and Bangladesh) વચ્ચે બુધવારથી ચટોગ્રામમાં પ્રથમ ટેસ્ટ રમાશે. આ શ્રેણી ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેની બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (World Test Championship) તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે.

આ જ કારણ છે કે કેએલ રાહુલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. હવે સવાલ એ છે કે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ જીતવા માટે ટીમ ઇન્ડિયા કઈ પ્લેઇંગ ઈલેવન મેદાનમાં ઉતરશે? પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણા સવાલો ઊભા થયા છે.

શું હશે બોલિંગ કોમ્બિનેશન ? 

સવાલ એ છે કે સારું પ્રદર્શન કરવા આવેલા યુવા ખેલાડીઓને તક મળશે? ટીમ ઈન્ડિયાની બેટિંગ સેટ છે પરંતુ બોલિંગ કોમ્બિનેશન શું હશે? ભારતની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે. ચાલો એક નજર કરીએ.

ઓપનિંગ કરશે રાહુલ-ગિલ :

રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ નહી રમે. તેથી એક વાત સ્પષ્ટ છે કે શુભમન ગિલ કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. ગિલે હાલમાં જ ODI ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને ટેસ્ટમાં પણ ઓપનિંગનો સારો અનુભવ ધરાવે છે. આવી સ્થિતિમાં આ યુવા ખેલાડીએ પ્રથમ ટેસ્ટના કેપ્ટન કેએલ રાહુલને સપોર્ટ કરવો પડશે. વાઈસ કેપ્ટન ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રહેશે.

મિડલ ઓર્ડરમાં કોણ હશે ?

ભારતીય ટીમનો મિડલ ઓર્ડર વિરાટ કોહલી, શ્રેયસ અય્યરથી લેસ જોવા મળશે. ત્યાં જ ઋષભ પંત વિકેટકીપિંગની આગળની જવાબદારી સંભાળશે. આ ખેલાડી સારા ફોર્મમાં નથી પરંતુ પંતનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર છે. તેથી તેની પ્લેઈંગ ઈલેવનમાં રહેવાની ખાતરી છે. કેએસ ભરત અન્ય વિકેટકીપર છે પરંતુ તે બેન્ચ પર બેઠેલા જોવા મળશે.

બોલિંગ કોમ્બિનેશન શું હશે ?

ભારતીય ટીમ પાંચ બોલરો સાથે મેદાનમાં ઉતરશે, જેમાં અક્ષર પટેલ-આર અશ્વિન પણ ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે. મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુર ફાસ્ટ બોલિંગનો મોરચો સંભાળશે. શાર્દુલ પણ સારી બેટિંગ કરે છે, આવી સ્થિતિમાં તેની હાજરીને કારણે બેટિંગ વધુ મજબૂત બનશે.

આ 6 ખેલાડીઓ બેન્ચ પર બેસશે :

કુલદીપ યાદવ, કેએસ ભરત, અભિમન્યુ ઈસ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર અને જયદેવ ઉનડકટને તક મળવી મુશ્કેલ છે.

આ પણ વાંચો :-