ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ બની અસામાજિક તત્વોનો અડ્ડો, દરરોજ સાંજે થાય છે દારૂ પાર્ટી

Share this story
  • ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો અડ્ડો બનીચૂકી છે.
  • ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો (anti-social elements) અડ્ડો બનીચૂકી છે. ત્યારે આ કેમ્પસનું ધ્યાન રાખવા માટે 15 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર હોય છે.તેમ છતાં અહીં દરરોજ સાંજે દારૂની પાર્ટી જામે છે.

ગુજરાતમાં (Gujarat) દારૂબંધીની વાત માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં અનેકવાર દારૂ વેચવાની અને પીવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ તંત્રના દાવાઓ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે.

હવે અમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ અસામાજિક તત્વોનો (anti-social elements) અડ્ડો બનીચૂકી છે. ત્યારે ગુજરાત કોલેજની (Gujarat Collage) ખંઢેર હોસ્પિટલમાં દારૂની મહેફીલ જામી રહી છે. શિક્ષણ ધામ દારૂની મજા માણવાનું માધ્યમ બની ગયું છે.

શું છે સમગ્ર વિગત :

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ આવેલી છે. આ હોસ્ટેલના ઓરડામાં દરરોજ સાંજે દારૂની મહેફીલ જામે છે. હોસ્ટેલના રૂમમાં રહેલ દારૂ, બીયર અને સોડાની બોટલ અને નમકીનના પેકેટ મળી આવ્યાં હતાં. અહીં દરરોજ સાંજે દૂરીની પાર્ટી ચાલતી હોવાની વાત સામે આવી છે. દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જોવા મળી રહી છે.

15 જેટલા સિક્યોરિટી હોસ્ટેલનું રાખે છે ધ્યાન :

ગુજરાત કોલેજની જર્જરીત હોસ્ટેલ કેમ્પસનું ધ્યાન રાખવા માટે 15 જેટલા સિક્યોરિટી ગાર્ડ ડ્યૂટી પર હોય છે. આ જર્જરીત હોસ્ટેલના રૂમમાં સિક્યોરિટી ગાર્ડને રહેવા માટેની જગ્યા પણ આપવામાં આવી છે. તેમ છતાં અહીં દરરોજ સાંજે દારૂની પાર્ટી જામે છે. મોડી સાંજે અંધારૂ થાય એટલે અહીં અસામાજિક તત્વો ગુજરાત કોલેજની હોસ્ટેલમાં કોઈપણ રોકટોક વગર અવરજવર કરે છે. સાંજના સમયે સિક્યોરિટી ગાર્ડ પણ કોઈ પૂછપરછ કરતા નથી.

આ પણ વાંચો :-