ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાને આ બે વ્યક્તિને આપ્યો, જાણો શું કહ્યું

Share this story

The Prime Minister gave the credit

  • સદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો.

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે આજે ભારતીય જનતા પાર્ટીની સંસદીય દળની બેઠક થઈ. જેમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi), કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના સાંસદોએ ભાગ લીધો. આ દરમિયાન જ્યારે પીએમ મોદી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા કે પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ જોરદાર તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે તેમનું અભિનંદન કર્યું.

પીએમ મોદીએ આ 2 વ્યક્તિને આપ્યો જીતનો શ્રેય :

પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોએ ભલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ પીએમ મોદી માટે તાળીઓ પાડી અને સૂત્રોચ્ચાર કર્યા પરંતુ ખુદ પીએમ મોદીએ આ જીતનો શ્રેય પોતે ન લીધો. તેમણે ભાજપના સંસદીય દળને સંબોધન કરી ગુજરાત જીતનો શ્રેય ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને આપ્યો. આ સાથે જ પીએમ મોદીએ જીતનો ત્રીજો શ્રેય પાર્ટીના કાર્યકરોને આપ્યો.

સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશીએ બેઠક બાદ જણાવ્યું કે ‘પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે જો કોઈને શ્રેય આપવો હોય તો ગુજરાતના ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા ગુજરાતના ભાજપના કાર્યકરોને આપવાનો છે.

પીએમનું કહેવું છે કે આપણે કાર્યકરોના દમ પર કોઈ પણ પ્રકારની ચૂંટણી જીતી શકીએ છીએ. તેનું ઉદાહરણ ગુજરાતની ચૂંટણી છે.’ પ્રહ્લાદ જોશીએ માહિતી આપતા કહ્યું કે બેઠકમાં પીએમ મોદીએ ગુજરાતની ચૂંટણી પર કહ્યું કે સંગઠનના દમ પર પાર્ટી સતત સાતમીવાર જીતી છે.

આ પણ વાંચો :-