શું તમે છો ડાયાબિટીસના દર્દી ? જો હા હોઈ તો રાત્રે સૂતાં પહેલા આટલું જરૂરથી ધ્યાનમાં રાખજો, નહીં તો…

Share this story

Are you a diabetic patient

  • ડાયાબિટીસ એક એવી બીમારી છે જે દરેક ઉંમરના લોકોને પોતાનો શિકાર બનાવી શકે છે. ભારતમાં પણ ડાયાબિટીસના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે.

ડાયાબિટીસ (Diabetes) એક ક્રોનિક ડિઝીઝ છે જેને જળ મૂળમાંથી ખતમ તો નથી કરી શકાતું પરંતુ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને કંટ્રોલમાં રાખી શકાય છે. ડાયાબિટીસની સમસ્યા 3 પ્રકારની હોય છે – ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ-2 ડાયાબિટીસ અને જેસ્ટેશનલ ડાયાબિટીસ, શરીરમાં બ્લડ શુગર લેવલ (Blood sugar level) વધવા પર ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં બ્લડ શુગર લેવલને સતત ચેક કરતા રહો. સમય પર દવાઓ લેતા રહો અને દરરોજ એક્સરસાઈઝ કરવાથી ડાયાબિટીસને મેનેજ કરી શકાય છે.

આખો દિવસ રહો એક્ટિવ :

ડાયાબિટીસની સમસ્યા થવા પર જરૂરી છે કે તમે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધી પોતાની દરકે એક્ટિવિટીઝ પર ધ્યાન આપો. જો તમે પણ ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છો અને તેને કંટ્રોલ કરવા માંગો છો તો અમે તમને અમુક એવા બેડટાઈમ રૂટીન વિશે બતાવવા જઈ રહ્યા છઈએ તેને તમારે રોજ ફોલો કરવું જોઈએ.

તમારા બેડરૂમને કરો તૈયાર :

ડાયાબિટીસના લગભગ 50 ટકા લોકોને વારંવાર તરસ લાગે છે, પેશાબ લાગે છે, નસોમાં દુખાવો અને અનિયંત્રિત ભૂખના કારણે રાતના સમયે સુવામાં ખૂબ વધારે સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ બધી વસ્તુઓથી છુટકારો મેળવવા માટે તમારે પોતાના ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. પરંતુ એક બેડટાઈમ રૂટીન બનાવવાથી પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

  • સારી ઉંઘ માટે જરૂરી છે કે ડાયાબિટીસના દર્દી રાત્રે સુતા પહેલા હુફાળા પાણીથી નહાઈ લે અને બુક વાંચે.
  • રાત્રે સુતા પહેલા રૂમની લાઈટને ધીમી કરી લે અને ફોનની સ્ક્રીનનો ઓછો ઉપયોગ કરે. તેની સાથે જ જરૂરી છે કે રૂમમાં બ્લૂ લાઈટનો ઉપયોગ ન કરો. ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી નિકળતી બ્લૂ લાઈટ મગજને સંકોચિત કરે છે જેનાથી તમે લાંબા સમય સુધી જાગેલા રહો છો.
  • જો તમને રાત્રીના સમયે સુવામાં મુશ્કેલી આવે છે તો જરૂરી છે કે તમે રુમનું તાપમાન મેઈન્ટેઈન કરીને રાખો.
  • જો થોડા અવાજથી પણ તમારી ઉંઘ ખુલી જાય છે તો જરૂરી છે કે તમે રૂમનો દરવાજો બંધ કરો અને ફોનને સાઈલેન્ટ કરીને સુવો.

બેડટાઈમ સ્નેક્સ :

ડાયાબિટીસના દર્દીઓને બેડટાઈમ સ્નેક્સ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે. પરંતુ ઘણી વખત ડાયાબિટીસના દર્દીઓને રાત્રે ખૂબ જ જોરદાર ભૂખ લાગે છે જેના કારણે તેમની ઉંઘ ખૂલી જાય છે.

રાત્રે ભૂખ લાગવા પર જરૂરી છે કે ડાયાબિટીસના દર્દી હેલ્ધી વસ્તુઓનું સેવન કરે જેથી તમારૂ બ્લડ શુગર લેવલ મેઈન્ટેઈન રહે. જરૂરી છે કે તમે બેડટાઈમ સ્નેક્સ માટે પોતાના ડોક્ટરથી કંસલ્ટ કરો.

ડાયાબિટીસના દર્દી રાત્રે ભૂખ લાગવા પર સીરિયલ, એવાકાડો, લો-શુગર યોગર્ટ, પીનટ બટર સેન્ડવિચ વગેરે વસ્તુઓનું સેવન કરી શકે છે. તેની સાથે જ ધ્યાન રાખો કે રાત્રે ભૂખ લાગવા પર ઓછા પ્રમાણમાં જ સ્નેક્સનું સેવન કરો.

નહીં તો વધુ માત્રામાં કેલેરી લેવાના કારણે તમારૂ વજન વધી શકે છે. સાથે જ તમને દરરોજ સવારે ઉઠ્યા બાદ પોતાનું બ્લડ શુગર લેવલ મોનિટર કરવું જોઈએ.

આ પણ વાંચો :-