Deepika-Shahrukh’s ‘Besharma Rang’
- 25 જાન્યુઆરી 2023ના દિવસે રિલિઝ થનારી ફિલ્મ પઠાણનું “બેશર્મ રંગ” સોંગ રિલિઝ થયું છે.
25 જાન્યુઆરી 2023ના દિવસે દીપિકા-શાહરુખના (Deepika-Shahrukh) અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થઈ રહી છે. રિલિઝ પહેલા આજે સોમવારે પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ (Brazen color) રિલિઝ કરાયું હતું. જેણે સોશિયલ મીડિયા (Social media) પર તહેલકો મચાવ્યો છે. બેશર્મ રંગ રિલિઝ થયાના 1 કલાકમાં તો 10 લાખથી વધુ લોકો તેને જોઈ વળ્યાં હતા. ફિલ્મના પહેલા સોંગે જ રેકોર્ડ બનાવ્યો છે તો જ્યારે ફિલ્મ રિલિઝ થશે ત્યારે શું થશે તેની તો કલ્પના જ કરવી રહી.
પઠાણનું પહેલું ગીત સોમવારે રિલીઝ થયું :
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું પહેલું ગીત સોમવારે રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયું હતું. એટલું જ નહીં આ ગીતને 1 કલાકમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત યુટ્યુબ, સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકાના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ લૂકે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે.
દીપિકા અને કિંગ ખાનનો લૂક જોઈને ચાહકો ફિદા :
સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે.
Aadaab arz hai … #BesharamRang is all yours. Show lots of love people ❤️❤️❤️.@iamsrk | @deepikapadukone | @thejohnabraham | #SiddharthAnand | @yrf | @vishaldadlani | @shekharravjiani | @shilparao | @caralisamonteiro | @kumaarofficial | @VMVMVMVMVM | #shilparao pic.twitter.com/du6knP2qRz
— Shilpa Rao (@shilparao11) December 12, 2022
ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે ‘બેશર્મ રંગ‘ને 100 માર્ક્સ આપ્યા છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જહોન અબ્રાહમ પણ જોવા મળશે.
આ પણ વાંચો :-
- શું તમે છો ડાયાબિટીસના દર્દી ? જો હા હોઈ તો રાત્રે સૂતાં પહેલા આટલું જરૂરથી ધ્યાનમાં રાખજો, નહીં તો …
- ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો શ્રેય વડાપ્રધાને આ બે વ્યક્તિને આપ્યો, જાણો શું કહ્યું