Apple’s car is coming to compete with Mercedes
- iPhone બનાવનાર કંપની Apple હવે કાર માર્કેટમાં લાવવાની છે. નવા રિપોર્ટમાં કારની કિંમત અને ફીચર્સનો ખુલાસો થયો છે. સાથે જ લોન્ચ ડેટ પણ લીક કરી દીધી છે.
Apple હજુ સુધી સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ઈયરબડ્સ બનાવતી આવી છે. પરંતુ આશા છે કે કંપની જલદી જ પોતાની એન્ટ્રી ઓટોમોબાઇલ સેક્ટરમાં રાખે. અફવાઓનું માનીએ તો Apple એક ઈલેક્ટ્રિકલ વ્હીકલ (Electrical vehicle) તૈયાર કરવા જઇ રહી છે જે બિલકુલ ટેસ્લા જેવી હશે. બ્લૂમબર્ગના સમાચારોના અનુસાર કારને ફક્ત કેટલાક બજાર માટે ડિઝાઇન કરવામાં આવી છે.
એટલે કન્ફોર્મ નથી કે કાર તમામ દેશોમાં આવશે. કાર સેગમેંટમાં એપ્પલની કાર (Mercedes) અને GM Hummer EV કરતાં સસ્તી હશે. એટલે કે એપ્પલની કાર ટેસ્લા અને મર્સિડિઝને ટક્કર આપશે. આવો જાણીએ Apple Car ની સંભવિત કિંમત અને ફીચર્સ.
Apple Car માં આ હશે ખાસ :
બ્લૂમબર્ગના સમાચાર અનુસાર Apple એ સેલ્ફ ડ્રાઈવિંગ કારને લોન્ચ કરવાનું પ્લાનિંગ કર્યું છે. એટલા માટે કંપનીએ લોન્ચિંગને 2026 સુધી ટાળી દીધું છે. કથિત રીતે કંપની લગભગ 8 વર્ષ પહેલાં સેલ્ફ-ડ્રાઇવિંગ કાર પર કામ કરવાનું શરૂ કર્યું હતું. સમાચારોનું માનીએ તો કારની કિંમત 1 લાખ ડોલર (લગભગ 81 લાખ રૂપિયા) હશે.
પહેલાં સમાચાર આવ્યા હતા કે એપ્પલની કારમાં સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ્સ નહી હોય. પરંતુ કંપનીનો એવો કોઈ પ્લાન નથી. બ્લૂમબર્ગે કંપનીના એક સોર્સે જણાવ્યું કે કંપની કારની ડિઝાઇનમાં કંઇ અલગ નહી કરે. કારમાં સ્ટીયરિંગ વ્હીલ અને પેડલ હશે.
Apple Car Price And Launch Date :
પહેલાં સમાચાર આવતા હતા કે Apple Car ની કિંમત 1.2 લાખ ડોલર હશે. પરંતુ સમાચારનું માનીએ તો કારની કિંમત 1 લાખ ડોલરની આસપાસ હશે. પરંતુ કંપની કિંમતને વધુ ઘટાડવાનું પ્લાનિંગ કરી રહી છે. તો બીજી તરફ લોન્ચિંગની વાત કરીએ તો કંપની 2026 માં કારને માર્કેટમાં રજૂ કરી શકે છે.
Apple Car Specifications :
માનવામાં આવી રહ્યું છે કે એપ્પલની કારમાં એપ્પલ સિલિકોન ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ચિપસેટ એપ્પલના હાઇ એન્ડવાળા મેક ચિપ્સથી લગભગ ચારના બરાબર હશે. તેને કંપનીના સિલિકોન એન્જીનિયર્સ દ્વારા ડેવલોપ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :-