The video of Vadodara police auctioning their
- વડોદરામાં રીલ બનાવવા યુવકે પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો, રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સએ ફિલ્મી સ્ટાઇલે ફોટો શૂટ કર્યો.
રાજ્યમાં અસાજિક તત્વો (Non-organic elements) બેફામ બન્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે વડોદરામાં એક યુવકે પોલીસ વાન સાથે ફોટો શૂટ કર્યો છે. જે યુવકનો પોલીસ વાન સાથેનો ફોટો શૂટનો (Photo shoot) વીડિયો વાયરલ થયો છે. વડોદરા (Vadodara) જિલ્લા પોલીસની નાક નીચે અસમાજિક તત્વોનો આતંક હોય તેવું વીડિયો મારફતે જાણવા મળી રહ્યું છે. વડોદરા પોલીસની આબરૂને લીલામ કરતો વીડિયો વાયરલ (Viral Videos) થયો છે.
વડોદરામાં રીલ બનાવવા એક યુવકે જિલ્લા પોલીસની PCR વાનનો ઉપયોગ કર્યો છે. રૂરલ પોલીસની ગાડી પર ચઢી શખ્સે ફિલ્મી સ્ટાઈલ ફોટો શૂટ કર્યો છે અને તે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે.
રૂરલ પોલીસનાં વાહન પર ઊભા રહી શખ્સ દ્વારા ‘હીરો’ગીરી કરતો વીડિયોમાં જોવા મળે છે. ફિલ્મી ગીત પર ફોટો શૂટ કરીને સોશિયલ મીડિયામાં રીલ પોસ્ટ કરાઈ છે જેને લઈ પોલીસ તેને પકડવા ચક્રોગતિમાન કર્યો છે.
જે વાયરલ બાબતે લોકો વિવિધ કોમેન્ટો પણ કરી રહ્યાં છે અને પોલીસની બેદરકારી બાબતે સવાલો પણ ઉઠાવી રહ્યાં છે. આબરૂ બચાવવા વડોદરા જિલ્લા પોલીસે શખ્સની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો :-