Home Blog Page 1224

જો તમે WhatsApp પર Photo કે Video મોકલતા હોવ તો ખાસ જાણી લેજો ! નહીંતર પસ્તાવવાનો વારો આવશે

f you are sending a photo or video on WhatsApp

  • જો તમે વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને ટ્રાન્સફર કરો છો તો આ તમારા માટે કામની વાત છે. આવો જાણીએ આ અંગે વિસ્તૃતપૂર્વક..

વોટ્સએપ (WhatsApp) તમારી દરરોજની જરૂરીયાતનો ભાગ બની ગયુ છે. પરંતુ કદાચ વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ ફોટો અને વીડિયોને ટ્રાન્સફર (Transfer the video) કરવા માટે કરવામાં આવે છે. આ બાકી ફોટો વીડિયો અને શેરિંગ એપ અન્ય મોડથી ઘણા ફાસ્ટ અને સારા છે.

પરંતુ તમે નોટીસ કર્યુ હશે કે જ્યારે તમે વોટ્સએપ પરથી ફોટો અને વીડિયોને મોકલો છો તો તેમની ક્વોલિટી ખરાબ થાય છે. જો કે વોટ્સએપ તરફથી તેનાથી બચવા માટે અમુક ફીચર આપવામાં આવ્યાં છે. જેનાથી વોટ્સએપ પરથી ફોટો અને વીડિયો મોકલવાથી તેની ક્વોલિટી ખરાબ થતી નથી.

કેવીરીતે વોટ્સએપ પરથી મોકલશો હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો  :

વોટ્સએપ પરથી HD ફોટો અને વીડિયોને મોકલવા માટે કોઈ અલગથી ટૂલ આપવામાં આવ્યું નથી. વોટ્સએપના ચેટ સેક્શનમાં ડોક્યુમેન્ટ ઓપ્શન હોય છે. જેની મદદથી HD ફોટો અને વીડિયોને મોકલી શકાય છે.

આ છે તેની સમગ્ર પ્રક્રિયા :

  • સૌથી પહેલા તમારે Android અથવા પછી iPhone સ્માર્ટ ફોનમાં વોટ્સએપ ઓપન કરવુ પડશે.
  • ત્યારબાદ વોટ્સએપના ટોપ રાઈડ કોર્નર પર દેખાતા ત્રણ ડોટ દેખાશે. જેના પર ક્લિક કરવુ પડશે. જ્યાં તમને Setting ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવી પડશે.
  • પછી Setting ઓપ્શન પર ક્લિક કરતા Storage and Data પ્શનને સિલેક્ટ કરવુ પડશે.
  • ત્યારબાદ તમારે Photo upload quality પર ક્લિક કરવી પડશે.
  • હવે અહીંથી Best Quality ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે.
  • એક વખત Best Quality ઓપ્શન પસંદ કર્યા બાદ Ok પર ક્લિક કરો.

અટેચ ઓપ્શનથી પણ મોકલી શકો છો હાઈ ક્વોલિટી ફોટો :

  • જેના માટે સિમ્પલ તમારે જેની ફોટો અને વીડિયો મોકલવાનો છે. તેમના ચેટને ઓપન કરવી પડશે.
  • જ્યા તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. જેમાંથી એક અટેચ ઓપ્શન હશે.
  • આ અટેચ ઓપ્શનમાંથી ફોટો અને વીડિયોને સિલેક્ટ કરીને મોકલી શકશો. જેનાથી તમારી ફોટો અને વીડિયોની ક્વોલિટી ખરાબ નહીં થાય.

આ પણ વાંચો :-

સરકારી ઓફિસોના ધક્કાથી બચવું હોય તો ઘરે બેઠાં ડાઉનલોડ કરો ઈ-રાશન કાર્ડ, જાણો સંપૂર્ણ પ્રોસેસ

0

If you want to avoid the pressure

  • તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો.

રેશન કાર્ડ જ્યાં એકબાજુ તમારી ઓળખનો એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો બીજી તરફ વધતી મોંઘવારીમાં (inflation) ગરીબોને મફત રાશન અપાવવા માટે સૌથી જરૂરી દસ્તાવેજ પણ હોય છે. સરકાર દ્વારા દેશમાં ચલાવવામાં આવી રહેલી મફત રાશન યોજનાઓનો લાભ લેવા માટે તેની જરૂર પડે છે.

રેશન કાર્ડ મોંઘવારીના આ યુગમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઓછા ભાવે રાશન આપવામાં મદદ કરે છે. એવામાં જો તમે તમારું રેશન કાર્ડ ક્યાંક રાખીને ભૂલી ગયા છો કે ખોવાઈ ગયું છે તો આ સમાચાર તમારા કામના છે. તમે ઘરે બેઠા તમારું ઇ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરી શકો છો ચાલો જાણીએ કઈ રીતે..

ઇ-રાશન કાર્ડ (Ration card) ડાઉનલોડ કોણ કરી શકે? આ પ્રશ્નનો જવાબ આપતા જણાવી દઈએ કે જો તમારો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર તમારા રેશન કાર્ડ સાથે લિંક હશે ત્યારે જ તમે ઈ-રેશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો.

ઈ-રાશન કાર્ડ (E Ration Card) ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે nfsa.gov.in પર જવું પડશે. આ સરકારી સાઈટ ખોલતા જ તમને સાઈટના હોમપેજ પર રેશન કાર્ડનો વિકલ્પ દેખાશે જ્યાં તમને રાજ્ય પોર્ટલ પર રેશન કાર્ડની વિગતો જોવા મળશે.

સ્ટેટ પોર્ટલ પરના રાશન કાર્ડની વિગતો પર ક્લિક કરતા જ અલગ-અલગ રાજ્યોના નામ દેખાશે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાત પર ક્લિક કર્યું તો ત્યાંથી સાઇટ તમને તે રાજ્યની ઓફિશિયલ સાઈટ પર લઈ જશે.

 ઈ-રેશન કાર્ડ  (E Ration Card) ડાઉનલોડ કરવા માટે તમારી પાસેથી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી માંગવામાં આવશે જેમ કે રેશન કાર્ડ નંબર, કુટુંબના વડાનું નામ, આધાર કાર્ડ નંબર, જન્મ તારીખ અને રજીસ્ટર મોબાઈલ નંબર. આ બધી જરૂરી માહિતી દાખલ કર્યા પછી OTP પ્રાપ્ત આવશે અને OTP દાખલ કર્યા પછી અને તમારું ઈ-રાશન કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે.

આ પણ વાંચો :-

20 ડિસેમ્બર 2022 રાશિફળ : આજે ગણેશજીની કૃપાથી આ રાશિના જાતકોના તમામ કષ્ટો થશે દુર

20 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતા યોગ્ય નિર્ણયો લઈ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે. પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતાપિતા સાથે મતભેદ સંભવે. સ્વાસ્થ્ય સારું રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દરમિયાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમિયાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવાનાં અવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણીશીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય.

કન્યાઃ
પુત્રપૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃદ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન-સન્માનમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજશોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઈબહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગોથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંપનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારું રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરુ-ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન સોપારી, દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે. એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં, અન્યથા નાણાં ફસાઈ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેતી રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જૂની ઉધરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

Alto થઈ જશે બંધ ! City-i20 સહિત આ 17 કારો પર લટકતી તલવાર

Alto will be closed

  • બજારમાં વેચાનારી સસ્તી અને મોંઘી કાર્સ બંધ થઈ શકે છે. તેમાં કેટલીક એવી ગાડીઓ પણ છે. જે લોકોની ફેવરિટ છે. સૌથી પોપ્યુલર નામ મારૂતિ અલ્ટો 800 નું છે. જે હાલ દેશની સૌથી સસ્તી કાર છે.

ભારતમાં આગામી વર્ષે કડક ઉત્સર્જન માપદંડ (emission norms) લાગૂ થવા જઇ રહ્યા છે. પરંતુ આ નિયમોની અસર ફક્ત કાર નિર્માતા કંપનીઓ પર જ નહી પરંતુ ગ્રાહકો પર પણ પડવાની છે. બજારમાં વેચાનારી ઘણી સસ્તી અને મોંઘા કાર્સ બંધ થઇ શકે છે. તેમાં કેટલીક એવી ગાડીઓ પણ છે. જે લોકોની ફેવરિટ છે.

સૌથી પોપુલર નામ મારૂતિ અલ્ટો 800 નું છે. જે હાલ દેશની સૌથી સસ્તી કાર છે. આ ઉપરાંત 16 અન્ય કાર્સની યાદી પણ સામે આવી છે, જે 2023 માં નવા નિયમના લીધે બંધ થઇ શકે છે. અંવા નિયમનું નામ RDE એટલે કે Real Driving Emission છે. આવો પહેલાં આ નિયમને સમજીએ.

શું છે RDE એમિશન નોર્મ્સ ?

રિયલ ટાઈમ ડ્રાવિંગ એમિશન (RDE) હેઠળ વાહનોમાં એક સેલ્ફ-ડાયગ્નોસ્ટિક ડિવાઈસ લગાવવામાં આવશે. જે સતત વાહનથી થનાર પ્રદૂષણ પર નજર રાખશે. આ ડિવાઇસ દ્વારા વાહનના જે બે ભાગ પર સૌથી વધુ નજર રહેશે તેમાં કેટેલિટિક કન્વર્ટર અને ઓક્સિજન સેન્સર સામેલ છે. તેના દ્વારા કાર્સમાંથી નિકળનાર નાઈટ્રોજન ઓક્સાઈડ ગેસના લેવલને સતા ચેક કરવામાં આવશે.

હાલના સમયમાં આ લેવલને ચેક કરવાનું કામ ફક્ત લેબમાં કરવામાં આવે છે. પરંતુ એવું મળી આવ્યું કે વાહન જ્યારે ઉપયોગ થાય છે. ત્યારે તેનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. એટલા માટે એપ્રિલ 2023 થી આ નિયમોને લાવવામાં આવી રહ્યા છે. તેને BS6 ના ફેજ 2 પણ કહેવામાં આવી રહ્યું છે.

શું બંધ થશે કાર્સ? 

નવા નિયમના લીધે કાર મેકર કંપનીઓએ પોતાના વાહનના એન્જીન અને બાકી ભાગમાં ઘણા પ્રકારના ફેરફાર કરવા પડશે. તેનાથી કાર મેન્યુફેક્ચરિંગનો ખર્ચ વધી જશે. સૌથી વધુ અસર ડીઝલ વાહનો પર થશે. આ ઉપરાંત એન્ટ્રી લેવલ કાર્સની કિંમત પણ વધી જશે. એવામાં જે ગાડીઓ સસ્તા ભાવે વેચાતી હતી, તે મોંઘી થઇ જશે. એટલા માટે કંપનીઓ પોતાના પોપુલર મોડલ્સને પણ મજબૂરીમાં બંધ કરવાનું વિચારી રહી છે.

આ ગાડીને કરવામાં આવશે બંધ !

મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઘણી લોકપ્રિય કાર્સ બંધ થઇ છે તેમાં Maruti Suzuki Alto 800, Hyundai i20 ડીઝલ, Honda City 4th Gen, Honda City 5th Gen ડીઝલ, Honda Amaze ડીઝલ, Hyundai Verna ડીઝલ, Honda Jazz, Honda WR-V, Tata Altroz ડીઝલ, Renaut Kwid 800, Toyota Innova Crysta Petrol, Mahindra Marazzo, Mahindra Alturas G4, Mahindra KUV100, Skoda Octavia, Skoda Superb, Nissan Kicks સામેલ છે.

આ પણ વાંચો :-

રોહિત શર્મા હવે નહીં રમે ટેસ્ટ મેચ, જાણો ક્યારે પિચ પર કરશે રિએન્ટ્રી

0

Rohit Sharma will not play Test match

  • રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે.

રોહિત શર્મા (Rohit Sharma) બાંગ્લાદેશ (Bangladesh) સામેની સીરિઝની બીજી ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ ગયા છે, સીરિઝની બીજી મેચ 22 ડિસેમ્બરના રોજ મીરપૂરમાં રમવામાં આવશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને (Rohit Sharma) અંગૂઠામાં ઘા લાગવાને કારણે પહેલા ટેસ્ટ મેચમાં પણ નહતા રમી શક્યા.

તેની જગ્યાએ વાઈસ કેપ્ટન કેએલ રાહુલએ કેપ્ટનશિપની કમાન સંભાળી હતી અને હવે બીજી ટેસ્ટ મેચમાં પણ તે જ કેપ્ટન બની રહેશે. જણાવી દઈએ કે ટેસ્ટ મેચની સીરિઝમાં હાલ ટીમ ઈન્ડિયા 1-0 થી આગળ ચાલી રહી છે.

રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચ પણ નહીં રમે એ સમાચાર સોમવારના રોજ સામે આવ્યા છે. આવનાર સમયમાં બીજા મહત્વના મેચમાં રોહિત શર્મા સારી રીતે રમી શકે એનએ પૂરી રીતે રિકવર થઈ જાય એ માટે એમને આ મેચમાં આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. મેનેજમેન્ટ રોહિતના સ્વાસ્થ્યને લઈને કોઈ પણ જોખમ ઉઠાવવા નથી માંગતું.

એક રિપોર્ટ અનુસાર રોહિત હાલ મુંબઈમાં છે અને હાલમાં એવા સમાચાર સામે આવ્યા હતા કે ટીમ ઈન્ડિયાનો હિટ મેન ટેસ્ટ મેચમાં બેટિંગ કરી શકે છે પણ ખરી ચિંતા તેની ફિલ્ડિંગની છે. જણાવી દઈએ કે મેડિકલ ટીમ અને ટીમ મેનેજમેન્ટને લાગે છે કે જો ફિલ્ડિંગ કરતી વખતે બોલ તેના અંગૂઠા પર અથડાશે તો ઈજા વધુ ગંભીર બની શકે છે.

જો કે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી મર્યાદિત ઓવરોની સીરિઝમાં રમી શકે છે. જણાવી દઈએ કે ભારતે આ સમયગાળા દરમિયાન ત્રણ T20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે રમવાની છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસ સત્તામાં આવતા જ અદાણી ગ્રુપના બે સિમેન્ટ પ્લાન્ટ કરવા પડ્યાં બંધ, ભાવ પહોંચ્યા આસમાને

0

As soon as Congress came to power

  • હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકારે કામકાજ ચાલુ કરી દીધું છે. જોકે કોંગ્રેસના સત્તા પર આવવાની સાથે જ હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપની બે જાયન્ટ સિમેન્ટનું ઉત્પાદન કરનારા પ્લાન્ટ બંધ થઈ ગયા છે.

કોંગ્રેસની (Congress) સરકાર બન્યા ને હજી ગણતરીના દિવસો થયા છે. તેમાં અચાનક સિમેન્ટ પ્લાન્ટ (Cement plant) બંધ થઈ ગયા છે. તેથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) સિમેન્ટના ભાવ આસમાને પહોંચી ગયા છે.

હિમાચલ પ્રદેશ સિમેન્ટ પ્લાન્ટ બંધ થવા પાછળ રાજકીય કારણ હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે. જોકે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુક્ખૂએ કહ્યું હતું કે આ પૂરું પ્રકરણ કાયદાકીય વ્યવસ્થાથી જોડાયેલું છે.

ફેકટરી યુનિયન અને અદાણી સમુહ વચ્ચે વિવાદ છે. સરકારના પ્રયાસ છે કે બંને વચ્ચેની સમસ્યાનો ઉકેલ આવી જાય. ના યુનિયનનું નુકસાન થાય, ના ફેકટરીનું નુકસાન થાય એવું સરકાર ઈચ્છે છે.

સિમેન્ટના વધતા ભાવને લઈને હિમાચલ પ્રદેશ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સિમેન્ટના ભાવ ઓછા કરવા જ પડશે. અન્ય રાજયમાં સિમેન્ટ સસ્તી મળે અને હિમાચલ પ્રદેશમાં ઊંચા ભાવે વેચાત તે કદી સાંખી નહીં લેવાય..

આ પણ વાંચો :-

જો તમે ચેકથી પેમેન્ટ કરતાં હોવ તો પહેલાં આ નિયમ વાંચી લેજો નહીંતર જવું પડશે જેલમાં

0

If you are paying by cheque

  • આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે, પરંતુ આજના સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે.

બદલાતા સમયની સાથે આર્થિક વ્યવહારની (Financial transactions) મેથડ એટલેે કે પદ્ધતિ પણ બદલાઈ છે. હવે ડિજિટલ યુગ શરૂ થઈ ગયો છે, આજે આંગળીઓના ટેરવે મોબાઈલના એક ક્લિક બટનથી પર દુનિયા ચાલે છે. તમામ આર્થિક વ્યવહારો હવે ઓનલાઈન પેમેન્ટથી (Online payment) થાય છે. જોકે એવા સમયે પણ તમે જુની પદ્ધતિને અનુસરી શકો છો.

જૂની પેમેન્ટ સિસ્ટમ પણ હજુ ચાલુ છે. જેમાં ચેક દ્વારા લેવડ-દેવડ કરવામાં આવે છે. શું તમે પણ ચેકથી પેમેન્ટ કરો છો? તમે પણ ચેકથી વ્યવહાર કરતા હોવ તો આ સમાચાર તમારે ખાસ જાણવા જોઈએ. જાણો Cheque Bounce સંબંધિત આ નિયમો, નહીં તો તમારે જેલ જવું પડી શકે છે

આજના સમયમાં ઓનલાઈન પેમેન્ટનું ચલણ ઘણું વધી ગયું છે. મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. પરંતુ આજના સમયમાં પણ મોટી સંખ્યામાં લોકો ચેકનો ઉપયોગ કરે છે. જો તમારું નામ પણ આવા લોકોમાં સામેલ છે, તો તમારે ચેક સાથે જોડાયેલા તમામ નિયમો જાણવા જોઈએ.

નહિંતર જો ચેક બાઉન્સ થાય છે, તો કેટલાક ખાસ સંજોગોમાં, દંડ ભરવાની સાથે, તમારે જેલ પણ જવું પડી શકે છે. Cheque Bounce કેટલાક ચોક્કસ સંજોગોમાં ગુનાહિત કૃત્ય ગણવામાં આવે છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. અમે આ લેખમાં તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

ચેક આપતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો :

હંમેશા એકાઉન્ટ payee ચેક ઈશ્યૂ કરો.
ચેક પરની સહી બેંકમાં નોંધાયેલ હોવી આવશ્યક છે.
તમારા ખાતામાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે.
ચેક પરની માહિતી કાળજીપૂર્વક ભરો.

ચેક બાઉન્સ ક્યારે થાય ?

કોઈ વ્યક્તિ દ્વારા જારી કરાયેલા ચેક બાઉન્સ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ચેક આપનારના ખાતામાં ઓછું બેલેન્સ, બેંક ખાતામાં જમા થયેલ ચેક અને ચેક પર સહી મેચ ન થવી. ચેક પર લખેલ એકાઉન્ટ નંબર સાચો ન હોવો અને ઘણી વખત ખરાહ થયેલ ચેક પણ બેંક દ્વારા ક્લિયર કરાતા નથી.

શું છે ચેક બાઉન્સનો નિયમ?

ચેક બાઉન્સ થવાના કિસ્સામાં બેંક દ્વારા લાદવામાં આવેલો પ્રથમ દંડ ચેક જારી કરનાર પર હોય છે. જો કે, દંડની રકમ ચેક બાઉન્સ થવાના કારણ અને બેંક પર આધારિત છે. જો આ જારીકર્તાના ખાતામાં ઓછા બેલેન્સને કારણે ચેક બાઉન્સ થાય છે. તો તેને ગુનાહિત શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 હેઠળ વ્યક્તિ સામે કાર્યવાહી થઈ શકે છે અને ચેક જારી કરનારને બે વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

આ પણ વાંચો :-

જલ્દી કરો ! નહીં તો રહી જશો સસ્તું સોનું ખરીદવાની ઉત્તમ તક ! જાણો સરકારની આ સ્કીમ વિશે

0

Hurry up! Otherwise

  • ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે.

હાલના દિવસોમાં સોનાનું (Gold) બજાર ઘણું ગરમ છે અને સોનાની કિંમતો ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ સોનું 54 હજારને પાર થઈ ગયું છે. પણ આવી સ્થિતિમાં સરકાર માર્કેટ રેટ (Govt Market Rate) કરતા ઓછા ભાવે સોનું ખરીદવાની તક આપી રહી છે. જો તમે પણ સસ્તું સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો.

તો મોદી સરકાર તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવી છે. જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ ફરી શરૂ કરવામાં આવી છે. આરબીઆઈ આ સરકારી ગોલ્ડ બોન્ડ યોજના બે તબક્કામાં જારી કરશે એ મુજબ રોકાણની યોજના ડિસેમ્બર અને માર્ચમાં ખોલવામાં આવશે.

19 થી 23 ડિસેમ્બર સુધી રોકાણ કરવાની તક :

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ગોલ્ડ બોન્ડ (SGB) યોજના પ્રથમ તબક્કા હેઠળ 19 થી 23 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. બીજા તબક્કામાં રોકાણકારોને 6 થી 10 માર્ચ સુધી તક મળશે. આજથી એટલે કે 19 ડિસેમ્બરથી સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ (SGB) 2022-23ની નવી શ્રેણી ખોલવામાં આવી છે. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ માર્કેટ રેટ કરતા ઓછા ભાવે સોનું ખરીદીને રોકાણ કરી શકો છો. ભારતીય રિઝર્વ બેંક (RBI) સરકાર વતી સોવરિન ગોલ્ડ બોન્ડ જારી કરે છે.

આટલી હશે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત :

જણાવી દઈએ કે રિઝર્વ બેંકે ગોલ્ડ બોન્ડની ઈશ્યુ પ્રાઇસ 5,409 રૂપિયા પ્રતિ ગ્રામ રાખી છે પણ તેને 5,359 રૂપિયા પ્રતિ ગ્રામના દરે પણ ખરીદી શકાય છે. આ કિંમતમાં સોનું ખરીદવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરનારા રોકાણકારોને રિઝર્વ બેંક દ્વારા પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે રોકાણકારોએ પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આ સિવાય સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે રોકડ, ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચુકવણી કરી શકાય છે.

કોણ રોકાણ કરી શકે છે?

નાણા મંત્રાલયે કહ્યું કે ગોલ્ડ બોન્ડમાં રોકાણ માટેની અરજીઓ 19 થી 23 ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે અને 27 ડિસેમ્બરે અરજદારોને બોન્ડ જારી કરવામાં આવશે. જણાવી દઈએ કે ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ કિંમત 999 શુદ્ધતાના સોના પર આધારિત છે. સરકારે સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.

આ પણ વાંચો :-

ફિફા વર્લ્ડ કપમાં ચેમ્પિયન આર્જેન્ટિનાને મળી આટલી રકમ તો ફ્રાંસની ટીમ પણ માલામાલ, જાણો કઈ ટીમોને કેટલી રકમ મળી ?

The champion Argentina got so much money in FIFA World Cup

  • ફૂટબોલને વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે.
  • તેથી સમગ્ર વિશ્વની નજર FIFA વર્લ્ડ કપ 2022 પર હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ સાથે કરોડો રૂપિયા લઈ રહી છે. ફિફા વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે અને માત્ર વિજેતા ટીમ જ નહીં પરંતુ રનર અપ ટીમ પણ અમીર બની હતી.

FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ રવિવારે એટલે કે 18 ડિસેમ્બરે રમાઈ હતી. લુસેલ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને ફ્રાન્સની ટીમો સામસામે આવી હતી. આ મેચમાં આર્જેન્ટિનાએ (Argentina) પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ જીત સાથે લિયોનેલ મેસીનું (Lionel Messi) વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું થયું.

ફૂટબોલને વિશ્વની સૌથી લોકપ્રિય રમત માનવામાં આવે છે. તેથી સમગ્ર વિશ્વની નજર FIFA વર્લ્ડ કપ 2022 પર હતી. વર્લ્ડ કપ ટ્રોફી જીતનારી ટીમ ટાઈટલ સાથે કરોડો રૂપિયા લઈ રહી છે. ફિફા વર્લ્ડ કપની ઈનામી રકમ ઘણી વધારે છે અને માત્ર વિજેતા ટીમ જ નહીં પરંતુ રનર અપ ટીમ પણ અમીર બની હતી.

આ ટીમોનાં ખાતાંમાં આવ્યાં આટલાં રૂપિયા :

  • વિજેતા આર્જેન્ટિના 347 કરોડ રૂપિયા.
  • ઉપવિજેતા ફ્રાંસ- 248 કરોડ રૂપિયા.
  • ત્રીજા નંબરની ટીમ 223 કરોડ રૂપિયા.
  • ચોથા નંબરની ટીમ 206 કરોડ રૂપિયા.

નોકઆઉટ મેચમાં પહોંચનારી ટીમો જ નહીં પરંતુ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને પણ ફીફા દ્વારા અમુક રકમ આપવામાં આવે છે. કઈ ટીમોને મળી કેટલી રકમ, જાણો

  • વર્લ્ડકપમાં સામેલ થયેલી દરેક એક ટીમને 9-9 મિલિયન ડોલર.
  • પ્રી ક્વોટર ફાઈનલમાં પહોંચનાર ટીમોને 13 મિલિયન ડોલર.
  • ક્વાર્ટર ફાઈનલમાં હારનાર ટીમોના ખાતામાં 17 મિલિયન ડોલર.

વર્લ્ડ કપ દરમિયાન ફીફા દ્વારા કુલ 3641 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે અલગ-અલગ ટીમોને ઈનામી રકમ તરીકે આપવામાં આવશે. આમાં દરેક ટીમની સહભાગિતા માટેની ફી, મેચ વિનિંગ્સ, ગોલ ફી અને વિજેતા, રનર્સ-અપ અને નોકઆઉટ મેચમાં પહોંચેલી ટીમોની રકમનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

મહારાષ્ટ્રના રાજકારણમાં થઈ શકે છે ફરી નવાજુની ? હવે  આ નેતાને સીએમ બનાવવા માંગ ઉઠી 

0

Can there be a reshuffle in Maharashtra politics

  • મહારાષ્ટ્રનું (Maharashtra) રાજકારણ (Politics) ફરી એક વાર કરવટ બદલી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. જેમાં ખરેખર ભૂકંપ આવવાના એધાણો દેખાઈ રહ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રીની (Chief Minister) ખુરશી ઉપર કોઈ ટકી શક્યું નથી તે એક હકીકત છે.

ભાજપ (BJP) સામે ચૂંટણી લડ્યા બાદ શિવસેનાએ મુખ્યમંત્રી પદની લાલચમાં આવી જઈને આઘડી મહાગઠબંધનની સાથેની સરકાર રચી હતી. જો કે ઉદ્ધવ ઠાકરે વધુ સમય સુધી સીએમ પદ ઉપર ટકી શક્યા ન હતા. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે. હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

ભાજપના નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી :

પરંતુ હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે. આનાથી રાજનીતિક ગલીયારાઓમાં ફરી એક વાર ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે. પોતાની જ પાર્ટીના મોટા નેતા એકનાથ શિંદેએ શિવસેનાના 40થી વધુ ધારાસભ્યોને તોડીને બીજેપીના સમર્થનથી નવી સરકાર બનાવી છે.

હવે એકનાથ શિંદે મહારાષ્ટ્રના સીએમ છે. બીજી તરફ ભાજપ સરકારમાં પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા હતા. હવે ભાજપના એક નેતાએ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.

ભાજપના નેતાના આવા નિવેદન લઇ રાજકારણની હવા બદલાઈ :

ઉલ્લેખનીય છે કે નાગપુરમાં એક જાહેર કાર્યક્રમમાં બીજેપી નેતા બાવનકુલેએ કહ્યું કે જ્યાં સુધી હું બીજેપીના રાજ્ય એકમનો અધ્યક્ષ છું ત્યાં સુધી ફડણવીસને મુખ્યમંત્રી બનવું જોઈએ. આ પછી તેણે … કહીને વાક્ય અધૂરું છોડી દીધું અને પછી થોડીવાર માટે અટકી ગયો. પ્રેક્ષકોમાંના ઘણા લોકોએ ‘મુખ્યમંત્રી’ શબ્દની બૂમો પાડ્યા પછી બાવનકુલેએ તેમનું ભાષણ ચાલુ રાખતા કહ્યું, “આપણે બધાએ એવી રીતે કામ કરવાની જરૂર છે કે હવે ફડણવીસને મુખ્ય પ્રધાન પદ મળે.”

આ પણ વાંચો :-