Home Blog Page 1213

એક વ્યક્તિએ કરી કમાલ, નેનો કારને બનાવી દીધું હેલિકોપ્ટર ! દુનિયાભરમાં વીડિયો વાયરલ

0

One person has done a miracle

  • નેનો કારને રોડ-ગોઈંગ હેલિકોપ્ટરનું રૂપ આપનાર આઝમગઢના સુધારનો દાવો છે કે જો સરકાર અને કંપનીઓ તેની મદદ કરે તો તે પણ આ જ રીતે હવા અને પાણીમાં ચાલતું હેલિકોપ્ટર બનાવી શકે છે.

ભારતમાં ટેલેન્ટની (talent) કમી તો બિલકુલ નથી એ વાત સાવ સાચી છે. કારણ કે લોકો એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેની કોઈ કલ્પના પણ કરી નથી હોતી. આવી જ એક કરામત ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) આઝમગઢમાં (Azamgarh) એક વ્યક્તિએ કરી છે. સલમાન નામના સુથારે નેનો કારને હેલિકોપ્ટપરમાં તબદીલ કરી. આ વિશે વધુ માહિતી આ અહેવાલમાં વાંચો.

ઉત્તર પ્રદેશના આઝમગઢના સલમાન નામના એક સુથારે એક મોટું કારનામું કર્યું છે. તેણે નેનો કારને રસ્તા પર ચાલતા હેલિકોપ્ટરમાં તબદીલ કરી છે. સલમાને દાવો કર્યો છે કે તેમાં મુસાફરી કરનારાઓને હેલિકોપ્ટર જેવો અનુભવ થશે.

સલમાન નામના આ સુથારે જણાવ્યું કે તેને આ અનોખું હેલિકોપ્ટર બનાવવામાં 4 મહિના અને 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. તેણે એવું હેલિકોપ્ટર બનાવ્યું છે જે રસ્તા પર ચાલશે. આ અનોખું વાહન લોકોને એટલું પસંદ આવી રહ્યું છે કે લોકો તેને ખરીદવા માગે છે. તેણે વધુમાં જણાવ્યું કે આ હેલિકોપ્ટરને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે.

સલમાનનું કહેવું છે કે જો સરકાર અને કંપનીઓ તેની મદદ કરે તો તે વધુ એર અને વોટર હેલિકોપ્ટર પણ બનાવી શકે છે. વધુમાં કહ્યું કે તે આ વિચારને આગળ લઈ જઈ શકે છે અને હજી વધુ અનોખા વાહનો બનાવી શકે છે.

આ પણ વાંચો :-

23 ડિસેમ્બર 2022, રાશિફળ : આ 6 રાશિના જાતકો પર સાંઈબાબાની અસીમ કૃપા રહેશે, જાણો તમારી રાશિ અનુસાર…

23 December 2022, Horoscope Gujarat Guardian

મેષ
દિવસ દરમિયાન નવી શક્તિનો સંચય થતો જણાય. પરિવારમાં તમામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણથી લાભ મળતો જણાય. પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભ
પરિવારમાં વિખવાદ થવાની શક્યતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશ્કેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો  સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંધો ન બગડે એનું ખાસ ધ્યાન રાખવું.

‌મિથુન
દિવસ દરમિયાન આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઈજાથી સાચવવું. સંતાન સુખ સારું મળશે. સંતાન મોજશોખમાં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભદાયક પૂરવાર થાય.

કર્ક
અભ્યાસ, ગ્રહણશક્તિ વધે. બીજાની નકલ કરવાની ઈચ્છા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પ્રાણીઓ-પશુઓને લગતા ધંધાવાળાને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

‌સિંહ
રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જણાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાવ એનું ધ્યાન રાખવું. આકસ્મિક ધનહાનિના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યા
ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિદ્યાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ઘટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યો મુલતવી રાખવા.

તુલા
વિચારવાયુનું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિદ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતે અંગે ચિંતા વધે. ખોટા નિર્ણય લેવાઈ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃ‌શ્ચિક
આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કર્યું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધન
આજે આપને માટે સૌથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભાળજો. શરદી-ખાંસી તાવથી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ઘરમાં જ રહેવાની સલાહ છે.

મકર
આજે આપે પત્નિની તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં સુધી પત્નિએ બહાર નીકળવાનું ટાળવું. થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભ
મક્કમ મનોબળના દર્શન થશે. તકલીફનો હિંમતથી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ-શરદી-ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગથી લાભ.

મીન
આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયતની સાવચેતી રાખવી. પેટના રોગોથી સાચવવું. મિત્રોથી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, એક્સપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

આ પણ વાંચો :-

કપડાંને કારણે નહીં પરંતુ ઉર્ફીના સેટ પર પહોંચી હતી દુબઈ પોલીસ, પોતે સામે આવીને કરી સ્પષ્ટતા

Not because of the clothes but because

  • દુબઈ પોલીસે ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું. એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે.

‘બિગ બોસ OTT’ ફેમ ઉર્ફી જાવેદ (Urfi javed) વધુ પડતાં તેના વિચિત્ર કપડાં માટે અને એ સિવાય તેના વિવાદસ્પદ નિવેદનો માટે હેડલાઇન્સ બનાવે છે. હાલ માં જ એવા સમાચાર આવ્યા હતા કે દુબઈ પોલીસે (Dubai Police) ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું કે કે ઉર્ફી જાવેદ ખૂબ રિવિલિંગ કપડાં (Revealing clothes) પહેર્યા હતા. જો કે એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે. ઉર્ફીએ જણાવ્યું છે કે દુબઈ પોલીસે તેની અટકાયત કેમ કરી હતી.

ઉર્ફી જાવેદે દુબઈમાં પહેર્યા હતા રિવિલિંગ કપડાં :

હાલમાં જ ઉર્ફી દુબઈ પહોંચી હતી અને ત્યાં તેના આવનર પ્રોજેક્ટ માટે શૂટ કરવાનું હતું પણ દુબઈ પહોંચતા જ ઉર્ફી જાવેદ મુશ્કેલીમાં મુકાઈ હતી. સમાચાર આવ્યા કે દુબઈ પોલીસ ઉર્ફીના સેટ પર પહોંચી કારણ કે શુટ દરમિયાન ઉર્ફી જાવેદે ઘણા રિવીલિંગ કપડાં પહેર્યા હતા.

ઉર્ફીએ જણાવ્યું કે શું હતી સમસ્યા :

આ બાબતે ચોખવટ કરતાં ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે સેટ પર શું થયું. ઉર્ફીએ કહ્યું છે કે દુબઈ પોલીસ ચોક્કસપણે તેના સેટ પર પહોંચી હતી પણ તેના રિવીલિંગ કપડાંને કારણે નહીં. જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું તે લોકેશનની સમસ્યા ને કારણે પોલીસ ત્યાં આવી હતી.

શૂટ પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું :

આ પહેલા પણ ઉર્ફીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘દુબઈમાં તેને બનાવેલા કપડામાં ઈન્સ્ટાગ્રામ માટે એક વીડિયો શૂટ કરવાનો હતો જે દુબઈના લોકો મુજબ ઘણો રિવીલિંગ હતો. અંહિયા સમસ્યા એ આવી કે આઉટફિટમાં કોઈ વાંધો નહતો પણ વાસ્તવમાં શૂટ એક પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું અને દુબઈમાં લોકોને ખુલ્લા વિસ્તારમાં આવા કપડાં પહેરીને શૂટિંગ કરવા માટે પરમીશન નથી. આ માટે પોલીસ અને લોકલ ઓથોરિટીઝએ પણ ઉર્ફી સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :-

શું ટિકિટ ચેકરને ટ્રેનના તમામ કોચમાં જઈને ટિકિટ ચેક કરવાનો અધિકાર છે ? કઈંક આવા છે રેલ્વેના નિયમો

0

Does the ticket checker have the right

  • ટ્રેનના અલગ અલગ કોચમાં એક જ TTE જઈને ટિકિટ ચેક કરે છે પણ મહિલા આરક્ષિત કોચમાં જવા માટે પુરુષ TTEને કહેવામાં આવતું નથી.

રેલ્વે (Railway) દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ કારણોસર રેલ્વે સમયાંતરે કે કોઈ તહેવાર પર સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આ સાથે જ સમયાંતરે રેલ્વે તેના નિયમોમાં પણ ઘણા ફેરફાર કરતી રહે છે. ભારતીય રેલ્વેના (Indian Railways) કેટલાક નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે પણ પૂરતી માહિતીના અભાવે ઘણા મુસાફરો એ નિયમોનો લાભ લઈ શકતા નથી. આજે એવા જ એક ભારતીય રેલ્વે નિયમ વિશે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.

TTEને ટ્રેનના તમામ કોચમાં જવાનો અધિકાર છે?

ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને રોકવા અને મુસાફરોને  પ્રવાસ દરમિયાન ઘણા કિસ્સાઓમાં મદદ કરવા માટે TTE ની નિમણૂક કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે TTE મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને ટિકિટ ન હોવા બદલ દંડ લાદે છે અથવા યોગ્ય પગલાં લે છે.પણ શું તમે જાણો છો કે TTEને ટ્રેનના તમામ કોચમાં જવાનો અધિકાર છે? ટ્રેનના અલગ અલગ કોચમાં એક જ TTE જઈને ટિકિટ ચેક કરે છે પણ મહિલા આરક્ષિત કોચમાં જવા માટે પુરુષ TTEને કહેવામાં આવતું નથી.

પુરૂષ TTE નથી કરી શકતા તપાસ  :

રેલ્વેની વેબસાઈટ erail.in અનુસાર મહિલાઓ માટે આરક્ષિત કોચનું ચેકિંગ સામાન્ય રીતે મહિલા ટિકિટ કલેક્ટર અથવા એક્ઝામિનર્સ દ્વારા કરવું જોઈએ. એટલે પુરૂષ TTE ટિકિટ ચેકિંગ અધિકારીઓ અથવા ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષકોને  “લેડીઝ” કમ્પાર્ટમેન્ટમાં તપાસ માટે બોલાવવામાં આવતા નથી. રેલ્વેનું કહેવું છે કે પુરુષ ટિકિટ ચેકિંગ ઓફિસર પ્લેટફોર્મ પરથી જ મહિલાઓની ટિકિટ ચેક કરી શકે છે.

ટિકિટ વિના મુસાફરી ચૂકવવો પડે છે દંડ :

રેલ્વે દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ યાત્રી ટિકિટ વગર મુસાફરી કરતો જોવા મળે તો ટિકિટ ચેકિંગ અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે છે. સાથે જ રેલ્વે દ્વારા ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડ વસૂલવામાં આવે છે. જણાવી દઈએ કે TTE દ્વારા જે સ્ટેશનેથી પેસેન્જરે મુસાફરી શરૂ કરી હોય એટલે કે જ્યાંથી ટ્રેન ઉપડી હોય તે સ્ટેશન અથવા ચેકિંગ પોઈન્ટથી લઘુત્તમ વધારાની ફી જેટલી રકમ પર 250 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

આ પણ વાંચો :-

મુકેશ અંબાણીએ ખરીદ્યો આ મોટી કંપનીનો ઈંડિયન બિઝનેસ, ડીલ થઈ છે કરોડોમાં.

0

Mukesh Ambani bought the Indian business

  • મુકેશ અંબાણીએ જર્મન રિટેલર મેટ્રો એજીનો ભારતીય બિઝનેસ ખરીદી લીધો છે. આ ડીલ 2,849 કરોડ રૂપિયામાં થઈ છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો (Reliance Industries Limited) બિઝનેસ સતત વધી રહ્યો છે. કંપનીના ચેરમેન અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) એક પછી એક મોટી ડીલ કરી રહ્યા છે. હવે તેણે બીજી મોટી ખરીદી કરી છે. મુકેશ અંબાણીએ જર્મન રિટેલર મેટ્રો એજીનો (German retailer Metro AG) ભારતીય બિઝનેસ ખરીદી લીધો છે. આ ડીલ 2,849 કરોડ રૂપિયામાં થઈ છે.

આ અધિગ્રહણ ટૂંક સમયમાં પૂર્ણ :

મુકેશ અંબાણીએ રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાની દિશામાં આ મોટું પગલું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ટૂંક સમયમાં મેટ્રો એજીના ભારતીય બિઝનેસને હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (મેટ્રો ઇન્ડિયા)માં કુલ $344 મિલિયનમાં 100 ટકા ઈક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે કરારો પર હસ્તાક્ષર કર્યા છે.

34 દેશોમાં Metro AG બિઝનેસ :

મેટ્રો કેશ એન્ડ કેરીના ગ્રાહકોમાં રિટેલર્સ અને ગ્રોસરી સ્ટોર્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સ (HoReCa), કોર્પોરેટ, SME, કંપનીઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. મેટ્રો એજી 34 દેશોમાં તેનો વ્યવસાય કરે છે અને વર્ષ 2003માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. તેના બેંગલુરુમાં છ, હૈદરાબાદમાં ચાર, મુંબઈ અને દિલ્હીમાં બે-બે અને કોલકાતા, જયપુર, જલંધર, જીરકપુર, અમૃતસર, અમદાવાદ, સુરત, ઈન્દોર, લખનૌ, મેરઠ, નાસિક, ગાઝિયાબાદ, તુમાકુરુ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, ગુંટુર અને હુબલીમાં એક-એક સ્ટોર છે.

રિલાયન્સ પાસે 16,600 થી વધુ સ્ટોર્સ :

રિલાયન્સ 16,600 થી વધુ સ્ટોર્સ સાથે ભારતની સૌથી મોટી બ્રિક-અને-મોર્ટાર રિટેલર છે. રિલાયન્સ રિટેલના ડાયરેક્ટર ઈશા અંબાણીનું કહેવું છે કે આ ડીલ અમારી નવી વ્યૂહરચના હેઠળ છે. મેટ્રો ઈન્ડિયા ભારતીય B2B માર્કેટમાં એક પીઢ ખેલાડી છે અને તેણે મજબૂત ગ્રાહક અનુભવ પ્રદાન કરતું નક્કર મલ્ટિ-ચેનલ પ્લેટફોર્મ સ્થાપ્યું છે. Metro AGના CEO, સ્ટીફન ગ્ર્યુબેલે જણાવ્યું હતું કે, ‘મેટ્રો ઈન્ડિયા સાથે અમે યોગ્ય સમયે ખૂબ જ ગતિશીલ બજારમાં વિકસતા અને નફાકારક જથ્થાબંધ વ્યવસાયનું વેચાણ કરી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમને રિલાયન્સમાં યોગ્ય ભાગીદાર મળ્યો છે.

આ પણ વાંચો :-

 

આ લે લે ! આ તો બોયકોટનું ઊંધું થયું ! શાહરુખ-દિપીકાના ગીતે બનાવ્યો રેકોર્ડ, જુઓ શું થયું

Take this! This is the reverse of the boycott

  • ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશર્મ રંગ’ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું હતું અને હજુ પણ એ વિવાદ ચાલી રહ્યો છે એવામાં ગીત ‘બેશર્મ રંગ’ ને મળી ગયા 100 મિલિયન વ્યુઝ.

દીપિકા-શાહરુખના (Deepika-Shahrukh) અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થાય એ પહેલા પઠાણનું (Pathan) પહેલું ગીત બેશર્મ રંગ રિલિઝ કરાયું હતું જેણે સોશિયલ મીડિયા (Social media) પર તહેલકો મચાવ્યો છે. બોલિવૂડ બાદશાહની ફિલ્મ ‘પઠાણ‘ની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચાર વર્ષ બાદ કિંગ ખાન એક મોટી ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે અને કિંગ ખાનના ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.

આ અપેક્ષાઓ વચ્ચે ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશર્મ રંગ‘ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું હતું અનેએ હજુ પણ એ વિવાદ ચાલી રહ્યો છે એવામાં આશ્ચર્યની વાત એ છે કે વિવાદમાં ચાલી રહેલ આ ગીત ‘બેશર્મ રંગ’ તેના 100 મિલિયન વ્યુઝ પૂર્ણ કરી લીધા છે.

બેશર્મ રંગ‘ થયું ટ્રેન્ડ  :

સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે. ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે ‘બેશર્મ રંગ’ને 100 માર્ક્સ આપ્યા છે.

આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જહોન અબ્રાહમ પણ જોવા મળશે.

આ દિવસે રિલિઝ થશે પઠાણ :

હવે ચાહકો ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જહોન અબ્રાહમ પણ જોવા મળશે.

આ પણ વાંચો :-

 

શિક્ષણ જગત થયું ફરીવાર શર્મસાર : વધુ માર્ક્સ આપવાની લાલચે પ્રોફેસર બે યુવતીઓને….

0

Education world shamed again

  • એક પ્રોફેસરે શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. ત્યારે પ્રોફેસરે માત્ર સારા માર્કસની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે. જેમને લઇ તપાસનો પણ ધમધમાટ શરૂ થયો છે.

વધુ એક વખત શિક્ષણ જગતને (Education world) શર્મશાર કરતો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક પ્રોફેસરે (Professor) શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે. ત્યારે પ્રોફેસરે માત્ર સારા માર્કસની લાલચ આપી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાની વાતો ચર્ચાઈ રહી છે.

રાજકોટના કલાવડ રોડ પર આવેલી માતૃશ્રી વીરબાઈ કોલેજ વિવાદમાં આવી છે. જેમનું કારણ છે તે જ કોલેજમાં ભણવતા એક પ્રોફેસર કે જેમના લીધે શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે. તે પ્રોફેસરનું નામ તેરૈયા છે કે જેમને તેમની જ પાસે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પાસે અભદ્ર માંગણી કરી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.

સમગ્ર ઘટના પર નજર કરીએ તો માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજના સાયન્સના પ્રોફેસર સંજય તેરેયા દ્વારા બે વિદ્યાર્થિની પાસે અભદ્ર માંગ કરતા સમગ્ર મામલો એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પાસે પહોંચ્યો હતો. જેમને લઇ તપાસનો પણ ધમધમાટ શરૂ થયો છે.

સમગ્ર ઘટના ત્રણ મહિના પહેલા બની હતી. જેમાં સંજય તેરેયાએ વિદ્યાર્થિની પાસે સારા માર્કસે પાસ કરી દેવાની લાલચ આપી અભદ્ર માંગ કરતા વિધાર્થિનીઓએ કોલેજના પ્રિન્સિપાલ કે જે ગણાત્રાને લેખિત અરજી આપી હતી. પરંતુ કદાચ આ ઘટનાને પ્રિન્સિપાલ દ્વારા પણ ગંભીરતાથી ન લેવાઈ હોય તેવું સામે આવ્યું છે, કારણ કે 3 મહિના પહેલા આપેલી અરજીની કેમ ૩ મહિના બાદ ધ્યાને લઈ અને તપાસ કરવામાં આવી છે.

આ સમગ્ર ઘટના હવે મીડિયામાં આવી છે. ત્યારે એ પણ જાણવા મળી રહ્યું છે કે આ લંપટ શિક્ષકની કરતૂતો જાણવા એક તપાસ કમિટી રચવામાં આવી છે અને એક સપ્તાહમાં રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેમ કોલેજના પ્રિન્સિપાલ ગણાત્રાએ જણાવ્યું હતું. જોકે આઘાતજનક બાબત એ છે કે બે વિદ્યાર્થિનીએ 3 મહિના પહેલા અરજી કરી હતી અને પ્રિન્સિપાલે દોઢ માસ સુધી તેમાં કોઇ કાર્યવાહી જ કરી ન હતી.

માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીએ સપ્ટેમ્બર મહિનામાં એન્ટિ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેલને અરજી કરીને કોલેજમાં સાયન્સના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજય તેરૈયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આ લંપટ શિક્ષક સામે ક્યારે પગલા લેવાશે તે પણ પ્રશ્ન થઈ રહ્યો છે.

સમગ્ર ઘટના અંગે તપાસ સમિતિએ પણ પ્રિન્સિપાલને રિપોર્ટ છે તે સોંપી દીધો છે. ત્યારે જોવાનું એ રહશે કે આ લંપટ શિક્ષક વિરૂદ્ધ હવે શું પગલા લેવામાં આવે છે. અને આ અંગે NSUI ના પ્રદેશ મંત્રીએ જણાવ્યું હતું કે આ બનાવમાં જવાબદાર પ્રોફેસર સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં NSUI ઉગ્ર આંદોલન કરી હલ્લાબોલ મચાવશે.

આજે આ ઘટનાના પગલે જ્યારે કોલેજ કાયમી આવતા પ્રોફેસર આજે અચાનક કોલેજ ન આવી ક્યાંક ગાયબ થઈ ગયા હતા. ત્યારે તેમને લઇ પણ અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં NSUIએ પણ ઝંપલાવ્યું છે અને આ શિક્ષકને બળ તરફ કરવાની માંગ પણ કરી છે. જો આગામી દિવસોમાં શિક્ષક સામે પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની પણ આપી છે.

આ સમગ્ર બનાવવામાં એક મહત્વની વાત એ છે કે જે વિદ્યાર્થીનીએ હિંમત કરી પ્રોફેસર સામે આવાજ ઉઠાવ્યો તે જ પ્રોફેસર છેલ્લા ચાર મહિનાથી આ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે એટલે ક્યાંકને ક્યાંક કોલેજના મેનેજમેન્ટ દ્વારા તપાસના નામે ડિંડક ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસે રેડ પાડતાં જ…..

A racket was running under the guise of a spa in Surat

  • સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી.

સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના (Kutankhana) પર રેડની કામગીરી કરી હતી.  રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.

પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જે

માં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો :-

સુરત શહેરમાં મેટ્રો માટે રસ્તો ખોદતાં 16મી સદીની આ વસ્તુઓ મળતા લોકોમાં આશ્ચર્ય, જુઓ તસવીરો

0

People surprised to find these 16th century objects

  • સુરતમાં મેટ્રો લાઈનના ખોદકામ દરમિયાન જમીનમાંથી એવી વસ્તુઓ મળી આવી હતી કે ખુદ સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલા સ્થળ પર દોડી આવ્યા હતા.

સુરતના (Surat) કેટલાક વિસ્તારોમાં જમીનમાંથી સમયાંતરે અનેક એવી ઐતિહાસિક અને આશ્ચર્ય પમાડે તેવી ચીજ વસ્તુ મળી આવતી હોય છે કે, જેને લઈને પુરાતત્વ વિભાગના (Department of Archaeology) અધિકારીઓને પણ તાત્કાલિક ધોરણે દોડતું થઈ જવું પડતું હોય છે. ત્યારે ફરી એકવાર સુરતમાં મેટ્રોની (Metro) કામગીરી દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવી કે સ્થાનિકો જોવા માટે ઊમટી પડ્યા હતા.

જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા :

સુરત શહેરના ચોક બજાર કિલ્લા વિસ્તારમાં મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અલગ-અલગ જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોક બજાર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા હતા.

હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા :

આ અંગેની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મેટ્રો લાઈનની કામગીરી દરમિયાન ચોક બજારના પેટ્રોલ પંચ પાસે ખોદકામ દરમિયાન જમીનમાંથી ઔતિહાસિક ટોપના નાળચા મળી આવ્યા હતા.

ત્રણેય તોપના નાળચાની લંબાઈ 5 થી 7 ફૂટ  છે. જે સ્થળે તોપના નાળચા મળ્યા તેનાથી 50 મીટર દૂર જ ઐતિહાસિક કિલ્લો આવે છે. સમગ્ર મામલે મનપાએ આર્કોલોજી વિભાગને જાણ કરી છે.

આ પણ વાંચો :-

મુંબઈની ડ્રગ્સ ક્વીન કેવી રીતે ફેલાવતી હતી ગાંધીના ગુજરાતમાં સફેદ ઝેર

How Mumbai’s drug queen was spreading

  • મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સ ઠાલવવામાં આવી રહ્યું છે અને મોટાભાગનો જથ્થો મહિલાઓ દ્વારા સપ્લાય કરાવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી મુંબઈના ડ્રગ માફિયાઓની સિન્ડિકેટની કમરના મણકાઓ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે.

શહેરમાં ઠલવાતો એમડી ડ્રગ્સનો (MD Drugs) જથ્થો મોટાભાગે મુંબઈ રાજ્યમાંથી આવતા હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદ દ્વારા એવી કેટલીક મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે કે જેમનું મુંબઈના ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન સામે આવી ચૂક્યું છે. મુંબઈની (Mumbai) આ ડ્રગ્સ ક્વીન કેવી રીતે ગાંધીના ગુજરાતમાં સફેદ ઝેર લાવે છે.

મુંબઈની ડ્રગ્સ ક્વિનો :

  • અમીના બાનું ઉર્ફે ડોન.
  • રહેનુમા ખાન ઉર્ફે સિઝા.
  • હરપ્રીત કૌર.
  • અફસાના બાનું.

મુંબઈથી ગુજરાતમાં એમ.ડી ડ્રગ્સ ઠાલવવામાં આવી રહ્યું છે અને મોટાભાગનો જથ્થો મહિલાઓ દ્વારા સપ્લાય કરાવડાવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ એસ.ઓ.જી મુંબઈના ડ્રગ્સ માફિયાઓની સિન્ડિકેટની કમરના મણકાઓ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. મૂળ મુંબઈની રહેવાસી હોય અને કોઈના કોઈ બહાના હેઠળ ગુજરાતમાં આવીને એમડી ડ્રગ્સનો ચલણ અને વેચાણ વધારતી હોય તેવી મહિલા ડ્રગ્સ પેડલરોની અલગ અલગ ગુનામાં ધરપકડ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચે દ્વારા કરવામાં આવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે ચાર જેટલી મુખ્ય મહિલા ડ્રગ્સ પેડલરોની એસઓજી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ તો કરી લેવામાં આવી છે. ઉપરાંત રાજ્ય બહારની પણ બે મહિલા ડ્રગ્ઝ પેડલરોની પણ નારકોટિક્સના ગુનામાં અત્યારસુધીમાં ધરપકડ કરાઈ ચુકી છે, એટલે આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં કુલ મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી ચુકી છે.

મિત્રતાની આડમાં યુવાનોને ડ્રગ્સ પીરસે છે અને તેની મોટી રકમ પણ વસૂલવામાં આવે છે. આ યુવાનોને એક વખત ડ્રગની લત લાગી ગયા બાદ જ્યારે યુવાન પાસે પૈસા ન હોય ત્યારે આ મહિલા ડ્રગ્સ પેડલર યુવાનો પાસે ડ્રગ્સ પણ વેચાવડાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યા છે.

ડ્રગ્સની દુનિયામાં મુંબઈની કેટલીક મહિલાઓનો દબદબો વધી ગયો છે અને આ દબદબાને શાંત કરવાની કામગીરી અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાન્ચે કરી દીધી છે. કુલ 6 જેટલી મહિલા ડ્રગ્સ પેડરોને એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે. ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ કેસ હેઠળ ધરપકડ કરી લીધી છે અને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. બીજી તરફ ઘણા એવા નાના-મોટા એમડી ડ્રગ્સના પેડલરોને પણ એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે અને તે લોકો પણ જેલની હવા ખાઈ રહ્યા છે.

મહત્વનું છે કે એસઓજી ક્રાઈમ બ્રાન્ચ છે મોટા જથ્થાઓ સાથે તો પ્રજ્ઞા આરોપીઓની ધરપકડ કરી જ છે. પરંતુ સાથે સાથે નાના અને છૂટક ડ્રગ્સ વેચનારા લોકોની પણ ધરપકડ કરી લેવામાં આવી છે એટલે અમદાવાદ શહેરમાં જો જોવા જઈએ તો અત્યાર સુધીમાં છે.

વધુ નાના મોટા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરીને જેલ હવાલે કરી દીધા છે. માટે અત્યારની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં એક સમયે જ્યારે ડ્રગ્સ ડીલરોનો રાફડો ફાટી નીકળ્યો હતો. પરંતુ હાલ અમદાવાદ શહેરમાં ડ્રગ્સ પેડલર્સની કમર તોડવામાં ગુજરાત પોલીસને ઘણી મોટી સફળતા હાંસલ થઈ હોય તેવું સ્વીકારવું જ પડે તેમ છે.

આ પણ વાંચો :-