Home Blog Page 1212

24 ડિસેમ્બર 2022 નું રાશિફળ : આ રાશિના લોકો પર હંમેશા રહે છે લક્ષ્મીજીની કૃપા -ઘરમાં ભરાશે ધનનો ભંડાર

December 24, 2022 Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધા‌ર્મિક યાત્રા, પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભ
‌દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય ‌દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પ‌રિવારના સભ્યોએ પડવા વાગવાથી સાચવવું.

‌મિથુન
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ‌ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્ક
આ‌‌ર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. ‌મિત્રો ના સહકારથી આ‌‌ર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આક‌સ્મિક ધનલાભ ના યોગ છે.

‌સિંહ
સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યા‌ત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા નો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં ‌વિશેષ લાભ.

કન્યા
નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાફચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. ‌દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક મળતી રહે. ‌વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું.

તુલા
નસીબના સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શકય બને. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. ‌મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિક
આવકમાં વધારો થતો જણાય. આક‌સ્મિક ધન લાભના યોગ છે. પ‌રિવારમાં સુખ-શાં‌તિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદ ‌વિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂ‌તિ થતી જણાય છે.

ધન
માન‌સિક શાં‌તિ-આનંદમાં વધારો થાય. ડોક્ટર, બેંક, ધર્મ કે જ્યો‌તિષને લગતા ધંધામાં ‌વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર જંગમ ‌મિલકતથી લાભ.

મકર
‌દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભ
નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર, ટ્રાવે‌લિંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શકય બને. સંતાનની ‌ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે ‌દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીન
મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્ર‌તિષ્ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

ખેડૂતે એવું દિમાગ દોડાવ્યું, એક ખેતીમાંથી 3 બિઝનેસ કરીને લાખો કમાવ્યા

0

The farmer ran the brain

  • એક સમય હતો જ્યારે ગુજરાતના ખેડૂતોની જમીન પાણી માટે તરસતી રહેતી હતી. પરંતુ હવે છેવાડા સુધી પણ પાણી પહોંચતા ખેડૂતો ખેતીમાં વિવિધ પ્રયોગો કરી રહ્યાં છે.

આ રીતે ગુજરાતના (Gujarat) ખેડૂતો હવે ઓછી મહેનતે લાખોની કમાણી કરતા થયા છે. ત્યારે નર્મદા (Narmada) જિલ્લાના નાંદોદ તાલુકાના કરાંઠા ગામના ખેડૂતે બાગાયતી પાક (horticultural crops) કરીને પોતાની આર્થિક પરિસ્થિતિમાં સુધાર લાવ્યા છે.

કરાંઠા ગામમાં રહેતા પ્રિયાંક પટેલ પહેલા કેળાની ખેતી કરતા હતા. કેળાની ખેતીમાં વર્ષે આવક થતી હતી. ત્યારબાદ તેમને વર્ષ 2019 થી તરબૂચની ખેતી કરી. પણ તડબૂચનો પાક જ્યારે બજારમાં વેચવાનો સમય આવ્યો ત્યારે લોકડાઉન આવી ગયું.

ત્યારે આ જાગૃત ખેડૂતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઈન્ડિયાનો સહારો લઈને સોશિયલ મીડિયા થકી તરબૂચનું વેચાણ શરુ કર્યું હતું. જેમાં તેમને સારી આવક થઈ હતી. પ્રિયાંક પટેલને ત્યારબાદ બાગાયતી ખેતી તરફ વળવાનો વિચાર આવ્યો અને હાલ તેમને લાલ જામફળની ખેતી કરી છે.

પોતાના 3 એકરના ખેતરમાં 200 રૂપિયાના ભાવના લાલ જામફળના 1300 થી પણ વધુ છોડ વાવ્યા છે. આ જામફળની ખેતી 20 વર્ષની છે. પણ જામફળનું ઉત્પાદન દોઢ વર્ષમાં શરુ થઈ જાય છે. એટલે 20 વર્ષ સુધી તો ખેડૂતની આવક ચાલુ જ રહે છે અને ઉત્પાદન માટે રાહ પણ જોવી પડતી નથી.

જામફળની ખેતીની સાથે બીજા પણ પાક લઈ શકાય છે. જેથી આવક બમણી થઈ જાય છે. જામફળની ખેતી કરવાથી તેમાંથી નેચરલ જ્યુસ માટે તેનો પલ્પ પણ બનાવીને બજારમાં વેચી શકાય છે. જ્યારે તેથી વેફર પણ બને છે અને જામફળનો પાવડર પણ બજારમાં વેચીને આવક થઈ શકે છે.

લાલ જામફળનું ફળ 1 કિલો ગ્રામ થતું હોય છે. પલ્પ ની વાત કરીએ તો બજારમાં 200 રૂપિયે કિલો જામફળનો પલ્પ વેચાતો હોય છે. હાલ કરાંઠા ગામના પ્રિયાંક પટેલ પોતાના ખેતરના જામફળ ગુજરાત જ નહિ, પણ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પણ વેચીને સારું વળતર મેળવી રહ્યા છે. જામફળના વેચાણ માટે એમને ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી.

ડિજિટલ ઈન્ડિયા દ્વારા એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતે માર્કેટિંગ કરીને જામફળ વેચી રહ્યા છે. વર્ષ 2022 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ લીધો હતો તે તેમને ચરિતાર્થ કર્યો છે. બાબતે પ્રિયાંક પટેલ જણાવે છે કે જો ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે તો ચોક્કસ ખેડૂતોની આવક બમણી થઈ શકે છે.

આ પણ વાંચો :-

આ રહ્યા ભારતના ટોપ-50 ધુતારાઓ ! દેશનું 92,570 કરોડનું કરી ગયા

0

Here are the top 50 stars of India

  • દેશના ટોચના 50 “વિલફુલ ડિફોલ્ટરો” (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters’ owe Indian banks) હતું. વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે. જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે. પરંતુ તે ચૂકવણી કરતા નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટાને આધારે સરકારે 19 ડિસેમ્બરે સંસદમાં જણાવ્યું હતું કે, દેશના ટોચના 50 “વિલફુલ ડિફોલ્ટરો” (Wilful Defaulters) પર 31 માર્ચ, 2022 સુધીમાં ભારતીય બેંકોના 92,570 કરોડ રૂપિયાનું દેવું બાકી (wilful defaulters’ owe Indian banks) હતું.

વિલફુલ ડિફોલ્ટર્સ તેવા ઉધાર લેનારાઓ છે. જેમની પાસે બેંકોને પાછા ચૂકવવાનું સાધન છે. પરંતુ તે ચૂકવણી કરતા નથી. બેંકો આવા ડિફોલ્ટરોને નાણાંકીય પ્રણાલીમાંથી બાકાત રાખે છે અને આ ડિફોલ્ટર્સ બેંકો પાસેથી લોન મેળવી શકતા નથી અથવા નવા વ્યવસાયો શરૂ કરી શકતા નથી.

ગીતાંજલિ જેમ્સ લિમિટેડ યાદીમાં ટોચ પર :

રાજ્યકક્ષાના પ્રધાન ભાગવત કરાડે (Bhagwat Karade) એક લેખિત જવાબમાં સંસદમાં જણાવ્યું હતું કે, 7,848 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ કરનાર ગીતાંજલિ જેમ્સ લિમિટેડ (Gitanjali Gems Limited) આ યાદીમાં ટોચ પર છે. ત્યાર બાદ ઈરા ઈન્ફ્રા (5,879 કરોડ રૂપિયાના એક્સપોઝર સાથે) અને રેઈ એગ્રો છે, જેણે 4,803 કરોડ રૂપિયાની લોન પર ડિફોલ્ટ જાહેર કર્યું છે.

ગીતાંજલિ જેમ્સને ભાગેડુ ડાયમેંટેર મેહુલ ચોક્સી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે. અહેવાલોમાં જણાવાયું છે કે, ગત અઠવાડિયે CBIએ ચોક્સી સામે બેંકોના એક જૂથ સાથે 6,746 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ત્રણ નવા કેસ દાખલ કર્યા હતા.

એક કિસ્સામાં ચોક્સી, ગીતાંજલિ જેમ્સ અને તેના વરિષ્ઠ અધિકારીઓ પર 2010થી 2018ની વચ્ચે 28 બેંકોના કન્સોર્ટિયમ સાથે 5,564 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં સામેલ અન્ય લોકોમાં કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર, એબીજી શિપયાર્ડ, ફ્રોસ્ટ ઈન્ટરનેશનલ અને વિનસમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરીનો સમાવેશ થાય છે.

બેન્કો ખરાબ લોનની વસૂલાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે રિકવરી માટે કોઈ અવકાશ ન હોય ત્યારે ધિરાણકર્તાઓ સામાન્ય રીતે લોન માફ કરી દે છે. RBIના આંકડા મુજબ બેંકોએ છેલ્લા પાંચ નાણાંકીય વર્ષમાં 10.09 લાખ કરોડ રૂપિયા રાઈટ ઓફ કરી દીધા છે.

દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ છેલ્લાં પાંચ નાણાંકીય વર્ષમાં રૂ. 2 લાખ કરોડ, પંજાબ નેશનલ બેન્કે રૂ. 67,214 કરોડ અને ત્યાર બાદ આઈડીબીઆઇ બેન્કે રૂ. 45,650 કરોડ રાઈટ ઓફ કર્યા હતા. ખાનગી ક્ષેત્રની બેન્કોમાં આઈસીઆઈસીઆઈ બેન્કે રૂ. 50,514 કરોડની લોન અને એચડીએફસી બેન્કે રૂ. 34,782 કરોડની લોન માફ કરી હતી.

છેલ્લાં થોડાં વર્ષોમાં બેન્ક એનપીએમાં ઘટાડામાં રાઈટ-ઓફનો ફાળો નોંધપાત્ર રહ્યો છે. જૂન 2022 માટે આરબીઆઈના નાણાંકીય સ્થિરતા અહેવાલ અનુસાર માર્ચ 2022માં બેંકોનો ગ્રોસ એનપીએ રેશિયો ઘટીને છ વર્ષના નીચલા સ્તર 5.9 ટકા પર આવી ગયો છે. માર્ચ 2022માં નેટ નોન પરફોર્મિંગ એસેટસ રેશિયો ઘટીને 1.7 ટકા થયો હતો. કુલ એનપીએ રેશિયો એ બેંકની કુલ લોનની ખરાબ લોનની ટકાવારીનો દર્શાવે છે.

આ પણ વાંચો :-

અરે શું વાત છે ! આ કંપની 797 રૂપિયાના રિચાર્જ પર આપી રહી છે 365 દિવસની વેલેડિટી, સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા

The company is offering 365 days validity

  • ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે..

આપણે દરેક લોકો મોબાઈલ (Mobile) વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી. એવામાં ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની (Recharge plan) કિંમતમાં વધારો કરી શકે છે.

ટેલિકોમ કંપનીના આ ભાવ વધારાની સામે જ એક એક ટેલિકોમ કંપની છે જેના ઘણા પ્લાન સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે. આ ટેલિકોમ કંપની 797 રૂપિયાના રીચાર્જ પ્લાનની કિંમતમાં એક વર્ષની વેલેડિટી સાથે ફ્રી કોલ અને દરરોજના 2 GB ડેટા આપી રહી છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.

જો તમે બીએસએનએલની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરો છો. આવી સ્થિતિમાં આ સમાચાર તમારા કામના છે. આજે અમે તમને BSNL ના એક શાનદાર રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. BSNLના આ રિચાર્જ પ્લાનમાં ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે જેવા કે આ પ્લાનમાં એક વર્ષની વેલિડિટી મળે છે.

હાલની પરિસ્થિતિમાં દેશમાં મોટી સંખ્યામાં લોકો Jio, Airtel અથવા Viની ટેલિકોમ સેવાઓનો ઉપયોગ કરે છે અને આ ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન ઘણા મોંઘા છે એવામાં લોકો BSNLની ટેલિકોમ સેવાઓનો રિચાર્જ પ્લાનનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. અન્ય ટેલિકોમ કંપનીઓની તુલનામાં BSNL તેના રિચાર્જ પ્લાનમાં ઘણી સસ્તી કિંમતો પર ઘણા શ્રેષ્ઠ લાભો ઓફર કરી રહી છે.

BSNLના આ રિચાર્જ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. આ પ્લાનમાં તમને એક વર્ષની વેલિડિટી મળી રહી છે આ સાથે જ બીજા ઘણા ફાયદા મળી રહ્યા છે.

BSNLના આ પ્લાનમાં ઈન્ટરનેટ વપરાશ માટે દૈનિક ડેટા લિમિટનો લાભ પણ મળે છે. જણાવી દઈએ કે આ પ્લાનમાં તમને દરરોજ 2GB ઈન્ટરનેટ ડેટા મળે છે જે 60 દિવસ સુધી ઉપલબ્ધ છે.

આ સાથે જ આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે.

આ સિવાય પ્લાનમાં દરરોજ 100 SMSની સુવિધા પણ મળી રહી છે.

જો તમે લાંબી વેલિડિટી સાથે સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો તો BSNLના આ પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો.

આ પણ વાંચો :-

પેન્સિલના છોતરાથી માસૂમ બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો, ડોક્ટરને પણ ન આવ્યો વિશ્વાસ

0

It was the turn of an innocent girl to lose  જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

ક્યારેક ક્યારેક નાના બાળકો અત્યંત જોખમી કૃત્યો કરે છે અને માતાપિતાને ખબર પણ નથી હોતી. બાળકના જોખમી કૃત્યને ધ્યાનમાં ન લેવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે જ્યાં પેન્સિલના છોતરાને લીધે એક બાળકીનું મૃત્યુ થયું છે.

પેન્સિલ મોઢામાં જ છાલકા મારી રહી હતી !

વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) હમીરપુરની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધુ ત્યારે થયું જ્યારે છોકરી તેના મોંમાં પેન્સિલ છોલી રહી હતી.. આ બાળકી છ વર્ષની છે અને તે તેના ભાઈ સાથે ઘરની ટેરેસ પર ભણતી હતી. આ દરમિયાન તેણીએ તેની પેન્સિલ છાલવાનું શરૂ કર્યું.

બાળકીના ગળામાં છોલ ફસાયો :

આ છોકરી મોઢામાં કટર ચોંટાડીને પેન્સિલની છાલ કાઢી રહી હતી. પરંતુ કમનસીબે કે બાળકીના ગળામાં પેન્સિલનો છોલ ફસાઈ ગયો. જેથી ગૂંગળામણ થવા લાગી. બાદમાં બાળકીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને ત્યાં બાળકીનું મૃત્યુ થઈ ગયું.

જ્યારે સંબંધીઓ બાળકીને લઈને નજીકની હોસ્પિટલમાં પહોંચ્યા તો ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર આ મામલો હમીરપુરના કોતવાલી સ્થિત ગામનો છે. અહીં રહેતા નંદકિશોર નામના વ્યક્તિનો દીકરો અને બે દીકરીઓ ટેરેસ પર ભણતા હતા. તે દરમિયાન આ છ વર્ષની બાળકી આ અકસ્માતનો શિકાર બની હતી.

આ પણ વાંચો :-

હેલમેટ સહિત ટ્રાફિકના નિયમો પાળવા લાગજો ! ટ્રાફિકની નવી પોલિસી થઈ શકે છે જાહેર 

0

Start obeying traffic rules including helmet

  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા.

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી (New traffic policy) જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા (Body Worn Camera) સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ (Traffic Police) તૈનાત રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનારા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હાલમાં ગૃહ વિભાગ દ્વારા નવા નિયમોની તૈયારી ચાલી રહી છે. જેથી હવે આગામી દિવસોએ રોંગ સાઈડમાં ગાડી ચલાવતા વાહન ચાલકો સામે પણ એક્શન લેવાશે. આ સાથે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત થશે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે.

નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે સરકાર  :

નોંધનીય છે કે સરકાર આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી જાહેર કરી શકે છે. જે મુજબ ગુજરાતવાસીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. જેમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પણ ફરજીયાત હેલમેટ પહેરવા પડશે. આ સાથે નિયમોના ભંગ બદલ સીધા ઘરે જ મેમો આવશે તો બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ રહેશે. અહી ઉલ્લેખનીય છે કે 35 ટકા કેસોમા હેલ્મેટ ન પહેરવાથી મોત થાય છે. શહેરી વિસ્તારોમાં રોંગ સાઈડ ટ્રાફિક પર પણ એક્શન લેવાશે.

મહત્વનું છે કે અમદાવાદમાં BRTS અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. BRTS કોરિડોરમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ટ્રાફિક પોલીસે 41 વાહનો ડિટેઇન કર્યા છે. આ સાથે વાહનો ડિટેઇન કરવા સાથે 14 હજાર રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે.

આ પણ વાંચો :-

સરકારના એક નિર્ણયથી ઉત્તર ગુજરાત તરસ્યુ બનશે, પાણી માટે વલખા મારવા પડશે

0

Due to a decision of the government

  • રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે.

સમગ્ર ઉત્તર ગુજરાત (North Gujarat) માટે ધરોઈ યોજના એકમાત્ર જીવાદોરી સમાન યોજના છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી (Sabarmati) તેમજ સેઈ નદી (Sei River) ઉપર ચકસાર માઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં (Rajasthan) ભારે વિરોધ શરૂ થયો છે. જોકે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયાર કરી લીધી છે.

1972 માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી હતી. તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના 9 મોટા શહેર સહિત 700 થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહ્યો.

જોકે રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજના સાબરમતી અને સેઈ મુખ્ય બે નદી ઉપર રાજસ્થાન સરકાર દ્વારા ચકસાર માઢીયા તેમજ બુજા ડેમ બનાવતા હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જોકે રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મરતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે સંજોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા છે.

રાજસ્થાન સરકાર દ્વારા 1972 માં ધરોઈ જળાશય યોજના બની રહી હતી. ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈપણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કરાયો છે. સાથો સાથ હાલના તબક્કે સ્થાનિકોની પરવાનગી વગર બની ધરોઈ જળાશય યોજના અંતર્ગત ભારે વિરોધાભાસની પણ શરૂઆત થયો છે.

જોકે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિકોનું માનીએ તો બંને નદી ઉપર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજિત એક લાખ પચાસ હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે. તેમજ ખેડૂતોમાં પ્રાંત અધિકારીએ વિષયની ગંભીરતા જોતા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીએ પણ આવેદનપત્રને અગ્રિમતા આપી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપેલ છે.

રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલ રાજ્સ્થાનની હદના બે ગામો બુજા, ચકસાર માઢીયા પાસે રાજસ્થાન સરકાર ડેમ બનાવશે. જેને લઈને રાજસ્થાનના ગામોના આધિવાસીઓ વિસ્થાપિત થશે. ડેમ બનતા પાણી બંધ થશે.

જેને લઈને ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પોશીનાના અંદાજીત ૬૦,ખેડબ્રહ્માના ૨૫ અને બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અંદાજીત ૧૦ ગામોમો જે નદી કિનારાના છે. તે ગામોમાં જે સિંચાઈના પાણીથી વંચિત થશે. તો ધરોઈમાં પાણી આવતું બંધ થવાથી પીવાના અને સિંચાઈમાં અસર ઉભી થઇ શકે છે તેવું નાડા ગામના સરપંચ રૂમાલભાઈ ધ્રાંગીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક નાની સાળી સાથે ફરાર, કન્યા આઘાતમાં…..

0

Young man absconds with younger

  • ચોંકાવનારી વાત છે કે યુવકે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેમ છતાં તેને છોડી દીધી. ત્યારબાદ બબાલ એટલી વધી કે યુવતીએ સાસરી અને પીયર બંને છોડી દીધું. પછી પંચાયતમાં મામલો પહોંચ્યો અને અનોકો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.

વર-કન્યા અને પછી લગ્ન બાદ થનારા વિવાદો વચ્ચે વધુ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં વરરાજો પોતાની નાની સાળી સાથે ફરાર થઈ ગયો છે. આ ઘટના ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) અમરોહાની (Amrohani) છે, જ્યાં એક વ્યક્તિએ પ્રેમ લગ્ન કર્યા હતા અને સાથી જીવવા-મરવાના સમ ખાધા હતા પરંતુ કંઈક એવું થયું કે તે પોતાની પત્નીને છોડીને નાની સાળી સાથે ફરાર થઈ ગયો.

બંનેએ કર્યાં હતા પ્રેમ લગ્ન :

વાસ્તવમાં આ ઘટના ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની છે. અહીંના કોતવાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં તેની પ્રેમિકા સાથે પ્રેમ લગ્ન કર્યા બાદ યુવકને નાની સાળી સાથે પ્રેમ થઈ ગયો અને તેની સાથે ભાગી ગયો. મળતી માહિતી મુજબ લગભગ છ મહિના પહેલા અહીં રહેતા એક વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ સાથે રહેતા હતા.

નાની બહેન સાથે પ્રેમસંબંધ :

આ દરમિયાન વરરાજાને નાની સાળી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ બધું ત્યારે થયું જ્યારે યુવક પોતાના સસરાના ઘરે અવરજવર કરવા લાગ્યો હતો. જ્યારે આ અંગેની જાણ થઈ ત્યારે હોબાળો મચી ગયો હતો. બહેન પતિ સાથે ફરાર થઈ ગઈ હોવાની જાણ થતાં રોષે ભરાયેલી પત્નીએ સાસરિયાં અને પીયર બંનેને છોડી દીધાં હતાં.

પંચાયતે સંભળાવ્યો આ ચુકાદો !

તે પોતાની એક મિત્રને ત્યાં પહોંચી ગઈ અને બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધુ. બીજી તરફ બંને પરિવારો વચ્ચે પણ મામલો ઉગ્ર બની ગયો હતો. ઘટનાને લઈને પંચાયતમાં તે નક્કી થયું કે યુવક પત્નીને છુટાછેડા આપીને સાળી સાથે લગ્ન કરશે. આ મામલામાં બંને પક્ષોએ પોલીસને દૂર રાખી હતી. બંને પરિવારોની ઈચ્છા હતી કે પંચાયત જે નિર્ણય આપશે તે સ્વીકારવામાં આવશે. જાણવા મળી રહ્યું છે કે પરિવાર દ્વારા યુવતીને સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો :-

કોરોના કહેર વચ્ચે મોદી સરકાર એક્ટિવ મોડમાં, આજે ફરી મનસુખ માંડવિયાની બેઠક, જાણો શું લેવાઈ શકે નિર્ણય

0

Modi government in active mode amid Corona crisis

  • ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવધ, બેઠકોનો દોર પણ યથાવત.

ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર (Government of India) ખૂબ જ સાવધ બની ગઈ છે. આ તરફ બેઠકોનો દોર પણ યથાવત છે. આ દરમ્યાન એક સમાચાર આવ્યા છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા (Mansukh Mandvia) આજે (23 ડિસેમ્બર) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં પરિસ્થિતિનો સામનો કરવા અને કોઈ પણ મોટી મુશ્કેલીથી બચવા માટે એક યોજના બનાવવામાં આવશે. માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને નિવેદન આપ્યું હતું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અત્યારે ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ નથી પરંતુ લોકો અન્ય રૂટથી આવે છે. આવી સ્થિતિમાં અમે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે વાયરસનું કોઈ અજ્ઞાત સ્વરૂપ ભારતમાં પ્રવેશ ન કરે અને તે જ સમયે મુસાફરીમાં કોઈ અવરોધ ન આવે.

આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે કેન્દ્રીય પ્રધાનની બેઠકના એક દિવસ પહેલા બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોવિડ-19ના કેસોમાં વધારાની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે આરોગ્ય અધિકારીઓ, ડોકટરો અને મેડિકલ કોલેજોના ડિરેક્ટરો સાથે રાજ્યમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી અને જો તે ફેલાતો હોય તો નવા પ્રકારનો સામનો કરવા માટે તૈયાર થવા જણાવ્યું. યાદવે કહ્યું કે, બિહારની હોસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તપાસ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ પણ વાંચો :-

WhatsApp લિંક ખોલતા ઉડયા 9 લાખ રૂપિયા, આવી ભૂલ તમે ન કરતાં, આવી રીતે નિવૃત્ત મહિલા સાથે થઇ ઠગાઈ

9 lakh rupees flew away by opening a WhatsApp link

  • મુંબઈમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નિવૃત બેંક કર્મચારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. યુવતીને એક WhatsApp લિંક મોકલવામાં આવી હતી.

ઓનલાઈન છેતરપિંડીના (Online fraud) કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. દરરોજ કંઈક નવું સામે આવે છે. ક્યારેક ઓટીપીના નામે છેતરપિંડી તો ક્યારેક કસ્ટમર કેરનો નંબર સર્ચ કરતી વખતે છેતરપિંડી થઈ રહી છે. હાલમાં જ મુંબઈમાંથી એક નવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક નિવૃત બેંક કર્મચારી (Retired Bank Employee) સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.

9 લાખની છેતરપીંડી :

મામલો મુંબઈના બોરીવલી ઈસ્ટનો છે. જ્યાં સાયબર ઠગોએ પૂર્વ બેંક કર્મચારી સાથે 9 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. આ મામલે FIR નોંધવામાં આવી છે. દહિસર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419 અને 420 અને આઈટી એક્ટની કલમ 66 (સી) અને 66 (ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

એક ભૂલ અને છેતરપિંડી કરનારાઓને નંબર મળી ગયો :

પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીને એક WhatsApp લિંક મોકલવામાં આવી હતી. જેમાં તેણીએ તેની ઈન્ટરનેટ બેંકિંગ વિગતો ભરી હતી. જેમાં બેંક યુઝર આઈડી અને પાસવર્ડ જેવી વિગતો પણ માંગવામાં આવી હતી.

પીડિતા પોતે નિવૃત્ત બેંક કર્મચારી છે. પુષ્પલતા પ્રદીપે તેના પ્રોવિડન્ટ ફંડની બચતની ફિક્સ ડિપોઝીટ કરી હતી. તેને ફિક્સ ડિપોઝિટ સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો, જેના પછી તેણે બેંકમાં ઓનલાઈન ફરિયાદ કરવાનું નક્કી કર્યું.

યુનિયન બેંકની સાઈટ પર ફરિયાદ નોંધાવતી વખતે તેને વારંવાર ભૂલોનો સામનો કરવો પડી રહ્યો હતો. આ પ્રક્રિયામાં પીડિતાએ પોતાનો ફોન નંબર જણાવ્યો હતો. જે બાદ તેના નંબર પર બે કોલ આવ્યા હતા.

વોટ્સએપ પર લિંક મોકલી :

આ કોલ્સ છેતરપિંડી કરનારાઓ તરફ હતા, જેમણે કેટલાક એ બેંક એક્ઝિક્યુટિવ તરીકે જણાવ્યું હતું. ગઠીયાએ તેમને કહ્યું કે વોટ્સએપ પર એક લિંક મોકલવામાં આવી છે. ફોન કરનારે તેને લિંક ખોલીને એપ ડાઉનલોડ કરવાનું કહ્યું અને તેના પર તેની ફરિયાદ નોંધાવી. પુષ્પલથાએ એપ ડાઉનલોડ કરવાની રીત પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ ગઠીયાએ તેને પોતાની વાતમાં ફસાવી અને તેને એપ ડાઉનલોડ કરવાનું કહ્યું. ગઠિયાઓએ પીડિતાની આ ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા.

એપ પર વિગતો માંગવામાં આવી :

પીડિતાએ કહ્યું, ‘મેં એક એપ ડાઉનલોડ કરી, જેમાં એક ફોર્મ ખુલ્યું. આ ફોર્મમાં મેં મારા ઈન્ટરનેટ બેંકિંગ લોગઈન પાસવર્ડની વિગતો અને યુઝર આઈડી દાખલ કર્યો છે. મેં આ ફોર્મ જમા કરાવતાં જ એક મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે પૈસા ડેબિટ થઈ ગયા છે. જ્યારે પીડિતાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, તેણે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો અને બીજા ફોનથી યુનિયન બેંક કોલ સેન્ટરને જાણ કરી.

આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :

ઈન્ટરનેટ અને ઓનલાઈનના આ યુગમાં આવી ઘટનાઓ દરરોજ સામે આવે છે. આવી સ્થિતિમાં યુઝર્સે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતા પહેલા વિચારવું જોઈએ. યુઝર્સે હંમેશા કોઈ પણ એપને માત્ર વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ ડાઉનલોડ કરવી જોઈએ. ત્યાં કોઈ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. આનાથી હેકર્સ તમારા ફોનમાં ઘૂસી શકે છે.

આ પણ વાંચો :-