શું ટિકિટ ચેકરને ટ્રેનના તમામ કોચમાં જઈને ટિકિટ ચેક કરવાનો અધિકાર છે ? કઈંક આવા છે રેલ્વેના નિયમો

Share this story

Does the ticket checker have the right

  • ટ્રેનના અલગ અલગ કોચમાં એક જ TTE જઈને ટિકિટ ચેક કરે છે પણ મહિલા આરક્ષિત કોચમાં જવા માટે પુરુષ TTEને કહેવામાં આવતું નથી.

રેલ્વે (Railway) દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે અને આ કારણોસર રેલ્વે સમયાંતરે કે કોઈ તહેવાર પર સ્પેશ્યલ ટ્રેનો ચલાવવાથી લઈને બીજી ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આ સાથે જ સમયાંતરે રેલ્વે તેના નિયમોમાં પણ ઘણા ફેરફાર કરતી રહે છે. ભારતીય રેલ્વેના (Indian Railways) કેટલાક નિયમો પહેલાથી જ અસ્તિત્વમાં છે પણ પૂરતી માહિતીના અભાવે ઘણા મુસાફરો એ નિયમોનો લાભ લઈ શકતા નથી. આજે એવા જ એક ભારતીય રેલ્વે નિયમ વિશે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.

TTEને ટ્રેનના તમામ કોચમાં જવાનો અધિકાર છે?

ટિકિટ વિના મુસાફરી કરતા લોકોને રોકવા અને મુસાફરોને  પ્રવાસ દરમિયાન ઘણા કિસ્સાઓમાં મદદ કરવા માટે TTE ની નિમણૂક કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે TTE મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને ટિકિટ ન હોવા બદલ દંડ લાદે છે અથવા યોગ્ય પગલાં લે છે.પણ શું તમે જાણો છો કે TTEને ટ્રેનના તમામ કોચમાં જવાનો અધિકાર છે? ટ્રેનના અલગ અલગ કોચમાં એક જ TTE જઈને ટિકિટ ચેક કરે છે પણ મહિલા આરક્ષિત કોચમાં જવા માટે પુરુષ TTEને કહેવામાં આવતું નથી.

પુરૂષ TTE નથી કરી શકતા તપાસ  :

રેલ્વેની વેબસાઈટ erail.in અનુસાર મહિલાઓ માટે આરક્ષિત કોચનું ચેકિંગ સામાન્ય રીતે મહિલા ટિકિટ કલેક્ટર અથવા એક્ઝામિનર્સ દ્વારા કરવું જોઈએ. એટલે પુરૂષ TTE ટિકિટ ચેકિંગ અધિકારીઓ અથવા ટ્રાવેલિંગ ટિકિટ પરીક્ષકોને  “લેડીઝ” કમ્પાર્ટમેન્ટમાં તપાસ માટે બોલાવવામાં આવતા નથી. રેલ્વેનું કહેવું છે કે પુરુષ ટિકિટ ચેકિંગ ઓફિસર પ્લેટફોર્મ પરથી જ મહિલાઓની ટિકિટ ચેક કરી શકે છે.

ટિકિટ વિના મુસાફરી ચૂકવવો પડે છે દંડ :

રેલ્વે દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ યાત્રી ટિકિટ વગર મુસાફરી કરતો જોવા મળે તો ટિકિટ ચેકિંગ અધિકારી યોગ્ય કાર્યવાહી કરી શકે છે. સાથે જ રેલ્વે દ્વારા ટિકિટ વિના મુસાફરી કરવા બદલ દંડ વસૂલવામાં આવે છે. જણાવી દઈએ કે TTE દ્વારા જે સ્ટેશનેથી પેસેન્જરે મુસાફરી શરૂ કરી હોય એટલે કે જ્યાંથી ટ્રેન ઉપડી હોય તે સ્ટેશન અથવા ચેકિંગ પોઈન્ટથી લઘુત્તમ વધારાની ફી જેટલી રકમ પર 250 રૂપિયાનો દંડ ચૂકવવો પડે છે.

આ પણ વાંચો :-