કપડાંને કારણે નહીં પરંતુ ઉર્ફીના સેટ પર પહોંચી હતી દુબઈ પોલીસ, પોતે સામે આવીને કરી સ્પષ્ટતા

Share this story

Not because of the clothes but because

  • દુબઈ પોલીસે ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું. એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે.

‘બિગ બોસ OTT’ ફેમ ઉર્ફી જાવેદ (Urfi javed) વધુ પડતાં તેના વિચિત્ર કપડાં માટે અને એ સિવાય તેના વિવાદસ્પદ નિવેદનો માટે હેડલાઇન્સ બનાવે છે. હાલ માં જ એવા સમાચાર આવ્યા હતા કે દુબઈ પોલીસે (Dubai Police) ઉર્ફીની અટકાયત કરી હતી. એ અટકાયત કરવા પાછળનું કારણ એમ ગણવામાં આવતું હતું કે કે ઉર્ફી જાવેદ ખૂબ રિવિલિંગ કપડાં (Revealing clothes) પહેર્યા હતા. જો કે એ વાતને લઈને ઉર્ફીએ પોતે ચોખવટ કરી છે. ઉર્ફીએ જણાવ્યું છે કે દુબઈ પોલીસે તેની અટકાયત કેમ કરી હતી.

ઉર્ફી જાવેદે દુબઈમાં પહેર્યા હતા રિવિલિંગ કપડાં :

હાલમાં જ ઉર્ફી દુબઈ પહોંચી હતી અને ત્યાં તેના આવનર પ્રોજેક્ટ માટે શૂટ કરવાનું હતું પણ દુબઈ પહોંચતા જ ઉર્ફી જાવેદ મુશ્કેલીમાં મુકાઈ હતી. સમાચાર આવ્યા કે દુબઈ પોલીસ ઉર્ફીના સેટ પર પહોંચી કારણ કે શુટ દરમિયાન ઉર્ફી જાવેદે ઘણા રિવીલિંગ કપડાં પહેર્યા હતા.

https://www.instagram.com/reel/CmLwN4vpVjF/?utm_source=ig_embed&ig_rid=aef05446-4f57-4ec7-b11a-dc1cf66b7913

ઉર્ફીએ જણાવ્યું કે શું હતી સમસ્યા :

આ બાબતે ચોખવટ કરતાં ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે સેટ પર શું થયું. ઉર્ફીએ કહ્યું છે કે દુબઈ પોલીસ ચોક્કસપણે તેના સેટ પર પહોંચી હતી પણ તેના રિવીલિંગ કપડાંને કારણે નહીં. જ્યાં શૂટિંગ ચાલી રહ્યું હતું તે લોકેશનની સમસ્યા ને કારણે પોલીસ ત્યાં આવી હતી.

શૂટ પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું :

આ પહેલા પણ ઉર્ફીની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘દુબઈમાં તેને બનાવેલા કપડામાં ઈન્સ્ટાગ્રામ માટે એક વીડિયો શૂટ કરવાનો હતો જે દુબઈના લોકો મુજબ ઘણો રિવીલિંગ હતો. અંહિયા સમસ્યા એ આવી કે આઉટફિટમાં કોઈ વાંધો નહતો પણ વાસ્તવમાં શૂટ એક પબ્લિક પ્લેસ પર થઈ રહ્યું હતું અને દુબઈમાં લોકોને ખુલ્લા વિસ્તારમાં આવા કપડાં પહેરીને શૂટિંગ કરવા માટે પરમીશન નથી. આ માટે પોલીસ અને લોકલ ઓથોરિટીઝએ પણ ઉર્ફી સાથે વાત કરી હતી.

આ પણ વાંચો :-