સરકારની આ સ્કીમ અંતર્ગત દર મહિને મજૂરોને મળશે રૂ. 3 હજારનું વેતન ! જાણો કેવી રીતે

Share this story

Under this scheme of the government,

  • અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ બનાવ્યું અને રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં આર્થિક સહાય આપવામાં આવશે.

દેશના અસંગઠિત ક્ષેત્રોમાં (Unorganized Sectors) કામ કરતા મજૂરો માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે. રજિસ્ટર્ડ કામદારોના બાળકોના શિક્ષણ, દીકરીના લગ્નથી લઈને સારવાર સુધીની ઘણી યોજનાઓ છે. આ સાથે જ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા મજૂરો માટે સરકાર દ્વારા નોંધણી પછી ઈ-શ્રમ કાર્ડ (E-Labour Card) જારી કરવામાં આવે છે.

જે મજૂરો આ યોજના હેઠળ તેનું (E-Shram Card Registration) કરાવે છે એ મજૂરોને સરકાર દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) બનાવવા માટે કોઈ પણ 16 થી 59 વર્ષની વયના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કોઈપણ મજૂર અરજી કરી શકે છે .

જણાવી દઈએ કે ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નિર્ધારિત લાયકાત ધરાવતા કામદારો અને મજૂરોએ ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે અને એ માટે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સત્તાવાર વેબસાઇટ eshram.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો. આ સિવાય CSC સેન્ટર પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

દર મહિને મળશે પેન્શન :

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card) માટે નોંધણી કરવા માટે કામદારોને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની પણ જરૂર પડશે. જેમ કે – અરજદારનું આધાર કાર્ડ, આધાર સાથે લિંક કરવામાં આવેલ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર. આવા દસ્તાવેજોના આધારે સરળતાથી ઈ-લેબર કાર્ડ માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો અને મજૂરોના લાભ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ પણ બનાવ્યું છે. જણાવી દઈએ કે આ યોજનામાં રજીસ્ટર કામદારોને 60 વર્ષ પૂર્ણ થવા પર પેન્શનના રૂપમાં દર મહિને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

તમામ કામદારોને પોર્ટલ પર નોંધણી કર્યા પછી ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકશે. જણાવી દઈએ કે આ કાર્ડ 12 અંકનું હોય છે.

ઈ-શ્રમ કાર્ડ (E-Shram Card)ના ફાયદા :

  • ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે.
  • જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે.
  • જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
  • રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો :-