સરકારના એક નિર્ણયથી ઉત્તર ગુજરાત તરસ્યુ બનશે, પાણી માટે વલખા મારવા પડશે

Share this story

Due to a decision of the government

  • રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે.

સમગ્ર ઉત્તર ગુજરાત (North Gujarat) માટે ધરોઈ યોજના એકમાત્ર જીવાદોરી સમાન યોજના છે. જોકે રાજસ્થાન સરકાર દ્વારા 2558 કરોડના ખર્ચે સાબરમતી (Sabarmati) તેમજ સેઈ નદી (Sei River) ઉપર ચકસાર માઢિયા અને બુજા જળાશય યોજના બનાવવા બજેટમાં જોગવાઈ કરતા હવે ગુજરાત સહિત રાજસ્થાનમાં (Rajasthan) ભારે વિરોધ શરૂ થયો છે. જોકે સ્થાનિકોનું માનીએ ડેમ રોકવા માટે કોઈપણ હદ સુધી લડી લેવાની તૈયાર કરી લીધી છે.

1972 માં સાબરકાંઠાના વડાલી નજીક ધરોઈ જળાશય યોજના બનાવવામાં આવી હતી. તેમજ ધરોઈ જળાશય યોજનાના પગલે ઉત્તર ગુજરાતના 9 મોટા શહેર સહિત 700 થી વધારે ગામડાઓ માટે સિંચાઈ તેમજ પીવાના પાણીની સુવિધા ઉભી કરાઈ. સાથોસાથ સમગ્ર ઉત્તર ગુજરાત માટે યોજના સિંચાઈ તેમજ પીવાના પાણી માટે એકમાત્ર આશાસ્પદ પાણીનો સ્ત્રોત બની રહ્યો.

જોકે રાજસ્થાન સરકાર દ્વારા ધરોઈ જળાશય યોજના સાબરમતી અને સેઈ મુખ્ય બે નદી ઉપર રાજસ્થાન સરકાર દ્વારા ચકસાર માઢીયા તેમજ બુજા ડેમ બનાવતા હવે આગામી સમયમાં ધરોઈ જળાશય યોજના નામ માત્રની બની રહે તેવી સંભાવનાઓ છે. જોકે રાજસ્થાનમાં સ્થાનિક ગ્રામ પંચાયતો સહિત તાલુકા કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો છે. સ્થાનિકોનું માનીએ તો મરતે દમ તક જગ્યા ખાલી ન કરવા સહિત કોઈ પણ ભોગે સંજોગે ડેમ ન બનાવવા લોકો મક્કમ બન્યા છે.

રાજસ્થાન સરકાર દ્વારા 1972 માં ધરોઈ જળાશય યોજના બની રહી હતી. ત્યારે એક કરાર મુજબ ધરોઈ જળાશય યોજનાથી 300 માઈલ સુધીમાં કોઈપણ પ્રકારની જળાશય યોજના બનાવવામાં ન આવે તે પ્રકારનો કરાર કરાયો છે. સાથો સાથ હાલના તબક્કે સ્થાનિકોની પરવાનગી વગર બની ધરોઈ જળાશય યોજના અંતર્ગત ભારે વિરોધાભાસની પણ શરૂઆત થયો છે.

જોકે આ મામલે સ્થાનિક ગ્રામ પંચાયતોના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યા છે. સ્થાનિકોનું માનીએ તો બંને નદી ઉપર જો જળાશય બનાવવામાં આવે તો અંદાજિત એક લાખ પચાસ હજારથી વધારે લોકો વિસ્થાપિત થવાની સંભાવના છે.

રાજસ્થાનમાં ઊભા થયેલા આ વિવાદના પગલે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે પાણીના પગલે ગંભીર પરિસ્થિતિ ઉભી થવાની સંભાવના છે. ત્યારે તમામને ખેડબ્રહ્મા પોશીના તેમજ વિજયનગરના આદિવાસી આગેવાનોએ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીને પણ પોતાનું આવેદનપત્ર આપી ચૂક્યા છે. તેમજ ખેડૂતોમાં પ્રાંત અધિકારીએ વિષયની ગંભીરતા જોતા ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીએ પણ આવેદનપત્રને અગ્રિમતા આપી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર મોકલી આપેલ છે.

રાજસ્થાન સરકાર દ્વારા રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલ રાજ્સ્થાનની હદના બે ગામો બુજા, ચકસાર માઢીયા પાસે રાજસ્થાન સરકાર ડેમ બનાવશે. જેને લઈને રાજસ્થાનના ગામોના આધિવાસીઓ વિસ્થાપિત થશે. ડેમ બનતા પાણી બંધ થશે.

જેને લઈને ગુજરાતના સાબરકાંઠા જીલ્લાના પોશીનાના અંદાજીત ૬૦,ખેડબ્રહ્માના ૨૫ અને બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અંદાજીત ૧૦ ગામોમો જે નદી કિનારાના છે. તે ગામોમાં જે સિંચાઈના પાણીથી વંચિત થશે. તો ધરોઈમાં પાણી આવતું બંધ થવાથી પીવાના અને સિંચાઈમાં અસર ઉભી થઇ શકે છે તેવું નાડા ગામના સરપંચ રૂમાલભાઈ ધ્રાંગીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :-