Home Blog Page 1209

VIDEO : જોવા ગયા હતા સલમાન ખાનને પણ ખાવા પડ્યા ડંડા : જુઓ સલમાનના ફેન્સની કેવી થઈ હાલત

VIDEO : Salman Khan also had to eat Danda

  • સલમાન ખાનના ચાહકો પર મુંબઈ પોલીસે તેના જન્મદિવસ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો સોમવારનો છે. જ્યારે સલમાન પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો.

સલમાન ખાનના (Salman Khan) ચાહકો પર મુંબઈ પોલીસે તેના જન્મદિવસ (birthday) પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. મામલો સોમવારનો છે. જ્યારે સલમાન પોતાનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. જોકે રવિવાર રાતથી જ સલમાનનો જન્મદિવસ ચાલી રહ્યો હતો અને હંમેશની જેમ તેણે તેના પનવેલ ફાર્મહાઉસ પર પરિવાર અને મિત્રો માટે પાર્ટીનું આયોજન કર્યું હતું. પરંતુ આ વખતે આખો દિવસ ત્યાં વિતાવવાને બદલે સલમાને મુંબઈ (Mumbai) વહેલા પરત ફરવાનું નક્કી કર્યું.

આ સમાચાર તેના ચાહકો માટે ખાસ બન્યા. પરિણામે બાંદ્રામાં બેન્ડસ્ટેન્ડ સ્થિત તેમના એપાર્ટમેન્ટ ગેલેક્સીની સામે લોકોની ભીડ થઇ હતી. ચાહકોની ભીડ જોઈને સલમાન બાલ્કનીમાં આવ્યો અને તેમનું અભિવાદન કર્યું. પરંતુ ધીમે-ધીમે ભીડ અને સ્થિતિ બગડવા લાગી. લોકો ત્યાં લગાવેલા બેરિકેડસમાંથી બહાર આવ્યા અને હંગામો મચાવવા લાગ્યા. પરિણામે મુંબઈ પોલીસે લોકોને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સલમાનને જોઈને લોકો પાગલ થયા :

કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ગેલેરીમાં ફેન્સનું અભિવાદન કરવા પહોંચ્યા પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. સલમાનને જોઈને ઘણા ચાહકો બેકાબૂ થઈ ગયા. આવી સ્થિતિમાં ત્યાં તૈનાત પોલીસે પરિસ્થિતિ તેમના હાથમાંથી નીકળી જતી જોઈ. લોકો એકબીજાને ધક્કો મારીને આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઘણા લોકોએ પોલીસને પાછળ ધકેલી દેવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ પછી પોલીસે લાઠીચાર્જ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો :-

હવેથી ભાજપના નેતાઓ સરકારી કારનો નહીં કરી શકે ઉપયોગ, લેવાયા આ નિર્ણયો

0

From now on, BJP leaders cannot

  • ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈ પણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે.

ગુજરાતમાં ભાજપના મોટા નેતાઓ (BJP leader) નારાજ થઈ જાય એવો નિર્ણય લેવાયો છે. સત્તા અને સંગઠનમાં પાવર ધરાવતા ઘણા નેતાઓ સરકારી કારોનો દુરોપયોગ કરતા હતા. હવે એ નહીં કરી શકે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે સરકારી કારનો ઉપયોગ કરી શકશે નહીં. વાહન વ્યવસ્થાને (Vehicle management) લઈને એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે.

આ નિર્દેશના અનુસાર હવે ભાજપના નેતા, સાંસદ, ધારાસભ્ય સરકારી ગાડીઓનો ઉપયોગ કરી શકશે નહીં. નિર્દેશમાં ચોખ્ખુ જ કહેવામાં આવ્યું છે કે ભાજપના પ્રદેશ પદાધિકારીઓને સરકારી કારની સુવિધા હવે નહીં આપવામાં આવે અને નેતાઓએ તેમની પોતાની જ કારનો ઉપયોગ કરવાનો રહેશે. જેને પગલે નેતાઓને પોતાનો રૂઆબ ઘટ્યા હોવાનો અહેસાસ થઈ શકે છે.

પાર્ટી નેતા કરતા હતા સરકારી કારનો દુરોપયોગ કરતા હોવાની અનેક ફરિયાદો હતી. આખરે આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં અત્યાર સુધી પાર્ટીના પ્રદેશના પદાધિકારી કોઈપણ સંગઠનના કાર્યક્રમોમાં જવા માટે સરકારી કારનો જ ઉપયોગ કરતા હતા. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટર બનતાંની સાથે જ તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા હતા જે હવે પછી નહીં કરી શકે.

કાર્યાલયથી કાર સાથે ડ્રાઈવરની સુવિધાનો ઉપયોગ કરવામાં આવતો હતો જે હવે ભાજપમાં પ્રદેશ પદાધિકારીઓને આ સુવિધા હવે આપવામાં નહીં આવે. નિર્દશો મુજબ પ્રદેશના પદાધિકારીઓને હવે તેમની પોતાની કાર લઈને કાર્યક્રમમાં જવાનું રહેશે. આ વાહન વ્યવસ્થામાં કરાયેલા બદલાવથી ઘણા ઉચ્ચ નેતાઓ નારાજગી વ્યકત કરી હતી પણ આદેશ માનવા સિવાય છૂટકો નથી કારણ કે ભાજપ એ શિસ્તમાં માનનારી પાર્ટી ગણાય છે.

આ પણ વાંચો :-

શ્રીલંકા સીરીઝ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત, હવે આ ખેલાડી બન્યો ટી20 ટીમનો કેપ્ટન

0

Team India announced for Sri Lanka series

  • શ્રીલંકાના વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની ટી20 અને વનડે સીરીજ માટે ટીમ ઈન્ડીયાની જાહેરાત થઈ ગઈ છે. બંને ટીમોની વચ્ચે 3 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત થશે.

ટીમ ઈન્ડીયા (Team India) નવા વર્ષની શરૂઆતમાં શ્રીલંકાના વિરૂદ્ધ ત્રણ મેચોની ટી20 અને એટલી જ વનડે સીરીઝ રમાવવાની છે. આ સીરીઝ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડીયાની જાહેરાત કરી દીધી છે.

ચેતન શર્મા (Chetan Sharma) ના નેતૃત્વવાળી સસ્પેંડેડ પસંદગી સમિતિએ જ આ સીરીઝ માટે ટીમ ઈન્ડીયાના સ્ક્વોડની પસંદગી કરી છે. ટી20 સીરીઝમાં હાર્દિક પંડયા (Hardik Panday) ટીમની કમાન સંભાળશે.

શ્રીલંકા વિરૂદ્ધ વનડે અને ટી20 સીરીઝ  :

તારીખ મેચ સ્થળ
3 જાન્યુઆરી પ્રથમ ટી20 મુંબઇ
5 જાન્યુઆરી બીજી ટી20 પુણે
7 જાન્યુઆરી ત્રીજી ટી20 રાજકોટ
10 જાન્યુઆરી પ્રથમ વનડે ગુવાહાટી
12 જાન્યુઆરી બીજી વનડે કલકતા
15 જાન્યુઆરી ત્રીજી વનડે તિરૂવનંતપુરમ

આ પણ વાંચો :-

ચાલુ મેચમાં કેમેરા સાથે અથડાયો બોલર પછી જે થયું તે જોઈ દર્શકોના વધી ગયા ધબકારા

0

After the bowler collided with the camera

  • ખેલાડીઓ પર ફરતો ઉડતો કેમેરો મેચ દરમિયાન એટલો નીચે ઉતરી ગયો કે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરને જોરદાર અથડાયું.

બોક્સિંગ-ડે ટેસ્ટ મેચના (Boxing-Day Test Match) બીજા દિવસે મંગળવારે જોરદાર મુશ્કેલી ઉભી થવા પામી હતી. એક રીતે ડેવિડ વોર્નર ઈનિંગ રમી રહ્યો હતો તો બીજી તરફ સાઉથ આફ્રિકાના (South Africa) બેટ્સમેનો યજમાન ટીમની સાથે-સાથે મશીનને પણ માત આપી રહ્યા હતા. વાસ્તવમાં બ્રોડકાસ્ટર્સ ક્ષેત્રની દરેક નાની વસ્તુને આવરી લેવા માટે મેદાન પર સ્પાઈડર કેમેરાનો ઉપયોગ કરે છે. આ કેમેરા કેબલની મદદથી એક ખૂણેથી બીજા ખૂણે ચાલે છે અને ત્યારે જ અકસ્માત થયો હતો.

ઈજા પહોંચી ન હતી :

ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવ દરમિયાન નોર્ટેજે બેકવર્ડ સ્કવેર પર ઊભો હતો. જ્યારે સત્તાવાર પ્રસારણકર્તા ફોક્સ ક્રિક્રેટનાં સ્પીડી સ્પાઈડર કેમેરાએ તેને અથડાતા દક્ષિણ આફ્રિકાનો ઝડપી બોલર જમીન પર પડી ગયો. સદનસીબે પ્રોટીઝ પેસર ઝડપથી તેના પગ પર હતો. જોરદાર અથડાયો હતો. પરંતુ ક્રિકેટરો નસીબદાર હતા કે તેમને કોઈ ઈજા પહોંચી ન હતી.

ટેસ્ટ મેચની વાત કરીએ તો બીજા દિવસની રમતના અંતે યજમાન ઓસ્ટ્રેલિયાનો સ્કોર 386/3 હતો. જેના કારણે દક્ષિણ આફ્રિકા પર તેની લીડ વધીને 197 રન થઈ ગઈ છે. ઓપનર ડેવિડ વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં શાનદાર બેવડી સદી ફટકારીને 200 રન બનાવ્યા હતા. અત્યંત થાકી ગયા બાદ તેણે હર્ટને કારણે રિટાયર થવું પડ્યું અને મેદાન છોડવું પડયું.

સ્ટમ્પ સમયે ટ્રેવિસ હેડ અને એલેક્સ કેરી અનુક્રમે 48 અને 9 રને અણનમ હતા. બોલિંગમાં, એનરિચ નોર્ટજે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચેની જબરદસ્ત બેવડી સદીની ભાગીદારીને તોડી હતી. પૂર્વ સુકાની સ્ટીવ સ્મિથ 85 રન બનાવીને રમી રહ્યો હતો. નોર્ટજે ઉપરાંત કાગિસો રબાડાને પણ એક વિકેટ મળી હતી.

આ પણ વાંચો :-

હવે ખોવાયેલો ફોન ચપટી વગાડતા મળી જશે પાછો ! તરત ખબર પડી જશે લોકેશન, ગૂગલ લાવી રહ્યું છે શાનદાર ફિચર

Now the lost phone will be found back by tapping

  • ગુગલ ટૂંક સમયમાં જ પોતાના ફાઈન્ડ માય ડિવાઈસ ફિચરને અપડેટ કરી શકે છે. આ અપડે બાદ યુઝર્સ માટે પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા સ્માર્ટફોનને શોધવું સરળ થઈ જશે.

Google એન્ડ્રોયડ ફોન્સમાં (Android phones) એક ખાસ ફિચર આપે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનના લોકેશનને ટ્રેક કરી શકે છે. આ ફિચરનું નામ Find My Device છે. ગુગલ એન્ડ્રોયડ સ્માર્ટફોન્સમાં મળતા આ ફિચરને વધુ સારૂ બનાવવા પર મહેનત કરી રહ્યું છે જેનાથી એપ્પલને ટક્કર આપવામાં આવી શકે.

એપલમાં મળે છે આ સર્વિસ :

એપલ પોતાના યુઝર્સને ફાઈન્ડ માય નેટવર્ક ફિચર ઓફ કરે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા આઈફોન, આઈપેડ, મેક અને એરટેગ્સને ટ્રેક કરી શકે છે.

એપલનું આ ફિચર ત્યારે પણ કામ કરે છે જ્યારે ડિવાઈસ વાઈફાઈ અથવા બ્લૂટૂથ રેન્જની બહાર હોય. અહીં સુધી કે ડિવાઈસના ઓફ થવા પર પણ તે ફિચર તેનું લોકેશન જણાવી શકે છે.

Google લાવી શકે છે નવું અપડેટ  :

ત્યાં જ બીજી તરફ Googleનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર ફક્ત તે ફોન્સને ટ્રેક કરી શકે છે જે યુઝરના ગુગલ એકાઉન્ટ સાથે લિંક હશે. જલ્દી જ તેમાં ફેરફાર થઈ શકે છે. ડિસેમ્બર 2022માં જાહેર થયેલા આ પ્લે સિસ્ટમ અપડેટ પેચ નોટમાં તેના હિન્ટ્સ મળે છે.

Googleએ સંકેત આપ્યો છે કે જલ્દી જ એન્ડ્રોયડ યુઝર્સને ફાઈન્ડ માય ડિવાઈસ નેટવર્ક જેવું ફિચર મળી શકે છે. આ ફિચરની મદદથી યુઝર્સ પોતાના ખોવાયેલા અથવા ચોરી થયેલા એન્ડ્રોયડ ફોન્સને ટ્રેક કરી શકશે. ગુગલ જલ્દી જ આ અપડેટને રોલઆઉટ કરી શકે છે.

સરળતાથી મળી જશે ફોનનું લોકેશન  :

ગુગલનું ફાઈન્ડ માય ડિવાઈસ ફિચર નવી પ્રાઈવસી સેન્ટ્રિક ફ્રેમવર્કને યુઝ કરે છે. સાથે જ એન્ક્રિપ્ટેડ લાસ્ટ-નોન-લોકેશન સેન્ડ કરે છે. કારણ કે ડિવાઈસની લોકેશન એન્ક્રિપ્ટેડ હોય છે. તે ઉપરાંત ડિવાઈસ ઓનર જ તેની લોકેશનની જાણકારી હાસિલ કરી શકે છે.

ફોન ઉપરાંત તમે આ ફિચરનો ઉપયોગ Wear OS ડિવાઈસની પણ લોકેશન મેળવીને કરી શકે છે. જોકે આ ફિચર વિશે ગુગલે ઓફિશ્યલ રીતે કોઈ જાણકારી આપી નથી. આશા છે કે કંપની તેની જાહેરાત જલ્દી કરશે.

આ પણ વાંચો :-

ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં થઈ શકે છે ફેરફાર, જાણી લો કઈ રીતે કરશો

0

Reservation dates can be changed

  • રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.

ઘણી વાર એવું બને છે કે તમે ક્યાંય પણ બહાર જવા માટે ટ્રેનની ટિકિટ બુક (Book train tickets) કરો છો પરંતુ કેટલાક અણધાર્યા સંજોગોને કારણે તમે નિર્ધારિત તારીખે મુસાફરી કરી શકતા નથી.

આવી સ્થિતિમાં તમારે ટ્રેનની ટિકિટ કેન્સલ (Cancel the train ticket) કરવી પડે છે. જેને પગલે તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે કારણ કે રેલવે તમારી પાસેથી કેન્સલેશન ચાર્જ તરીકે કેટલીક ફી વસૂલ કરે છે. જો તમને લાગે છે કે તમે આ યાત્રા નિશ્ચિત તારીખથી થોડો સમય પહેલાં અથવા થોડા સમય પછી કરી શકો છો તો તમારે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી.

રેલવેનો નિયમ છે કે તમે એ જ ટિકિટની તારીખને આગળ કે પાછળ કરી શકો છો. જે માટે તમારે તમારી ટિકિટ રિઝર્વેશન કાઉન્ટર પર 48 કલાક પહેલાં ટ્રેન સ્ટેશનથી રવાના થાય એ પહેલાં આપી દેવાની જરૂર છે.  આ જ સમયે તમારે નવી તારીખ માટે પણ અરજી કરવી પડશે. તમે આ સમય દરમિયાન ક્લાસને અપગ્રેડ કરી શકો છો. અરજી આપ્યા બાદ તારીખ અને ક્લાસ બદલાય છે. તારીખ બદલવા માટે કોઈ ચાર્જ નથી. જો ક્લાસ બદલવામાં આવે છે, તો તમારે બે ભાડા વચ્ચેનો તફાવત ચૂકવવો પડશે.

બોર્ડિંગ સ્ટેશનમાં ફેરફાર :

તમે જ્યાંથી ટ્રેન પકડવા માંગો છો તે સ્ટેશન પણ બદલી શકો છો. આ માટે તમારે ટ્રેનનો પહેલો ચાર્ટ તૈયાર થતા પહેલાં મુખ્ય રિઝર્વેશન સુપરવાઈઝર અથવા ફરજ પરના રિઝર્વેશન સુપરવાઈઝરને અરજી કરવી પડશે. તમે કામકાજના કલાકો દરમિયાન પેસેન્જર રિઝર્વેશન સેન્ટર પર પણ આ કરી શકો છો. આ સિવાય આ IRCTCની વેબસાઇટ અને 139 દ્વારા પણ પૂર્ણ કરી શકાય છે. આ સુવિધા રિઝર્વેશન સેન્ટર અને ઓનલાઈન બંને દ્વારા બુક કરાયેલી ટ્રેનો માટે ઉપલબ્ધ છે.

બોર્ડિંગ સ્ટેશન પણ બદલો :

જો તમે તમારી મુસાફરીને આગળ વધારવા માંગતા હોવ તો તે ટ્રેનની અંદરથી જ કરી શકાય છે. આ માટે તમારે ટિકિટ ચેકિંગ સ્ટાફનો સંપર્ક કરવો પડશે. તમે આ કામ ટ્રેનના સ્ટેશન પર અથવા તે પહેલાં પણ કરી શકો છો જ્યાં તમારે પહેલા ઉતરવાનું હતું. વધેલી મુસાફરી માટે જે પણ ભાડું હશે તે TTE દ્વારા વસૂલવામાં આવશે. એ જ રીતે તમે TTE નો સંપર્ક કરીને તમારી મુસાફરી દરમિયાન ક્લાસ પણ બદલી શકો છો.

આ પણ વાંચો :-

28 ડિસેમ્બર 2022 રાશિફળ : આ રાશિના જાતકોને ગણપતિબાપાની કૃપાથી દરેક કાર્યોમાં મળશે સફળતા

28 December 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
મિત્રોનો સહકાર મળતા આર્થિક લાભ મળતો જણાય. દિવસ દરમિયાન આવક મળતી રહે. સંતાન તરફથી શુભ સમાચાર મળે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઈમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ
આવક અને ખર્ચ બંનેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારું ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. કરેલા રોકાણો યથાર્થ સા‌બિત થતા જણાય. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ
જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. આવક ઘટતી જણાય. પ‌રિવારના સભ્યો સાથે શાં‌તિ રાખવી. દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને.

કર્કઃ
‌દિવસ દર‌મિયાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઈ-બહેનની ‌વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેરબજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દુઃખાવો સંભ‍વે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ
આત્મબળ મજબૂત બને. માન-સન્માનમાં વધારો થાય. રાજકારણી માટે સારો ‌દિવસ. સરકારી કામકાજમાં સળતા. અનાજ ક‌રિયાણાના વેપારી માટે વધુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-ખાંસી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ
નોકરી-ધંધા ક્ષેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્સ કન્સલટન્ટ, એકાઉન્ટ્સ, હોટલના ક્ષેત્રે ‌વિશેષ ફાયદો. નવા રોકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગ‌તિથી આનંદ થાય. સ્વાર્થવૃ‌ત્તિ વધે. પ્ર‌તિષ્ઠા-યશ ઘટે.

તુલાઃ
મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય. એવા પ્રસંગો બને. કુટુંબના સભ્યો વચ્ચે ‌વિખવાદને ટાળવો. નોકરી-ધંધામાં ‌દિવસ શાં‌તિથી પસાર કરવો. સંતાનના નામ પર કરેલા રોકાણમાં ‌વિશેષ ફાયદો મળે. સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિકઃ
આવકનું પ્રમાણ જળવાય. પ‌રિવારમાં મનમેળ રહે. સ્થાવર-જંગમ ‌ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષથી લાભ. ટાયર, ટ્યુબ, કલર, કે‌મિકલ, ‌બિ‌લ્ડિંગ મ‌ટિ‌રિયલના ધંધાર્થીઓ માટે શુભ ‌દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ
નાણાંકીય બાબતોમાં સાનુકૂળતા રહે. પ‌રિવારમાં પ્રેમ જળવાય. જીવનસાથીની ત‌બિયતની કાળજી રાખવી. આદ્યા‌ત્મિક બાબતોમાં રૂ‌ચિ વધે. ભાગ્યનો સાથ મળે. ખોટી સોબતમાં ફસાઈ ન જવાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સારું રહે.

મકરઃ
વકની દૃ‌ષ્ટિએ સારો ‌દિવસ છે. પ‌રિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર-જંગમ ‌મિલકતમાંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારું છે. તાવ-માથાના દુઃખાવાની સમસ્યા રહે. પ‌ત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ
માન‌સિક રીતે મજબૂતાઈ જણાય. વાંચવાનો શોખ વધશે. આક‌સ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સા‌હિત્ય, સંશોધન, ફાઈનાન્સના કામમાં લાભ. ખોટું કામ ન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ
સંતાન તરફથી ચિંતા સતાવશે. વિદ્યાર્થીવર્ગને વધુ મહેનત જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી-ધંધામાં અસંતોષનો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

આ પણ વાંચો :-

અમદાવાદીઓ 31 ડિસેમ્બરે પાર્ટી કરતા પહેલા પોલીસનો પ્લાન જાણી લેજો, નહીંતર જેલનાં સળિયા ગણતાં થઈ જશો 

Ahmedabadites should know the police plan before partying on December 31

  • ૩૧ ડિસેમ્બરની રાત્રે ડ્રગ્સ અને દારૂની બદી રોકવા માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી ૧૪ હજાર પોલીસ જવાનો સહિત ૧૮ હજાર જવાનોને બંદોબસ્તમાં તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.

શહેરની ફરતે આવેલા ફાર્મ હાઉસો પર પોલીસ વોચ રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ (illegal activity) સામે કાર્યવાહી કરવાના આદેશ જારી કરી દેવાયા છે. દારૂડીયાઓને પકડવા માટે બ્રેથ એનેલાઈઝરની (Breath Analyzer) જેમ આ વખતે ડ્રગ્સના નશા કરતા તત્વોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ડ્રગ્સ ટેસ્ટીંગ કિટનો (Drug Testing Kit) ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા ૩૧મી ડિસેમ્બરની રાત્રે ૧૧.૫૫ થી ૧૨.૩૦ સુધી ઉજવણી અને ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે. આ સમય બાદ ગેરકાયદે કૃત્ય કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

રાત્રે ૩૫ મિનિટ સુધી ફટાકડા ફોડી ઉજવણીની છૂટ :

૩૧ ડિસેમ્બરની રાત્રે ન્યુ યરની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલા બંદોબસ્ત અને તૈયારીઓની જાહેરાત કરતા કંટ્રોલ ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, ૧૪ હજાર પોલીસ જવાનો, ૪ હજાર હોમગાર્ડ જવાનો અને એસઆરપીની ૧૫ કંપની થઈ ૧૮ હજારથી વધુ પોલીસ જવાનો બદોબસ્તમાં ખડેપગે રહેશે. સીસીટીવી સર્વેલન્સ વેન, બોડી ઓન કેમેરાથી સજજ પોલીસ કમીઓ, ૩૦૦થી વધુ બ્રેથ એનેલાઈઝર કિટ, ડ્રગ્સ ટેસ્ટીંગ કિટોથી સજજ રહેલા પોલીસ કર્મચારીઓ નશાખોરો પર નજર રાખશે.

યુવતીઓની છેડતી, મોબાઈલની તફડંચી અને ચિલઝડપ સહિતના બનાવો રોકવા માટે પોલીસની સી ટીમ સહિતના જવાનો ખાનગી ડ્રેસમાં જૂદા જૂદા વિસ્તારોમાં વોચ રાખશે. ખાસ કરી એસજી હાઈવે, એસપી રિંગ રોડ આસપાસના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ તેમજ શહેરના એસ.જી.હાઈવે, સી.જી.રોડ અને સિંધુભવન રોડ પર પોલીસનો ચાંપતો બદોબસ્ત રાખવાનું આયોજન ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

ડ્રગ્સનો નશો કરનાર વ્યક્તિ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાસ કરી દારૂની મહેફીલો થતી હોય તેવા પોકેટ પર ખાનગી ડ્રેસમાં પોલીસ જવાનો ગોઠવાયેલા રહેશે.

ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટ ડાઈવર્ઝનની સ્કીમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે રૂટ પર ન્યૂ યરના ઉજવણી માટે માનવ મહેરામણ ઉમટી પડે તેવા રૂટને વાહન ચાલકો માટે બંધ કરીને અન્ય રૂટ પરથી પસાર કરવા માટે મેપ તૈયાર થઈ રહ્યો છે. ખાસ કરીને સીજી રોડ પર અગાઉ ન્યૂ યરની ઉજવણીને લઈને ભારે ભીડ જોવા મળતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંધુ ભવન રોડ પર લોકોની ભીડ વધી રહી છે.

આ પણ વાંચો :-

લો બોલો… ‘સભા’માં સૂઈ ગયા ‘સરકાર’ના સલાહકાર ! નસકોરા બોલાવતો વીડિયો વાયરલ

0

Speak up… The adviser of the ‘government’

  • સંયમ લોઢા આરામના મૂડમાં જોવા મળ્યા. CM ગેહલોતના સલાહકાર છે સંયમ લોઢા.મીટિંગ દરમિયાન નસકોરા લેતા જોવા મળ્યા.

રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતના (Ashok Gehlot) સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા (Sanyam Lodha) હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે સરકારના 4 વર્ષ પૂરા થયા છે. સંયમ લોઢાએ મીટિંગમાં કંઈક એવું કર્યું જે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. સરકારના 4 વર્ષ પૂર્ણ થવા પર જિલ્લા મુખ્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરા લેતા જોવા મળ્યા હતા.

સંયમ લોઢાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી સરકારના 4 વર્ષ પૂર્ણ થવા દરમિયાન મળેલી ઉપલબ્ધિઓ ગણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા નસકોરાં લઈ રહ્યા હતા. મીટિંગમાં હાજર એક યુવકે વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીએમ ગેહલોતના સલાહકાર અને ધારાસભ્ય સંયમ લોઢા સિરોહી જિલ્લાના પ્રભારી મંત્રી મહેન્દ્ર ચૌધરી અને અધિકારીઓ સાથે સરકારના 4 વર્ષ પૂરા થવાના અવસર પર સરકારના વિકાસ કાર્યો જણાવી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ગેહલોતના સલાહકાર સંયમ લોઢા પ્રભારી મંત્રીની ખુરશીની બાજુની ખુરશી પર બેઠા હતા અને સૂઈ ગયા હતા. તેમણે સભાની વચ્ચે નસકોરા મારવાનું શરૂ કર્યું. વિધાનસભ્ય સંયમ લોઢાને પ્રભારી મંત્રીએ ઊંઘમાંથી જગાડ્યા ત્યાં સુધીમાં તેમનો વીડિયો બની ગયો હતો.

આ પણ વાંચો :-

માત્ર 40 મિનિટમાં ભૂકંપના 2 ઝટકાથી ધ્રુજી ઉઠી ગુજરાતની આ ધરા, છેલ્લાં દોઢ માસમાં અનેક આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ

0

This stretch of Gujarat shook with 2 shocks of earthquake in just 40 minutes

  • અમરેલીના મીતીયાળા પંથકમાં 40 મિનિટમાં બે ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) તાલુકાના મીતીયાળા પંથકમાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવતાં અને છાસવારે આવતાં ધરતીકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

સ્થાનિકોમાં ફફડાટ :

આજ સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકો પોતા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળા પંથકમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.  પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

2022માં અનુભવાયા 225 જેટલા ભૂકંપના આંચકા :

સિસમોલોજી વિભાગનું કહેવું છે કે નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.

આ પણ વાંચો :-