ગુજરાતમાં ઠંડીનો પારો આસમાને : અમદાવાદમાં ગગડયો તાપમાનનો પારો, નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી

Share this story

Cold weather in Gujarat: Ahmedabad temperature drops

  • વર્ષ 2022 સમાપ્તિની આરે છે નવું વર્ષ શરૂ થવામાં માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં એકદમથી જ ઠંડીમાં વધારો થયો છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તરના પવનોને કારણ હજુ પણ ઠંડીનો પારો ગગડશે. રાજ્યમાં ઠંડીમાં એકદમથી જ વધારો થયો છે.  દિવસે પણ લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે.

રાતે તો હાડ થિજવતી ઠંડી પડી જ રહી છે. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં પારો ગગડયો છે.

ધીમે-ધીમે ગગડી રહ્યો છે પારો :

ગુજરાતમાં 8 દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાન ગગડયું છે. અમદાવાદમાં 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર :

જ્યારે ડીસામાં 9.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં  11.5 ડિગ્રી, ગાંધીનગરમાં 11.7 ડિગ્રી, અમદાવાદમાં 13.2 ડિગ્રી, વડોદરામાં 14.4  ડિગ્રી, સુરતમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજસ્થાનના ચુરુમાં તો તાપમાનનો પારો 0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં આજે પણ તીવ્ર શીત લહેર યથાવત રહેશે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્હી NCR માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો :-