A Chinese couple found a solution
- ચીનમાં લોકોના કોરાનાથી ફફડી ઉઠ્યાં છે અને પોતાની જાતને વાયરસથી બચાવવા માટે હવે લોકો જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. એક કપલે પણ અલગ ઉપાય શોધી કાઢ્યો.
કોરોનાના (Corona) કારણે ચીનમાં સ્થિતિ વણસી રહી છે. લોકો કોરાનાને દૂર રાખવા માટે જાતજાતના ઉપાય કરી રહ્યાં છે. બહાર કોરોનાથી બચવા માટે એક ચીની કપલે અલગ ઉપાય શોધી કાઢ્યો છે.
A Chinese couple takes self-protection to another level… pic.twitter.com/ovPlIaAeZg
— People's Daily, China (@PDChina) December 22, 2022
કોરોના પ્રૂફ છત્રીમાં દેખાયું કપલ :
ચીનનું એક કપલ કોરોના પ્રૂફ છત્રમાં જોવા મળ્યું હતું. બજારમાં જ્યારે કપલ ખરીદી કરવા નીકળ્યું ત્યારે તેઓ કોરોના પ્રૂફ છત્રીમાં પુરાયા હતા અને તેની અંદર રહીને જ માલસામાનની ખરીદી કરી હતી.
ચાઈનીઝ કપલનો વીડિયો વાયરલ :
કોરોના પ્રૂફ છત્રીમાં ખરીદી કરી રહેલા ચાઈનીઝ કપલનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છત્રી પોલિથીનની મદદથી કપલને ચારે બાજુથી જમીન સુધી નીચે સુધી કવર કરી રહી છે.
દરમિયાન શોપિંગ સમયે કપલ પોલિથીન નીચેથી ઊંચકીને માલ લઈ રહ્યું છે. સાથે જ કપલની આસપાસના લોકો તેમને આ રીતે જોઈને ચોંકી ગયા હતા. ઈન્ટરનેટ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો :-