સોનાના ભાવમાં મોટો કડાકો, જાણો કેટલો ઘટ્યો ભાવ અને લેટેસ્ટ રેટ

Share this story

A big crash in the price of gold

  • શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. લગ્નગાળામાં સોના અને ચાંદીના ભાવમાં કડાકો જોવા મળતા લોકો પણ સોનું અને ચાંદી ખરીદવા માટે અધીર્યા બનતા હોય છે. ત્યારે જાણો આજના સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ.

ભારતીય શરાફા બજારમાં (Indian bullion market) આજે 23 ડિસેમ્બરના રોજ સોના અને ચાંદીના (Gold and silver) ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સોનાના ભાવ જો કે હજુ પણ 10 ગ્રામના 54 હજારને પાર જોવા મળી રહ્યા છે. જ્યારે ચાંદીનો (Silver) ભાવ 67 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. 999 પ્યોરિટીવાળા 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 415 રૂપિયા તૂટીને 54284 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી ચાંદીના ભાવ 189 રૂપિયા ઘટીને 67416 રૂપિયા છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના જણાવ્યાં મુજબ બુધવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનું 54699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે આજે સવારે 54284 રૂપિયા સુધી આવી ગયું. આ જ રીતે શુદ્ધતાના આધારે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

શું છે ભાવ :

અધિકૃત વેબસાઈટ ibjarates.com ના જણાવ્યાં મુજબ આજે સવારે 995 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 413 રૂપિયા ઘટીને 54067 રૂપિયા પહોંચી ગયો છે. જ્યારે 916 પ્યોરિટીવાળું સોનું આજે 380 રૂપિયા ઘટીને 49724 રૂપિયા થયો છે.

આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા સોનાનો ભાવ 311 રૂપિયા ઘટીને 40713 રૂપિયા થઈ ગયો છે. જ્યારે 585 પ્યોરિટીવાળા ગોલ્ડનો ભાવ આજે 243 રૂપિયા ઘટીને 31756 રૂપિયા થયો છે. આ ઉપરાંત 995 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 67416 રૂપિયા થઈ ગયો છે.

આ પણ વાંચો :-