Friday, Mar 21, 2025

Nexon, XUV 700 ને ટક્કર આપવા આવી રહી છે આ શાનદાર કાર, ઝલક જોઈને જુમી ઉઠશો !

2 Min Read

This amazing car is coming to compete

  • ભારતમાં ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી વિતારા બ્રેઝા, કિયા સેલ્ટોસ જેવી SUV લોકોની પહેલી પસંદ છે. જો કે આ બધી કારોને ટક્કર આપવા રેનો કાર પોતાની નવી શાનદાર SUV લઈને આવી રહી છે.

ભારતમાં અનેક કંપનીઓની SUV કાર લોકોની પસંદ છે. જેવી કે ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી વિતારા બ્રેઝા, કિયા સેલ્ટોસ. આ સિવાય બીજી ઘણી SUV છે જેની સારી માગ છે. જેવી કે Mahindra XUV 700 અને Maruti Suzuki Grand Vitara. XUV700 માટે વેઈટિંગ પિરિયડ એક વર્ષથી વધુ છે. જ્યારે, ગ્રાન્ડ વિતારાનો વેઇટિંગ પિરિયડ 6 મહિના સુધીનો છે.

પરંતુ હવે રેનો એક એવી SUV લાવવાની યોજના બનાવી રહી છે, જે ક્યાંકને ક્યાંક આ બધાને એકસાથે ટાર્ગેટ કરશે. તેનું નામ રેનો અરકાના છે. તેને ભારતીય રસ્તાઓ પર પરીક્ષણ દરમિયાન જોવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે તેને આવતા વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ તેની લંબાઈ- 4.5 મીટર, પહોળાઈ- 1.8 મીટર અને ઊંચાઈ- 1.5 મીટર હોઈ શકે છે. તેનું વ્હીલબેઝ 2731 mm હોઈ શકે છે. તે કૂપ સ્ટાઈલની એસયુવી હશે.

Renault Arkana પહેલેથી જ વૈશ્વિક બજારમાં હાજર છે. યુરોપમાં, તે હાઈબ્રિડ સેટઅપ સાથે આવે છે. અહેવાલો અનુસાર, તેને ભારતમાં હાઈબ્રિડ સેટઅપ સાથે પણ રજૂ કરવામાં આવી શકે છે, જે તેને વધુ ઈંધણ કાર્યક્ષમ બનાવશે. તેના માઈલ્ડ હાઈબ્રિડ વેરિયન્ટની કિંમત આશરે 10 લાખથી શરૂ થઈ શકે છે. જે સ્ટ્રોન્ગ હાઈબ્રિડ વેરિઅન્ટ્સ માટે 20 લાખ સુધી જઈ શકે છે.

રેનોના ઈન્ડિયા સ્પેક મોડલમાં ઓલ LED લાઈટ્સ સેટઅપ, લેટેસ્ટ સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને લેધર સીટ સાથે શ્રેષ્ઠ ઈન્ટિરિયર મળશે. કારમાં 1.3-લિટર પેટ્રોલ એન્જિન અથવા 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે આવી શકે છે. જો કે તેમાં 1.3 લીટર એન્જિન મળવાની શક્યતા વધુ છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ આપી શકાય છે.

આ પણ વાંચો :-

Share This Article