એમ.એ.પોલિટીકલ સાયન્સનો વિદ્યાર્થી અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાનો શિક્ષણક્ષેત્રે કંઈક કરવાનો થનગનાટ ભાજપને ચોક્કસ ગૌરવ અપાવશે..

Share this story

M.A.Political Science student and State Education Minister

  • વિવેકાનંદનાં વિચારોથી રંગાયેલા અને યુવાની કાળથી જ ભાજપનો ભગવો લઈને ફરતાં પ્રફૂલ્લ પાનશેરિયાની અધ્યક્ષ સી.આર. પાટીલે કરેલી પસંદગી ‘કોહીનૂર’ પુરવાર થશે.
  • શિક્ષણ અને બાળકો તેમનો પહેલેથી જ મનગમતો વિષય હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના વિચારો સાકાર કરવા માર્ગ મોકળો કરી દીધો.
  • સામાન્ય પગારદાર અને લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરતાં પ્રફૂલ્લ પાનશેરિયા બબ્બે વખત કોર્પોરેટર અને ધારાસભ્ય તરીકેની બીજી ટર્મ છતાં હજુ સુધી ‘બેદાગ’ રહ્યાં છે

મનગમતો વિષય, મનગમતુ કામ અને મનગમતુ જમવાનું મળે એટલે સ્વભાવિક માણસ ઉતાવળો બની જાય. સુરતનાં યુવાન ધારાસભ્ય અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા (State Education Minister Prafulla Pansheria) માટે આવું જ કહી શકાય. ભાજપની વિચારધારાને નખશીખ સમર્પિત પ્રફુલ્લ પાનશેરિયાને પાંચ વર્ષની બ્રેક બાદ ફરી ધારાસભ્ય અને મંત્રી તરીકેની તક મળી છે, ત્યારે કંઈક નવું કરવાનો થનગનાટ હોય એ સ્વભાવિક છે.

મૂળભૂત રીતે વિવેકાનંદની વિચારધારાથી પ્રભાવિત પ્રફુલ્લ પાનશેરિયા એક તરવરિયો યુવાન છે અને ભાજપ નેતાગીરીએ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી બનાવીને તેમના વિચારોને અનુરૂપ મંત્રી બનાવ્યા છે. ગુજરાતની વિચારધારાઓથી પરિચિત પ્રફુલ્લ પાનશેરિયા શિક્ષણક્ષેત્રે કંઈક નવું કરવામાં ચોક્કસ સફળ પુરવાર થવા સાથે ભાજપ સરકારને ગૌરવ અપાવશે. ખાસ કરીને પ્રાથમિક શાળાનાં બાળકો માટે ભારોભાર અનુકંપા ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયા માટે નિર્દોષ બાળકોનો પ્રેમ અને સહાનુભૂતિ સાથેનું શિક્ષણ તેમના મુખ્ય વિષયો છે.

લોકોને યાદ હશે કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં સૌપ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ખાસ કરીને ગામડાંનાં બાળકોને શિ‌િક્ષત કરવા આહલેક જગાવી હતી અને શાળા પ્રવેશોત્સવ અને બેટી બચાવો અભિયાન હાથ ધર્યું હતું અને પરિણામરૂપે આજે ગુજરાતનાં સાક્ષરતાનાં દરમાં આશ્ચર્યજનક વધારો થયો છે. બલ્કે શિક્ષણની ભૂખ ઉઘડી છે અને આજે એવી સ્થિતિ છે કે, દરેક ઘરમાં સવાર પડેને બાળકો નિશાળે જતાં જોવા મળશે. અધ્ધવચ્ચેથી શાળા છોડી જવાનો દર ઘટીને લગભગ ‘ઝીરો’ થઈ ગયો છે. આની પાછળ ચોક્કસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ ‘યશ’ આપી શકાય.

ભૂપેન્દ્ર પટેલની સરકારનાં રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ શિક્ષણને લઈને આક્રમક વલણ ધરાવે છે. શાળાઓ કે બાળમંદિરો કે ટ્યુશન ક્લાસીસમાં બાળકો ઉપર ગુજારવામાં આવતાં અત્યાચાર સામે તેઓ ભયાનક નફરત ધરાવે છે. પ્રફુલ્લ પાનશેરિયા એવું ઈચ્છે છે કે, બાળક સામે ચાલીને શાળાએ આવે તેવું વાતાવરણ સર્જવું જોઈએ અને તેઓ એ દિશામાં કંઈક કરવા થનગની રહ્યાં છે.

મૂળભૂત રીતે આંદોલનકારી સ્વભાવના પ્રફુલ્લ પાનશેરિયા તેમના રાજકીય જીવનની શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી રંગાયેલા રહ્યાં છે. ભાજપ જ્યારે સત્તામાં નહોતો ત્યારે પણ વિપક્ષે રહીને સુરતનાં મીની સૌરાષ્ટ્રમાં છાશવારે ભાજપનો ભગવો લઈને નીકળી પડતા હતા અને હાલ સુરતનું મીની હીરાબજાર ગણાતા વરાછા રોડનાં ચોકમાં ઉભા રહીને અનેક વખત આંદોલનો કર્યા હશે. ઘણી વખત બદલાતા સમય અને સંજોગોને કારણે તેમણે ભાજપ વિરોધી વિચારધારાનાં લોકોનો સામનો પણ કર્યો હતો અને લાંબા સંઘર્ષને અંતે તેઓ સુરત મહાપાલિકાનાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં અને વરાછા રોડ વિસ્તારમાં ભાજપનાં ગઢનાં કાંગરા વધુ મજબૂત કર્યાં હતાં.

બબ્બે વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ૨૦૧૨માં તેમને ધારાસભાની ટિકિટ આપવામાં આવી હતી અને સંગઠનનાં કામમાં જોતરી દેવાયા હતા. વચ્ચેનાં પાંચ વર્ષ બાદ ૨૦૧૭માં ફરી તેમને ધારાસભ્ય તરીકેની ટિકિટ આપવામાં આવતાં ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

પ્રફૂલ્લ પાનશે_રિયા

ભાજપ માટે ખરેખર તો પ્રફુલ્લ પાનશેરિયા ‘કોહીનૂર’ હીરો કહી શકાય. તેમણે યુવાની કાળમાં એટલા બધા સકારાત્મક કામો કર્યા છે કે, તેમના વિરોધીઓ પણ પ્રફુલ્લ પાનશેરિયા માટે એકપણ શબ્દ ઘસાતો બોલી શકે તેમ નથી.

એમબીએ સુધીનું ઉચ્ચ શિક્ષણ ઉપરાંત એમ.એ. (પોલિટીકલ સાયન્સ) અભ્યાસ કરતાં પ્રફૂલ્લ પાનશેરિયાએ પ્રિન્ટીંગ પ્રેસથી ધંધાની શરૂઆત કરી હતી. આજે પણ પાર્ટનર મફત શિરોયા સાથે વરાછા વિસ્તારમાં લીપી પ્રિન્ટીંગ પ્રેસનાં નામથી વ્યવસાય કરે છે.

ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને પ્રફુલ્લ પાનશેરિયામાં પહેલેથી ‘હીર’ દેખાતુ હતું અને એટલે જ તેમણે વરાછા ઉપરાંત કામરેજ વિસ્તારને સાંકળતી અને પાંચ લાખ મતદારો ધરાવતી અત્યંત સંવેદનશીલ કામરેજ બેઠક માટે તેમની પસંદગી કરી હતી અને પ્રફુલ્લ પાનશેરિયાએ સી.આર. પાટીલનો વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવ્યો હતો. ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદી પણ પ્રફુલ્લ પાનશેરિયાને મળ્યાં હતાં અને પીઠ થપથપાવી હતી.

‌શિક્ષણ અને બાળકો પ્રત્યે બેહદ લગાવ ધરાવતા પ્રફુલ્લ પાનશેરિયાએ બે દિવસ પહેલાં સુરતની એક શાળામાં માસુમ વિદ્યાર્થીઓને માર મારનાર શિક્ષકને તાબડતોબ સસ્પેન્ડ કરાવ્યો હતો. દરમિયાન આજે બનાસકાંઠાનાં દાંતાની શાળામાં શરાબ પીને શાળામાં આવેલા શિક્ષક સામે તાબડતોબ આકરા પગલાં ભરીને તત્કાળ સસ્પેન્ડ કરાવી દાખલો બેસાડયો હતો.