ઈન્ડિયન રેલવેની સૌથી મોંઘી ટ્રેન : ટિકિટનું ભાડું સાંભળી ધબકારા વધી જશે, આવશે રાજા-મહારાજા જેવાં ઠાઠની ફિલિંગ

Share this story

The most expensive train of Indian Railways

  • આ વાયરલ વીડિયો મહારાજા એક્સપ્રેસ ટ્રેનના સૌથી મોંઘા કોચનો છે જેની ટિકિટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો.

આપણા દેશમાં મોટાભાગના લોકો ટ્રેન દ્વારા મુસાફરી કરે છે એવામાં હાલ દેશની સૌથી મોંઘી ટ્રેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનની અંદર વર્લ્ડ ક્લાસ લક્ઝરી (World class luxury) સુવિધાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ વાયરલ વીડિયો મહારાજા એક્સપ્રેસ ટ્રેનના (Maharaja Express Train) સૌથી મોંઘા કોચનો છે જેની ટિકિટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. મહારાજા નામની જેમ જ આ ટ્રેનમાં પણ એવી જ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે મહારાજા એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ભારતીય રેલવે પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ટ્રેન દેશના ચાર અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવે છે. તમે તેમાં મુસાફરી કરવા માટે કોઈ પણ ચારમાંથી એક માર્ગ પસંદ કરી શકો છો. જણાવી દઈએ કે આ યાત્રા 7 દિવસની હોય છે જેમાં આ લક્ઝરી ટ્રેનનો આનંદ માણી શકો છો.

https://www.instagram.com/reel/Cl0cMiHrYjx/?utm_source=ig_embed&ig_rid=a9b545c8-e6f6-4b25-a052-c353f492939d

ટિકિટની કિંમત આટલા લાખ રૂપિયા  :

મહારાજા ટ્રેનની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર આ ટ્રેનના દરેક કોચમાં મોટી વિન્ડો, કોમ્પ્લિમેન્ટરી મિની બાર, એર કન્ડીશનીંગ, વાઈફાઈ, લાઈવ ટીવી, ડીવીડી પ્લેયર સહિત અનેક લક્ઝરી સુવિધાઓ આપવામાં આવે છે. સાથે જ મહારાજા એક્સપ્રેસ ધ હેરિટેજ ઓફ ઈન્ડિયા, ટ્રેઝર્સ ઓફ ઈન્ડિયા, ધ ઈન્ડિયન પેનોરમા અને ઈન્ડિયન સ્પ્લેન્ડર નામના ચાર અલગ-અલગ પ્રવાસો ઓફર કરે છે અને આ ટ્રેનનું ભાડું 5 લાખ રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધી છે.

કેટલા પ્રકારના કોચ છે :

મહારાજા એક્સપ્રેસમાં ચાર અલગ-અલગ પ્રકારના કોચ છે, જેમાં ડીલક્સ કેબિન, સ્યુટ, જુનિયર સ્યુટ અને પ્રેસિડેન્શિયલ સ્યુટનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ ટ્રેનમાં બે પ્રકારના પેકેજ આપવામાં આવે છે જેમાં એક 3 રાત અને 4 દિવસની છે અને બીજી 6 રાત અને 7 દિવસની છે. દરેક માટે અલગ ભાડું લાગુ પડે છે. વેબસાઈટ અનુસાર, આ ભાડું ડબલ ઓક્યુપન્સી પર પર્સન રીતે સસ્તું પડે છે.

આ પણ વાંચો :-