આગામી 24 કલાકમાં તમારા મોબાઈલનું સીમકાર્ડ થઈ જશે બંધ, જાણો શું છે સમગ્ર મામલો

Share this story

In next 24 hours your mobile sim card will be disabled

  • BSNL ના સીમધારકો માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ બીએસએનએલનું સીમ છે તો શું આગામી 24 કલાકમાં તમારું સીમ બંધ થઈ જશે..? કંપની તરફથી આ વિશે નોટિફિકેશન જાહેર કરી જાણકારી આપવામાં આવી છે.

BSNLનું મોબાઈલ સીમ ધરાવનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમારી પાસે પણ BSNLનું સીમકાર્ડ (BSNLનું કાર્ડ) છે તો તમારા માટે આ મોટા સમાચાર છે. શું તમારું મોબાઈલ સીમ (Mobile SIM) આગામી 24 કલાકમાં બંધ થઈ જશે…? કંપની તરફથી આ અંગે એક નોટિફિકેશન બહાર પાડીને માહિતી આપવામાં આવી છે. આવો તમને જણાવીએ શું છે સમગ્ર મામલો…

સીમ 24 કલાકમાં બંધ થઈ જશે :

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી ટેલિકોમ કંપની BSNLના મોબાઈલ સીમ આગામી 24 કલાકમાં બંધ થઈ જશે. આ પોસ્ટ જોયા પછી તેની હકીકત કંઇક અલગ જ જોવા મળી.

પીઆઈબીએ હકીકત તપાસી હતી :

પીઆઈબીએ સત્તાવાર રીતે ટ્વીટ કરીને ફેક્ટ ચેકની સત્યતા વિશે માહિતી આપી છે. PIBએ લખ્યું છે કે TRAI દ્વારા ગ્રાહકનું KYC સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને આગામી 24 કલાકમાં ગ્રાહકોના સિમ બ્લોક કરી દેવામાં આવશે. જોકે, આ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. પીઆઈબીએ આ દાવાને નકારી કાઢ્યો છે. કોઈના પણ મોબાઈલના સીમ બંધ થવાના નથી. આ એક ફેક સમાચાર છે.

વાયરલ સમાચારની હકીકત તપાસો :

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી દૂર રહો અને આ સમાચાર કોઈની સાથે શેર ન કરો. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો તમે આ મોબાઈલ નંબર 918799711259 અથવા [email protected] પર મેઈલ કરી શકો છો.

આ પણ વાંચો :-