માત્ર 40 મિનિટમાં ભૂકંપના 2 ઝટકાથી ધ્રુજી ઉઠી ગુજરાતની આ ધરા, છેલ્લાં દોઢ માસમાં અનેક આંચકા અનુભવતા લોકોમાં ફફડાટ

Share this story

This stretch of Gujarat shook with 2 shocks of earthquake in just 40 minutes

  • અમરેલીના મીતીયાળા પંથકમાં 40 મિનિટમાં બે ભૂકંપના આંચકાઓ અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલા (Savarkundla) તાલુકાના મીતીયાળા પંથકમાં આજે સવારે ફરી ધરતીકંપનો આંચકો આવતાં અને છાસવારે આવતાં ધરતીકંપના આચકાથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. મીતીયાળા જંગલ અને મીતીયાળા ગામમાં આજે ફરી 40 મિનિટના સમયગાળામાં બે ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

સ્થાનિકોમાં ફફડાટ :

આજ સવારે 10:40 મિનિટ અને 11:18 મિનિટની આસપાસ ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિકો પોતા પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. છેલ્લા એક માસમાં અનેક વખત આંચકા અનુભવાતા મીતીયાળા પંથકમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આ ભૂકંપની તિવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાની થઈ નથી.  પ્રાથમિક રીતે આ આંચકા ઉદભવવાનું કારણ ભૂગર્ભ જળસ્તરમાં ફેરફાર મનાય છે.

2022માં અનુભવાયા 225 જેટલા ભૂકંપના આંચકા :

સિસમોલોજી વિભાગનું કહેવું છે કે નાના નાના આંચકા આવી જાય છે તે સારું છે. જેથી મોટા આંચકા આવવાની સંભાવના ઘટી જાય છે. મીતીયાળા ગામ આસપાસ સતત ભૂકંપના ઝટકાની શરૂઆત 2021થી થઈ છે. વર્ષ 2021માં મીતીયાળા આસપાસ 80 જેટલા અને વર્ષ 2022માં 225 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે.

આ પણ વાંચો :-