દૂધ બાદ હવે અમૂલના લૂઝ ઘીના ભાવમાં ભડકો ! જાણો સાબરડેરીએ કેટલો વધારો ઝીંક્યો ?

Share this story

After milk, the price of Amul’s loose ghee

  • મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે, તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે.

રાજ્યની સામાન્ય જનતા મોંઘવારીના બોજ તળે પીસાતી જઈ રહી છે. કારણ કે એક બાદ એક ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) બાદ સ્થાનિક લેવલે હવે દૂધ-ઘીના ભાવ પણ મારી નાંખે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતની જનતાને મોંઘવારીનો (inflation) વધુ એક માર પડ્યો છે. કારણ કે દૂધ-તેલ બાદ હવે ઘીના ભાવમાં પણ વધારો થયો છે.

મોંઘવારીનો માર સહન કરી રહેલી પ્રજા પર વધુ બોજ સહન કરવાનો વારો આવશે. તમામ ચીજ વસ્તુઓના ભાવ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. દૂઘના ભાવમાં વધારો કર્યા બાદ હવે સાબર ડેરીએ સામાન્ય માણસને મોટો ઝટકો આપ્યો છે. સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીમાં (Amul Loose Ghee) પ્રતિ એક કિલોએ 23 અને 15 કિલો ધીમાં 345 રૂપિયાનો વધારો કર્યો છે. સાબર ડેરીએ 11 દિવસમાં બીજી વખત ભાવ વધારો કર્યો છે.

સાબરકાંઠાની કે જ્યા ઉલટી ગંગા વહી હોય તેવો ઘાટ ઘડાયો છે. ઘીના ભાવમાં સાબર ડેરીએ વધારો કરતા લોકોને હવે શીરાનું જમણ જનતાને મોંઘુ પડશે. આજથી અમુલ લુઝ ઘીમાં ભાવ વધારો લાગું કરાયો છે. ભાવ વધારા બાદ લોકોને એક કિલો લુઝ ઘીમાં રૂ 23 નો ભાવ વધારો કરાયો છે.

જ્યારે 15 કિલો ઘીમાં રૂ 345 નો ભાવ વધારો થયો છે. 15 કિલો ઘીનો ડબ્બાનો ભાવ રૂ.9450 અને એક કિલોના રૂ 630 થયા છે. એક મહિનામાં બીજી વખત ભાવ વધારો થયો છે. જ્યારે 11 દિવસ બાદ ફરી લુઝ ઘીના ભાવમાં વધારો ઝીંકાયો છે.

મહત્વનું છે કે વર્ષ 2022 માં આઠ વખત લુઝ ઘી ભાવ વધારો થયો હતો. 15 કિલોમાં રૂ 2400 નો અને એક કિલોમાં રૂ 160 નો ભાવ વધારો થયો છે.  આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના બજેટમાં પણ અસર પડી છે. ઘી અને દૂધના ભાવમાં થયેલો વધારો અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિકોએ ભોગવવો પડશે. શિયાળામાં ઘીની માગ વધારે હોય છે એવા સમયે આ વધારો ઘરના બજેટને પણ ખોરવી નાંખશે.

આ પણ વાંચો :-