At night, four girls started falling on the girl
- ઉત્તરાખંડના રુડકીમાં ચાર છોકરીઓએ ધોકા અને ડંડા લઈને એક છોકરી પર તૂટી પડી હતી જેનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેમને ઝડપી પાડી.
ઉત્તરાખંડના (Uttarakhand) રુડકીમાં છોકરીઓની મારપીટનો એક વીડિયો વાયરલ થયા બાદ સનસનાટી ફેલાઈ ગઈ હતી. જેમાં 4 યુવતીઓ રોડ પર એક યુવતીને લાકડીઓ વડે માર મારતી જોવા મળી હતી. જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાર્યવાહી કરવાની સાથે સાથે આ ચારેયને ભવિષ્યમાં આવું ન કરવા પણ સૂચના આપી છે.
लड़कियों के बीच डंडों के साथ जमकर हुई मारपीट, वायरल वीडियो रुड़की का बताया जा रहा है।@haridwarpolice pic.twitter.com/xraOyDQQRb
— Vijay Pundir (@vip_pundir) December 25, 2022
રુડકી સિવિલ લાઈન્સ કોતવાલી વિસ્તારમાં કેટલીક યુવતીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે એટલી વધી ગઇ હતી કે યુવતીઓએ હોટલ સેન્ટર પોઇન્ટની સામે જ એક યુવતી પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે યુવતીઓની અટકાયત કરી :
4 છોકરીઓ જ્યારે એક છોકરીને મારી રહી હતી ત્યારે ત્યાં ઉભેલા એક વ્યક્તિએ તેના મોબાઈલમાં આ ઘટના કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ પછી પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને સિવિલ લાઈન કોતવાલી પોલીસે 4 યુવતીઓની અટકાયત કરી હતી.
શું હતું ઝગડાનું મૂળ :
રામપુરમાં પીડિત છોકરીના જૂથ અને માર મારનાર 4 છોકરીઓ વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને છોકરીઓએ તેને દાઝમાં રાખી હતી અને આજે લાગ મળ્યો તેમાં છોકરીનો ઘડયો લાડવો કરી નાખ્યો.
આ પણ વાંચો :-